Indian Railway: હવે રેલવે સ્ટેશન પર બનાવી શકાશે Aadhaar Card, ફ્લાઈટની ટિકિટ પણ કરી શકાશે બુક

ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે તેની સેવાઓમાં હંમેશા કંઈક નવું કરી રહી છે. ત્યારે અપડેટ કરવામાં આવ્યું છે કે એક તરફ, જ્યાં તમે ઘરે બેઠા આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકતા હતા, હવે તમે રેલવે સ્ટેશન પર જઈને તમારું આધાર કાર્ડ અને PAN પણ મેળવી શકો છો.

Indian Railway: હવે રેલવે સ્ટેશન પર બનાવી શકાશે Aadhaar Card, ફ્લાઈટની ટિકિટ પણ કરી શકાશે બુક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 4:18 PM

દેશમાં વિવિધ સેવાઓમાં હવે ટેક્નોલોજી (Technology)નો વિકાસ થઈ રહ્યો છે જેમાં ઘણી સુવિધાઓ ઓનલાઈન પણ મળે છે ત્યારે ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે તેની સેવાઓમાં હંમેશા કંઈક નવું કરી રહી છે. ત્યારે અપડેટ કરવામાં આવ્યું છે કે એક તરફ, જ્યાં તમે ઘરે બેઠા આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકતા હતા, હવે તમે રેલવે સ્ટેશન પર જઈને તમારું આધાર કાર્ડ (Aadhaar Card) અને PAN કાર્ડ પણ મેળવી શકો છો.

શું હશે સુવિધાઓ

આ સુવિધા પસંદગીના રેલવે સ્ટેશનો પર જ મળશે. આગામી દિવસોમાં ઝાંસીના વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન પર મુસાફરોને આ સુવિધા મળવા લાગશે. રેલવે સંસ્થા રેલટેલ (Railtel)હવે સ્ટેશનો પર રેલવે સાથી કિઓસ્ક (Railwire Saathi Kiosks)સ્થાપિત કરવા જઈ રહી છે. આના દ્વારા તમામ મુસાફરો ટ્રેનની ટિકિટ તેમજ પ્લેનની ટિકિટ બુક કરી શકશે. એટલું જ નહીં, તમે અહીંથી ઈન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરી શકો છો.

આ સુવિધા 200 સ્ટેશનો પર ઉપલબ્ધ થશે.

આ સુવિધાઓ વારાણસી અને પ્રયાગરાજ રેલવે સ્ટેશનો પર શરૂ થઈ ગઈ છે. આ સુવિધા આગામી સમયમાં નોર્થ ઈસ્ટર્ન રેલવેના લગભગ 200 સ્ટેશનો પર શરૂ થશે. આગામી દિવસોમાં અન્ય સેવાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે. આ સુવિધાની મદદથી તમે વીજળીનું બિલ અને ફોન પણ રિચાર્જ કરી શકશો. સ્વાભાવિક છે કે રેલવેની આ સુવિધાથી ઘણા લોકોને ફાયદો થવાનો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: Photos: નફરત ભરેલા વાતાવરણમાં ખીલ્યા ‘પ્રેમના ગુલાબ’, બોમ્બમારો અને ગોળીબારીના વાતાવરણ વચ્ચે યુક્રેનમાં અનેકના ચહેરાઓ પર જોવા મળ્યો ખુશીનો માહોલ, જાણો કેમ

આ પણ વાંચો: International Women’s Day: ભારતના રમત-ગમત ઈતિહાસની તે 8 મહિલાઓ જેમણે બદલી દેશની વિચારસરણી, બતાવ્યો નવી દુનિયાનો રસ્તો

આ પણ વાંચો: Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

g clip-path="url(#clip0_868_265)">