AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ઓગસ્ટે ISRO લોન્ચ કરશે EOS-3 સેટેલાઇટ, તેની નજરથી કોઇપણ દુશ્મન બચી નહીં શકે

આ સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન ધરાવતા રોકેટની આઠમી ઉડાન હશે. GSLV રોકેટની 14 મી ઉડાન લોન્ચના 19 મિનીટની અંદર EOS-3/GISAT-1 સેટેલાઇટને પોતાની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દેવાશે.

12 ઓગસ્ટે ISRO લોન્ચ કરશે EOS-3 સેટેલાઇટ, તેની નજરથી કોઇપણ દુશ્મન બચી નહીં શકે
Isro to launch EOS-3 satellite on Aug 12
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 11:03 PM
Share

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ દાવો કર્યો છે કે તે 12 ઓગસ્ટે ઇઓએસ-3 (EOS-3) સેટેલાઇટને લોન્ચ કરશે. લોન્ચિંગ માટે GSLV-MK3 નો ઉપયોગ કરવામાં આવશે. EOS-3/GISAT-1 ની લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર્સ પરથી કરવામાં આવશે,

તેને 12 ઓગસ્ટ 2021 ના રોજ 5: 43 એ લોન્ચ કરવામાં આવશે. કોરોનાની બીજી લહેરને કારણે ચાલી રહેલા આ મિશનને રોકી દેવામાં આવ્યુ હતુ. હવે એજન્સી તેને ફરીથી લોન્ચ કરશે. ચંદ્રયાન 2 મિશન બાદ GSLV Mk III (લોન્ચ વ્હિકલ) ની મદદથી લોન્ચ થનાર આ બીજી સંચાલિત ઉડાન હશે.

તે સેટેલાઇટ સુરક્ષા માટે કામ આવશે. તે એક અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ છે. જે ફક્ત ભારતની જમીન અને તેની સીમાઓ પર અંતરિક્ષમાંથી નજર રાખશે. રોકેટ GSLV Mk III સેટેલાઇટને જીયોસ્ટેશનરી ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે 36 હજાર કિલોમીટરની ઉંચાઇ પર પૃથ્વીના ચક્કર લગાવતી રહેશે.

ભારતે હમણા સુધી 600 થી 800 સેટેલાઇટ લોન્ચ કરી છે.

લોન્ચિંગ વાતાવરણ અથવા તો કોઇ ટેક્નીકલ સમસ્યાને કારણે સ્થગિત પણ થઇ શકે છે. GSLV-MK3 રોકેટથી પહેલી વાર ઓઝાઇવ્ડ શેપ્ડ પેલોડ ફેયરિંગ (OPLF) સેટેલાઇટને છોડવામાં આવશે. એટલે કે, EOS-3/GISAT-1 સેટેલાઇટ OPLF કેટેગરીમાં આવે છે. તેનો મતલબ છે કે સેટેલાઇટ 4 મીટર વ્યાસના મહેરાબ જેવી દેખાશે.

ઇસરોના સૂત્રો પ્રમાણે, આ સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન ધરાવતા રોકેટની આઠમી ઉડાન હશે. GSLV રોકેટની 14 મી ઉડાન લોન્ચના 19 મિનીટની અંદર EOS-3/GISAT-1 સેટેલાઇટને પોતાની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દેવાશે. 2268 કિલોગ્રામ વજનની EOS-3/GISAT-1 સેટેલાઇટ હમણા સુધીમાં ભારતની સૌથી ભારે અર્થ ઓબ્ઝર્વેશવન સેટેલાઇટ હશે.

આની પહેલા ભારતે 600 થી 800 કિલોગ્રામની સેટેલાઇટને લોન્ચ કરી હતી. આ સેટેલાઇટ ધરતીના ચારેતરફ 600 કિલોમીટરની ઉંચાઇ પર પોલથી પોલ સુધીનો એક ચક્કર 90 મિનીટમાં લગાવતી. આ સેટેલાઇટની ખાસ વાત એ છે કે તેમાં ત્રણ કેમેરા લાગેલા છે.

પહેલો મલ્ટી સ્પેક્ટ્રલ વિઝિબલ એન્ડ નીયર-ઇંફ્રારેડ, બીજો હાઇપર-સ્પેક્ટ્રમ વિઝિબલ એન્ડ નીયર ઇંફ્રારેડ અને ત્રીજો હાઇપર-સ્પેક્ટ્રલ શોર્ટ વેવ-ઇંફ્રારેડ. પહેલા કેમેરાનું રેઝોલ્યુશન 42 મીટર, બીજો 318 મીટર અને ત્રીજાનું 191 મીટર છે.

આ પણ વાંચો – BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી

આ પણ વાંચો – Gujarat માં ગુરુવારે રેકોર્ડ બ્રેક પોણા છ લાખ લોકોનું રસીકરણ, અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને અપાઈ રસી

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">