PAN Card Fraud: તમારા પાન કાર્ડની વિગતો ચોરી થઈ શકે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે સાયબર ફ્રોડ, જુઓ Video

સાયબર ઠગ તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે ઠગ લોકોએ આધાર અને PAN દ્વારા ઘણા લોકોને છેતર્યા છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય વ્યક્તિગત વિગતો PAN કાર્ડ દ્વારા શોધી શકાય છે.

PAN Card Fraud: તમારા પાન કાર્ડની વિગતો ચોરી થઈ શકે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે સાયબર ફ્રોડ, જુઓ Video
PAN Card Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 1:05 PM

PAN કાર્ડ (PAN Card) એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ બેંક સંબંધિત કામ માટે થાય છે. આ ઉપરાંત અલગ-અલગ હેતુઓ માટે જુદી-જુદી જગ્યાએ પાન કાર્ડની માહિતી આપવામાં આવે છે. સાયબર (Cyber Crime) ઠગ તેનો ફાયદો ઉઠાવે છે. પાન કાર્ડ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા ઘણા કેસ સામે આવી રહ્યા છે. આથી જ તમારે પાન કાર્ડના ઉપયોગનો ઇતિહાસ જાણવો જોઈએ. જેથી કરીને જાણી શકાય કે અન્ય કોઈ તેનો ઉપયોગ તો નથી કરી રહ્યા.

આ રીતે તમે બની શકો છો સાયબર ફ્રોડનો શિકાર

સાયબર ઠગ તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે ઠગ લોકોએ આધાર અને PAN દ્વારા ઘણા લોકોને છેતર્યા છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય વ્યક્તિગત વિગતો PAN કાર્ડ દ્વારા શોધી શકાય છે. તેની સાથે લોન દ્વારા પણ છેતરપિંડી થઈ શકે છે. જો તમારી સાથે આવી કોઈ ઘટના બની હોય, તો તમે સત્તાવાર વેબસાઇટ incometax.intelenetglobal.com/pan/pan.asp પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.

આવી રીતે ચેક કરો PAN Card ની હિસ્ટ્રી

પાન કાર્ડની હિસ્ટ્રી જાણવા માટે તમારે ઈમેલ આઈડી, જન્મ તારીખ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબરની જરૂર પડશે. આ પછી સંબંધિત વેબસાઇટની મુલાકાત લો. ત્યારબાદ તમને સમગ્ર ઈતિહાસ જોવા મળશે. તમે નાણાકીય માહિતી CIBIL સ્કોર દ્વારા મેળવી શકો છો. ઘણી એવી મોબાઈલ એપ છે જેના દ્વારા ફ્રીમાં CIBIL સ્કોર જાણી શકાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાન કાર્ડની વિગતો ચોરી ઠગ લોકો ઈન્સ્ટન્ટ લોન એપ્સનો ઉપયોગ કરે છે અને નાની રકમની લોન લે છે, કારણે કે તેના માટે કોઈ વેરિફિકેશનની જરૂર નથી. તેથી આવી રીતે નાની રકમની લોન દ્વારા છેતરપિંડી કરે છે.

આ પણ વાંચો : Courier Fraud: કુરિયર કંપનીના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, જુઓ Video

છેતરપિંડીથી બચવા શું કરવું

જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરવી જોઈએ. આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો. તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">