AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Kendra: આધાર યુઝર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી સુવિધા, UIDAI એ કર્યા ISRO સાથે કરાર

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), ગ્રાહકો માટે આધાર કાર્ડ (Aadhaar Card)જાહેર કરતી સંસ્થા, સમયાંતરે ઘણી સુવિધાઓ પ્રોવાઈડ કરતી રહે છે.

Aadhaar Kendra: આધાર યુઝર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી સુવિધા, UIDAI એ કર્યા ISRO સાથે કરાર
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 12:24 PM
Share

આધાર વપરાશકર્તાઓ માટે મહત્વના સમાચાર છે. આધાર કાર્ડએ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના કોઈપણ સરકારી અને બિન-સરકારી કામ થઈ શકે નહીં. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), ગ્રાહકો માટે આધાર કાર્ડ (Aadhaar Card)જાહેર કરતી સંસ્થા, સમયાંતરે ઘણી સુવિધાઓ પ્રોવાઈડ કરતી રહે છે. હવે લોકોની સુવિધા માટે UIDAI એ ઈસરો (ISRO)સાથે કરાર કર્યો છે, જેનો સીધો ફાયદો આધાર વપરાશકર્તાઓને થશે.

UIDAI એ ISRO સાથે કરાર કર્યા

આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકેશન ટ્રૅક કરવા માટે ઈસરો સાથે કરાર કર્યો છે, એટલે કે તે પછી તમે તમારા ઘરની નજીકના આધાર કેન્દ્રને શોધી શકો છો. આપને જણાવી દઈએ કે, ISRO, UIDAI અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આ કરાર પછી, તમે દેશના કોઈપણ વિસ્તારમાં તમારા ઘરે બેસીને નજીકના આધાર કેન્દ્ર વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો. આવો જાણીએ આ નવા ફીચર વિશે.

આધારે માહિતી આપી

આધારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. આધાર એ જણાવ્યું છે કે NRSC, ISRO અને UIDAI એ આધાર કાર્ડનું લોકેશન મેળવવા માટે સંયુક્ત રીતે ભુવન આધાર પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં કુલ ત્રણ સુવિધાઓ છે. આ પોર્ટલની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે આના દ્વારા આધાર કેન્દ્રની ઓનલાઈન માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, તે તમને તમારા નજીકના આધાર કેન્દ્ર સુધી પહોંચવાનો માર્ગ પણ જણાવશે. આમાં તમને અંતર વિશે પણ માહિતી આપવામાં આવશે.

આ રીતે જાણો લોકેશન

  1. આ માટે તમે પહેલા https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર જાઓ.
  2. આ પછી તમે તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી મેળવવા માટે Centre Nearby ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. અહીં તમને તમારા આધાર સેન્ટરનું લોકેશન મળશે.
  4.  આ સિવાય તમે Search by Aadhaar Seva Kendra પર પણ માહિતી મેળવી શકો છો.
  5. અહીં તમે આધાર કેન્દ્રનું નામ દાખલ કરો અને પછી તમને કેન્દ્રની માહિતી મળી જશે.
  6. જો તમે ઇચ્છો તો, તમે પિન કોડ દ્વારા સર્ચ કરીને તમારી આસપાસના આધાર કેન્દ્ર વિશે પણ માહિતી મેળવી શકો છો.
  7. આ પછી, છેલ્લો વિકલ્પ State-wise Aadhaar Seva Kendra છે, જે વિકલ્પ પસંદ કરીને તમે રાજ્યના તમામ આધાર કેન્દ્રોની માહિતી મેળવી શકો છો.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">