Courier Fraud: કુરિયર કંપનીના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, જુઓ Video

ઓનલાઈન ખરીદીમાં તમે પૈસાની છેતરપિંડી અથવા ફ્રોડના ઘણા કિસ્સાઓ તમે સાંભળતા હશો. પરંતુ ઠગ લોકોએ છેતરપિંડી કરવા માટે નવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. હવે કુરિયર કંપનીના નામે છેતરપિંડી થવા લાગી છે.

Courier Fraud: કુરિયર કંપનીના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, જુઓ Video
Courier Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 1:12 PM

હાલમાં લોકો પોતાની જરૂરિયાત અનુસાર નાનીથી લઈને મોટી દરેક વસ્તુની ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરી રહ્યા છે. ઓનલાઈન ખરીદીમાં તમે પૈસાની છેતરપિંડી (Cyber Crime) અથવા ફ્રોડના ઘણા કિસ્સાઓ તમે સાંભળતી હશો. પરંતુ ઠગ લોકોએ છેતરપિંડી કરવા માટે નવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તમે તેની કલ્પના પણ કરી શકતા નથી. હવે કુરિયર કંપનીના નામે છેતરપિંડી થવા લાગી છે.

1 દિવસથી લઈને 5 દિવસ સુધીનો સમય આપવામાં આવે છે

આપણે જ્યારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારબાદ તે વસ્તુને ઘર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટર કંપની કે કુરિયર કંપની આ કામ કરે છે. કુરિયર કંપનીને સામાન પહોંચાડવા માટે સમય મર્યાદા હોય છે. સામાન્ય રીતે તે 1 દિવસથી લઈને 5 દિવસ સુધીનો સમય આપવામાં આવે છે. ઘણી વખત પાર્સલને ઝડપથી મેળવવાના લોભમાં લોકો ગૂગલ પર જઈને કુરિયર કંપનીનો કસ્ટમેર કેર નંબર મેળવે છે.

5 રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે

લોકો તે નંબર પર ફોન કરીને પૂછે છે કે મારે પાર્સલ આજે જોઈએ છે ત્યારે ફોન પર એવું કહેવામાં આવે છે કે કોઈ વાંધો નહીં તમેને ડિલિવરી મળી જશે. પરંતુ તેના માટે તમને એક QR કોડ મોકલીશ, પછી તમારે તેમાં ઝડપી ડિલિવરી માટે 5 રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તમે પેમેન્ટ એપ દ્વારા ચુકવણી કરી શકો છો. જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે ત્યારે તમારા ખાતામાંથી 5 રૂપિયાના બદલે 1,500, 2,000, 5,000 કે 10,000 રૂપિયા ડેબિટ થઈ જાય છે અને તમે છેતરપિંડીના શિકાર બની જાઓ છો.

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક
વાસ્તુ મુજબ આ દિશામાં રાખી સાવરણી તો સુખ-સમુદ્ધિમાં થશે વધારો, જાણો અહીં
જાણો કેવી રીતે થાય છે પ્લેનનું પાર્કિંગ

આ પણ વાંચો : IRCTC App Fraud: જો તમે આઈઆરસીટીસીની એપ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો ? તો રહો સાવધાન, ફેક એપ દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video

કેવી રીતે બચવું

તમને પાર્સલ સાથે જોડાયેલી કોઈપણ માહિતી જોઈતી હોય તો કુરિયર કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને વેબસાઈટ પર આપેલી વિગતો પર જ સંપર્ક કરો. ગૂગલ પર જઈને સર્ચ કરતી વખતે સાવચેતી રાખો. ઘણી ફેક વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. તમારી બેંક ખાતાની વિગતો ક્યારેય કોઈને આપશો નહીં. સાથે જ ડેબિટ કાર્ડ કે ક્રેડિટના નંબર CVV કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.

જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">