પ્રોફેશનલ ટેક્સ વસુલવાની સત્તા મહાનગરપાલિકા- નગરપાલિકાને આપવાની માગ, જાણો કઈ રીતે ગણતરી થાય છે અને કયા રાજ્યમાં શું સ્લેબ છે?

મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવ્યા બાદ વળતર તરીકે વેચાણવેરા વિભાગ દ્વારા 2007-08માં પ્રોફેશનલ ટેક્સ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રોફેશનલ ટેક્સ ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો અને તે હેઠળ રહે છે.

પ્રોફેશનલ ટેક્સ વસુલવાની સત્તા મહાનગરપાલિકા- નગરપાલિકાને આપવાની માગ, જાણો કઈ રીતે ગણતરી થાય છે અને કયા રાજ્યમાં શું સ્લેબ છે?
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 2:39 PM

રાજ્યની તમામ કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યવસાયોના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ ટેક્સ (Professional tax) વસૂલવામાં આવે છે, સામાન્ય રીતે પગારદાર લોકોના પગારમાંથી દર મહિને પ્રોફેશનલ ટેક્સ કાપી લેવામાં આવે છે. આ ટેક્સ રાજ્ય સરકારના દાયરામાં આવે છે, જ્યારે સ્થાનિક નાગરિક સંસ્થાઓ એકત્રીકરણ એજન્ટ તરીકે કામ કરે છે.

રાજ્યના નાણા વિભાગને સુપરત કરાયેલ એક નવી દરખાસ્ત પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)અને નગરપાલિકા (Municipality) ઓને વ્યવસાયિક કર નક્કી કરવા અને ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવે અને કરને નાગરિક સંસ્થાઓના અધિકારક્ષેત્ર હેઠળ લાવવામાં આવે તેવી માગણી કરાઈ છે. રાજ્યના નાણા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે રાજ્યના શહેરી વિકાસ સચિવને રજૂઆત કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવ્યા બાદ વળતર તરીકે વેચાણવેરા વિભાગ દ્વારા 2007-08માં પ્રોફેશનલ ટેક્સ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રોફેશનલ ટેક્સ ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો અને તે હેઠળ રહે છે. નવા ગેઝેટ નોટિફિકેશનમાં ટેક્સને GPMC એક્ટ હેઠળ મૂકવો પડશે તેવું શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એકવાર રાજ્ય સરકાર ગેઝેટ નોટિફિકેશનને મંજૂર કરે તે પછી, દરેક મ્યુનિસિપલ ઓથોરિટીને પોતાના વિસ્તારમાં પ્રોફેશનલ ટેક્સ રેટમાં સુધારો કરવા માટેની સત્તા મળી જશે. આમ થયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પ્રોફેશનલ ટેક્સનું માળખું અલગ અલગ થઈ શકે છે.

ભારતના બંધારણની કલમ 276 ની કલમ (2) રાજ્ય સરકારને પ્રોફેશનલ ટેક્સ વસૂલાત કરવાનો અધિકાર પ્રદાન કરે છે. પ્રોફેશનલ ટેક્સ પૂર્વનિર્ધારિત કર સ્લેબ દ્વારા વસૂલવામાં આવે છે અને તે માસિક ચૂકવવામાં આવે છે. હાલમાં ભારતમાં પ્રોફેશનલ ટેક્સ લાદતા કેટલાક રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, બિહાર, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, મેઘાલય, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ત્રિપુરા છે.

જોકે ટેક્સ વ્યક્તિની આવકના આધારે વસૂલવામાં આવે છે. કોઈપણ રાજ્ય પ્રોફેશનલ ટેક્સ તરીકે મહત્ત્મ 2500 રૂપિયા વસૂલ કરી શકે છે. કલમ 16 હેઠળ પ્રોફેશનલ ટેક્સની કપાત કરવામાં આવે છે.

પ્રોફેશનલ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી?

વ્યક્તિઓ તેમના પ્રોફેશનલ ટેક્સની ગણતરી કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કુલ પગાર અને ટેક્સ સ્લેબના આધારે પ્રોફેશનલ ટેક્સ નક્કી કરવામાં આવે છે. સ્લેબના દરો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં અત્યારે પ્રોફેશનલ ટેક્સનો સ્લેબ જોઅએ તો રૂ. 5999 સુધી શૂન્ય ટેક્સ છે. રૂ. 6000થી રૂ. 8,999 સુધી રૂ. 80 ટેક્સ લેવાય છે. રૂ. 9,000 થી રૂ. 11,999 સુધી રૂ. 150 અને રૂ. 12,000 અને તેથી વધુ આવક પર રૂ. 200 પ્રોફેશનલ ટેક્સ વસુલાય છે. બિહારમાં 3 લાખ સુધીના આવક પર શૂન્ય ટેક્સ છે જ્યારે મધ્ય પ્રદેશમાં 2.25 લાખ સુધીના આવક પર શૂન્ય ટેક્સ છે. રદેક રાજ્યમાં ટેક્સના સ્લેબ અલગ છે.

પ્રોફેશનલ ટેક્સ માટે મુક્તિ છે:

– શારીરિક રીતે વિકલાંગ અથવા માનસિક રીતે વિકલાંગ બાળકના માતાપિતા અથવા વાલી

– 40 ટકા કે તેથી વધુ કાયમી શારીરિક વિકલાંગતા અથવા અંધત્વથી પીડાતી વ્યક્તિ

– મૂલ્યાંકનકર્તાએ 65 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે. કર્ણાટક રાજ્ય માટે, તે 60 વર્ષ છે

( નોંધ- ઉપરોક્ત જોગવાઈઓ વિવિધ રાજ્યોમાં બદલાઈ શકે છે)

રાજ્ય મુજબ વ્યવસાયિક કર સ્લેબ (નાણાકીય વર્ષ 22 – 23)

મહારાષ્ટ્રમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                         દર મહિને કર

પુરુષો માટે INR 7,500 સુધી                 NIL

મહિલાઓ માટે INR 10,000 સુધી        NIL

INR 7,500 થી INR 10,000 સુધી       INR 175

INR 10,000 અને તેથી વધુ                  INR 200 (INR 300/- ફેબ્રુઆરી મહિના માટે)

તમિલનાડુમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                        દર મહિને કર

INR 21,000 સુધી                                NIL

INR 21,001 થી INR 30,000 સુધી    INR 135

INR 30,001 થી INR 45,000 સુધી    INR 315

INR 45,001 થી INR 60,000 સુધી    INR 690

INR 60,001 થી INR 75,000 સુધી   INR 1025

INR 75,000 થી વધુ                            INR 1250

કર્ણાટકમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                        દર મહિને કર

INR 15,000 સુધી                               NIL

INR 15,000 થી વધુ                           INR 200

આંધ્ર પ્રદેશમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                        દર મહિને કર

INR 15,000 સુધી                               NIL

INR 15,001 થી INR 20,000 સુધી   INR 150

INR 20,001 થી વધુ                           INR 200

કેરળમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                        દર મહિને કર

INR 11,999 સુધી                               NIL

INR 12,000 થી INR 17,999          INR 120

INR 18,000 થી INR 29,999         INR 180

INR 30,000 થી INR 44,999         INR 300

INR 45,000 થી INR 59,999        INR 450

INR 60,000 થી INR 74,999        INR 600

INR 75,000 થી INR 99,999          INR 750

INR 1,00,000 થી INR 1,24,999    INR 1000

1,25,000 થી વધુ                                INR 1250

તેલંગાણામાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                        દર મહિને કર

INR 15,000 સુધી                                NIL

INR 15,001 થી INR 20,000 સુધી     INR 150

INR 20,000 થી વધુ                             INR 200

ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                         દર મહિને કર

INR 5,999 સુધી                                    NIL

INR 6,000 થી INR 8,999 સુધી         INR 80

INR 9,000 થી INR 11,999 સુધી         INR 150

INR 12,000 અને તેથી વધુ                    INR 200

બિહારમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

INR 3,00,000 સુધી                                  NIL

INR 3,00,001 થી INR 5,00,000           INR 1000

INR 5,00,001 થી INR 10,00,000         INR 2000

INR 10,00,001 થી વધુ                             INR 2500

મધ્યપ્રદેશમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                            દર મહિને કર

INR 2,25,000 સુધી                                   NIL

INR 22,5001 થી INR 3,00,000           INR 1500

INR 3,00,001 થી INR 4,00,000        INR 2000

INR 4,00,001 થી વધુ                             INR 2500

પશ્ચિમ બંગાળમાં વ્યવસાયિક ટેક્સ સ્લેબ

માસિક પગાર                                             દર મહિને કર

INR 10,000 સુધી                                         શૂન્ય

INR 10,001 થી INR 15,000                   INR 110

INR 15,001 થી INR 25,000                   INR 130

INR 25,001 થી INR 40,000                 INR 150

INR 40,001 થી ઉપર                               INR 200

ઓડિશામાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                          દર મહિને કર

INR 1,60,000 સુધી                                 NIL

INR 160,001 થી INR 3,00,000          INR 1500

INR 3,00,001 થી વધુ                            INR 2500

સિક્કિમમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                         દર મહિને કર

INR 20,000 સુધી                                  NIL

INR 20,001 થી 30,000 રૂપિયા સુધી  INR 125

INR 30,001 થી થી INR 40,000        INR 150

INR 40,000 થી વધુ                              INR 200

આસામમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                         દર મહિને કર

INR 10,000 સુધી                                  NIL

INR 10,001 થી INR 15,000 સુધી       INR 150

INR 15,001 થી INR 25,000 સુધી       INR 180

INR 25,000 થી વધુ                              INR 208

મેઘાલયમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                              દર મહિને કર

INR 50000 સુધી                                       NIL

INR 50,001 થી INR 75,000                  INR 200

INR 75,001 થી INR 1,00,000               INR 300

INR 1,00,001 થી INR 1,50,000            INR 500

INR 1,50,001 થી INR 2,00,000            INR 750

INR 2,00,001 થી INR 2,50,000           INR 1000

INR 2,50,001 થી INR 3,00,000           INR 1250

INR 3,00,001 થી INR 3,50,000           INR 1500

INR 3,50,001 થી INR 4,00,000           INR 1800

INR 4,00,001 થી INR 4,50,000          INR 2100

INR 4,50,001 થી INR 5,00,000           INR 2400

5,00,001 થી વધુ                                        INR 2500

ત્રિપુરામાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                         દર મહિને કર

INR 7500 સુધી                                           NIL

INR 7,501 થી INR 15,000                        INR 1800

INR 15001 થી ઉપર                                    INR 2,496

છત્તીસગઢમાં પ્રોફેશનલ ટેક્સ સ્લેબ

માસિક પગાર                                                   દર મહિને કર

INR 1,50,000 સુધી                                         NIL

INR 1,50,001 થી INR 2,00,000 સુધી          INR 150

INR 2,00,000 થી INR 2,50,000 સુધી        INR 180

INR 2,50,001 થી INR 3,00,000 સુધી        INR 190

INR 3,00,000 થી વધુ                                    INR 200

આ સિવયના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રોફેશનલ ટેક્સ લાગુ નથી.

આ પણ વાંચો: Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

આ પણ વાંચો: Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

g clip-path="url(#clip0_868_265)">