AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા મોબાઈલમાં ક્યારેય ડાઉનલોડ ના કરતા આ એપ, જો કરી તો થશે તમને ભારે નુકસાન

સમગ્ર વિશ્વમાં સાયબર ઠગ્સ, રોજબરોજ ટેક્નોલોજી સાથે સતત અપડેટ થતા રહે છે. પહેલા આ લોકો કોલ કરીને કે મેસેજ મોકલીને લોકોને છેતરતા હતા. પરંતુ હવે તેઓ સાયબર ફ્રોડ માટે એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તમને આર્થિક અને અંગત નુકસાન થાય છે.

તમારા મોબાઈલમાં ક્યારેય ડાઉનલોડ ના કરતા આ એપ, જો કરી તો થશે તમને ભારે નુકસાન
Never download this app in your mobile, if you do, you will suffer a lot
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2024 | 12:47 PM
Share

સમગ્ર વિશ્વમાં સાયબર ઠગ્સ, રોજબરોજ ટેક્નોલોજી સાથે સતત અપડેટ થતા રહે છે. પહેલા આ લોકો કોલ કરીને કે મેસેજ મોકલીને લોકોને છેતરતા હતા. પરંતુ હવે તેઓ સાયબર ફ્રોડ માટે એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તમને આર્થિક અને અંગત નુકસાન થાય છે. સાયબર ઠગ હવે નકલી URL ને બદલે છેતરપિંડી માટે ક્લોન એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેમાં એવી ઘણી બધી એપ્સ છે જે તમારા સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીનને સાયબર ઠગ્સ સાથે જોડી દે છે. જો તમે આ પ્રકારે છેતરપિંડી કરનારાઓથી બચવા માંગતા હોવ તો તમારે થોડું સાવચેત અને જાગૃત રહેવું પડશે.

આ એપ્સ કેવી રીતે કામ કરે છે

સાયબર ઠગ્સ આ એપ્સનો ઉપયોગ તમારા સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીન શેર કરવા માટે કરે છે, જેમાં તેઓ તમને એવી એપ્સ ઇન્સ્ટોલ કરવાની લાલચ આપે છે અને પછી છેતરપિંડી કરે છે. જે તમારા મોબાઈલ અને લેપટોપ સહીતના ઉપકરણની સ્ક્રીન તેમની સાથે શેર કરે છે. જેમાં તમે તમારા ફોન પર શું કરી રહ્યા છે તે દૂર બેઠા પણ જોઈ શકે છે. જ્યારે તમે બેંકિંગને લગતી કે નાણાકીય લેવડદેવડને લગતી વિગતો ભરો છો, ત્યારે તે તમામ માહિતી સાયબર ઠગ્સને ઉપલબ્ધ થઈ જાય છે અને આમ તમે છેતરપિંડીનો સરળતાથી શિકાર બનો છો.

તમે કઈ એપ્સનો ઉપયોગ કરો છો?

સાયબર ઠગ્સ સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીન શેર કરવા માટે ટીમ વ્યૂઅર, એની ડેસ્ક, રસ્ક ડેસ્ક એપ્લિકેશન, પુશ બુલેટ એપ્લિકેશનનો મોટોભાગે ઉપયોગ કરે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે કોઈપણ લલચામણી રજૂઆત અથવા લોભને કારણે તમારા ઉપકરણ પર આ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. જો તમે તેને અગાઉ ભૂલથી ઇન્સ્ટોલ કરી દીધું હોય, તો તમારે તેને તરત જ તમારા મોબાઈલ કે લેપટોપ સહીતના ઉપકરણમાંથી કાઢી નાખવું જોઈએ.

અજાણ્યા કોલ પર વિશ્વાસ ના કરો

આ સિવાય તમારે સાયબર ઠગ્સથી બચવા માટે બીજી એક વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમને ક્યારેય કોઈ અજાણ્યો કોલ આવે, અને તમને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે તો તમારે તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. જો તમે આમ કરો છો તો તમારું આર્થિક કે અન્ય પ્રકારે નુકસાન નિશ્ચિત છે. આ સાથે, તમારે નાણાકીય અને વ્યક્તિગત બંને રીતે નુકસાન સહન કરવું પડી શકે છે.

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">