AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google નું આ ફીચર છે જોરદાર, ફોનમાં શેડ્યુલ કરી શકો છો ટેક્સ્ટ મેસેજ, જાણો આ સરળ રીત

યુઝર્સ ટેક્સ્ટ મેસેજ શેડ્યૂલ કરી શકે છે. એટલે કે મેસેજ લખીને તમારે ટાઈમ સેટ કરી દો ત્યાર બાદ મેસેજ આપોઆપ મોકલવામાં આવશે. આ સુવિધા ઘણા કિસ્સાઓમાં કામમાં આવી શકે છે. ત્યારે ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

Google નું આ ફીચર છે જોરદાર, ફોનમાં શેડ્યુલ કરી શકો છો ટેક્સ્ટ મેસેજ, જાણો આ સરળ રીત
Symbolic Image Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 4:31 PM
Share

ગૂગલ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. લેટેસ્ટ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર્સ ટેક્સ્ટ મેસેજ શેડ્યૂલ કરી શકે છે. એટલે કે મેસેજ લખીને તમારે ટાઈમ સેટ કરી દો ત્યાર બાદ મેસેજ આપોઆપ મોકલવામાં આવશે. આ સુવિધા ઘણા કિસ્સાઓમાં કામમાં આવી શકે છે. ત્યારે ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

ઉદાહરણ તરીકે, તમે કોઈના જન્મદિવસ પર મેસેજ અગાઉથી શેડ્યૂલ કરી શકો છો. આ માટે તમારે રાત્રે જાગીને રાહ જોવી પડશે નહીં. તમે Google મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ કરી શકો છો. ગૂગલની આ એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી આવે છે.

મેસેજ આપમેળે થશે સેન્ડ

આમાં, તમને ન માત્ર સરળ મેસેજિંગ ફીચર્સ પરંતુ ઘણા અદ્ભુત ફીચર્સ મળે છે. જોકે, હવે મોટી સંખ્યામાં લોકો મેસેજિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આ એપના ઘણા બધા ફીચર્સ લોકોના ધ્યાને આવતા નથી.

જો તમે ઇચ્છો, તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા મેસેજને શેડ્યૂલ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારા ફોનમાં Wi-Fi અથવા ડેટા કનેક્ટિવિટી હશે તો જ શેડ્યૂલ કરેલા મેસેજ ડિલીવર કરવામાં આવશે. આ સુવિધા ફક્ત Android 7 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા ફોનમાં જ કામ કરે છે. ચાલો જાણીએ કે તમે કોઈ મેસેજ કેવી રીતે શેડ્યૂલ કરી શકો છો.

મેસેજ કેવી રીતે શેડ્યૂલ કરવો

  1. સૌથી પહેલા તમારે Google Messages App પર જવું પડશે.
  2. હવે તમારે કોઈપણ વાતચીતમાં જઈને મેસેજ એન્ટર કરવાનો રહેશે.
  3. આ પછી તમારે સેન્ડ બટનને ટેપ કરીને હોલ્ડ કરવાનું રહેશે. થોડા સમય માટે હોલ્ડ કર્યા પછી, તમે કેટલાક વિકલ્પો જોશો.
  4. ત્રણ ડિફોલ્ટ સમય વિકલ્પો હશે. આ સિવાય તારીખ અને સમય અલગ-અલગ સેટ કરવાનો વિકલ્પ પણ તમારી સામે આવશે. તમે આ વિકલ્પ પર ક્લિક કરીને તારીખ અને સમય સેટ કરી શકો છો. આ પછી, તમારી સ્ક્રીન પર તારીખ અને સમય દેખાશે, જેને તમારે કન્ફર્મ કરવું પડશે.
  5. આ રીતે તમે મેસેજ શેડ્યૂલ કરી શકો છો. યુઝર પાસે શેડ્યૂલ કરેલા મેસેજને તરત જ એડિટ, સેન્ડ અને ડિલીટ કરવાનો વિકલ્પ પણ હશે. ખૂબ જ સરળતાથી તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મેસેજ શેડ્યૂલ કરી શકો છો.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">