AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી મુશ્કેલીમાં ફસાયું Google, સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું છે સમગ્ર મામલો

કંપનીના જણાવ્યા અનુસાર વચગાળાની રાહત નહી મળે તો તેણે 14-15 વર્ષ સુધી જાળવવામાં આવેલી યથાસ્થિતિમાં ફેરફાર કરવો પડશે અને 19 જાન્યુઆરીથી તેણે તેના સંપૂર્ણ બિઝનેસ મોડલમાં પણ ફેરફાર કરવો પડશે.

મોટી મુશ્કેલીમાં ફસાયું Google, સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું છે સમગ્ર મામલો
ફાઇલ ટાઈપ: આ સર્ચથી તમે ફાઇલ ટાઈપને ફિલ્ટર કરવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે Warren Buffett filetype:pdf લખીને સર્ચ કરી શકો છો.Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 6:31 PM
Share

દિગ્ગજ વૈશ્વિક ટેક્નોલોજી કંપની ગૂગલે એન્ડ્રોઈડ મોબાઈલ ટેક્નોલોજીમાં તેની સર્વોપરિતાના દુરુપયોગ અંગેના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્ણય સામે NCLT સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણીમાં વિલંબના આધારે સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માંગ કરી છે. ગૂગલે તેની અરજીમાં કહ્યું છે કે નેશનલ કંપની લો એપેલેટ લો ટ્રિબ્યુનલ (NCLT) તેને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરવાના પરિણામોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.

રાહત નહીં મળે તો કંપની મુશ્કેલીમાં મુકાઈ જશે

કંપનીના જણાવ્યા અનુસાર વચગાળાની રાહત નહીં મળે તો તેણે 14-15 વર્ષ સુધી જાળવવામાં આવેલી યથાસ્થિતિમાં ફેરફાર કરવો પડશે અને 19 જાન્યુઆરીથી તેણે તેના સંપૂર્ણ બિઝનેસ મોડલમાં પણ ફેરફાર કરવો પડશે. ગૂગલની આ અરજી પર સોમવારે સુનાવણી થવાની છે. જેમાં તેણે CCIના આદેશ સામે વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરતા NCLATના પગલાને પડકાર્યો છે.

આ પણ વાંચો: આ ટ્રિકથી Excelમાં સરળ રીતે બનાવો QR Code, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ગયા વર્ષે ઓક્ટોબરમાં કોમ્પિટિશન કમિશને ગૂગલ પર સ્પર્ધાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવીને લગભગ 2,200 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. તેમાંથી, 97 ટકા મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતી એન્ડ્રોઈડ સિસ્ટમના સંદર્ભમાં તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કરવા બદલ રૂ. 1,337.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે પ્લે સ્ટોર સંબંધિત નીતિઓને લઈને 936 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

NCLT તરફથી રાહત મળી નહોતી

ગૂગલે આ આદેશ સામે NCLATમાં અપીલ કરી હતી. પરંતુ ત્યાંથી તેને કોઈ વચગાળાની રાહત મળી નથી. 4 જાન્યુઆરીએ ટ્રિબ્યુનલે CCIના આદેશ પર સ્ટે આપવાનો ઈનકાર કરતા કહ્યું કે આદેશ આવ્યાના બે મહિના પછી 20 ડિસેમ્બરે અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે, આનો ઇનકાર કરતા ગૂગલે તેની અરજીમાં કહ્યું છે કે CCIનો આદેશ 19 જાન્યુઆરી, 2023થી લાગુ થવા જઈ રહ્યો છે અને તેણે તેના એક મહિના પહેલા NCLATમાં અપીલ કરી હતી.

તેણે કહ્યું છે કે અપીલના અધિકારનો ઉપયોગ કરવા બદલ તેને સજા થઈ શકે નહીં. નિયમો અનુસાર કંપનીએ CCI તરફથી ડિમાન્ડ નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર દંડ ભરવાનો રહેશે. જો આમ ન થાય તો CCI તેની સત્તાનો ઉપયોગ કરીને નાણાંની વસૂલાત કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">