Tech News: વોડાફોન, AT&T સહિતની ઘણી કંપનીઓએ યુક્રેન માટે કરી ફ્રી કોલિંગની જાહેરાત, રોમિંગ પણ કર્યું માફ

|

Mar 01, 2022 | 4:53 PM

યુરોપીયન ટેલિકોમ્યુનિકેશન્સ લોબિંગ જૂથ ETNOએ જણાવ્યું હતું કે આંતરિક સર્વેક્ષણ દર્શાવે છે કે યુક્રેન પર રશિયાના હુમલા પછી તેના ઓછામાં ઓછા 13 સભ્યો યુક્રેનિયનોને મદદ કરવા આગળ આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી પણ આવી જ અપેક્ષા છે.

Tech News: વોડાફોન, AT&T સહિતની ઘણી કંપનીઓએ યુક્રેન માટે કરી ફ્રી કોલિંગની જાહેરાત, રોમિંગ પણ કર્યું માફ
(PC: Social media)

Follow us on

રશિયા અને યુક્રેન (Ukraine Russia War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોયચે ટેલિકોમ, એટી એન્ડ ટી અને વોડાફોન સહિત એક ડઝનથી વધુ ટેલિકોમ કંપની (Telecom company)ઓએ યુક્રેનમાં મફત આંતરરાષ્ટ્રીય કૉલ્સની જાહેરાત કરી છે. આ કંપનીઓએ રોમિંગ ચાર્જ પણ નાબૂદ કર્યો છે. યુરોપીયન ટેલિકોમ્યુનિકેશન્સ લોબિંગ જૂથ ETNOએ જણાવ્યું હતું કે આંતરિક સર્વેક્ષણ દર્શાવે છે કે યુક્રેન પર રશિયાના હુમલા પછી તેના ઓછામાં ઓછા 13 સભ્યો યુક્રેનિયનોને મદદ કરવા આગળ આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી પણ આવી જ અપેક્ષા છે.

યુક્રેનમાં ફ્રી ઈન્ટરનેશનલ કોલ્સ ઉપરાંત રોમિંગ ચાર્જ નાબૂદ કરનાર ટેલિકોમ કંપનીઓમાં ડોઈશ ટેલિકોમ, ઓરેન્જ, ટેલિફોનિકા, ટેલિયા કો., A1 ટેલિકોમ ઑસ્ટ્રિયા ગ્રુપ, ટેલિનોર, પ્રોક્સિમસ, કેપીએન, વોડાફોન, વિવાકોમ, ટીઆઈએમ ટેલિકોમ ઈટાલિયા, અલ્ટીસ પોર્ટુગલ અને સ્વિસકોમનો સમાવેશ થાય છે. .

આમાંથી ઘણી કંપનીઓ પડોશી દેશોમાં શરણાર્થીઓને મફતમાં સિમ કાર્ડ આપી રહી છે. આ ઉપરાંત શરણાર્થી શિબિરોમાં ફ્રી વાઈ-ફાઈ અને એસએમએસનું ડોનેશન પણ ચાલુ છે. ગત અઠવાડિયે યુએસ ટેલિકોમ જૂથ એટીએન્ડટીએ જણાવ્યું હતું કે તેના યુએસ ગ્રાહક અને વ્યવસાયિક ગ્રાહકોને 7 માર્ચ સુધી યુક્રેનમાં અમર્યાદિત લાંબા અંતરની કૉલિંગ મળશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વેરિઝોને જણાવ્યું હતું કે તે 10 માર્ચ સુધી યુક્રેનથી લેન્ડલાઈન્સ અને ગ્રાહક અથવા વ્યવસાયિક વાયરલેસ ફોન પરના કૉલ્સ માટેના શુલ્કને માફ કરી રહી છે. વેરિઝોને યુક્રેનમાં તેના ગ્રાહકો માટે વૉઈસ અને ટેક્સ્ટ રોમિંગ શુલ્ક પણ દૂર કર્યા છે. આપને જણાવી દઈએ કે રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે બેઠક પણ યોજવામાં આવી હતી જેમાં શરતો પર સહમતિ ન થવા પર આ બેઠક નિષ્ફળ રહી હતી, ત્યારબાદ રશિયા વધુ આક્રમક મૂડમાં આવી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે.

આ પણ વાંચો: પ્રોફેશનલ ટેક્સ વસુલવાની સત્તા મહાનગરપાલિકા- નગરપાલિકાને આપવાની માગ, જાણો કઈ રીતે ગણતરી થાય છે અને કયા રાજ્યમાં શું સ્લેબ છે?

આ પણ વાંચો: Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

Next Article