Chandrayaan 3 Landing Video : ચંદ્રયાન 3ની ચંદ્ર પરની ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગનો વીડિયો થયો જાહેર, ગર્વથી ફૂલી ભારતીયોની છાતી
Chandrayaan 3 Landing Video :લેન્ડિંગના 24 કલાક બાદ સમાચાર આવ્યા છે કે ચંદ્રયાન 3ની દરેક સિસ્ટમ સારી રીતે ચાલી રહી છે. આ સાથે જ ઈસરોએ (ISRO) ચંદ્રયાન 3ની લેન્ડિંગ સમયમાં ફોટો ભેગા કરીને આ ઐતિહાસિક લેન્ડિંગનો વીડિયો પણ શેયર કર્યો છે.
Chandrayaan 3 Upadtes : 23 ઓગસ્ટ, 2023નો દિવસ દરેક ભારતીયો માટે ઐતિહાસિક દિવસ હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ લેન્ડ થતા જ ઈસરોના ચંદ્રયાન 3એ ઈતિહાસ રચ્યો હતો. લેન્ડિંગના 24 કલાક બાદ સમાચાર આવ્યા છે કે ચંદ્રયાન 3ની દરેક સિસ્ટમ સારી રીતે ચાલી રહી છે. આ સાથે જ ઈસરોએ (ISRO) ચંદ્રયાન 3ની લેન્ડિંગ સમયમાં ફોટો ભેગા કરીને આ ઐતિહાસિક લેન્ડિંગનો વીડિયો પણ શેયર કર્યો છે.
મિશન ચંદ્રયાન-3 પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 , 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવામાં તેને 41 દિવસનો સમય લાગ્યો. ચંદ્રયાન-3 એ ચાર વર્ષમાં ઈસરોનું બીજું મિશન છે. ISRO આ પ્રયાસમાં ચંદ્ર પર ચંદ્રયાન 3નું લેન્ડિંગ સફળ થતા જ, ભારત આવું કરનાર યુએસ, ચીન અને સોવિયેત યુનિયન (હવે રશિયા) પછી ચોથો દેશ બની ગયો છે.
આ પણ વાંચો : ચંદ્રયાન 3 સફળ થવાથી સામાન્ય માણસને શું ફાયદો થશે ? સરળ ભાષામાં સમજો
ઐતિહાસિક લેન્ડિંગનો વીડિયો
Here is how the Lander Imager Camera captured the moon’s image just prior to touchdown.#Chandrayaan3 #ISRO pic.twitter.com/K6922vjlQi
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 24, 2023
Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal.
Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today.
Rover mobility operations have commenced.
SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday.
— ISRO (@isro) August 24, 2023
આ પણ વાંચો : લખ્યુ ચંદ્ર પર આપણે જય હિન્દુસ્તાન, અમિતાભ બચ્ચને Chandrayaan 3ની સફળતા પર વાંચી સ્પેશિયલ કવિતા
લેન્ડર વિક્રમ હવે શું કરશે?
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ વિક્રમનું કામ પૂર્ણ નહીં થાય. તે આગામી 14 દિવસ સુધી સતત કામ કરતું રહેશે અને રોવરમાંથી જે પણ માહિતી પ્રાપ્ત થશે તેને પૃથ્વી પર પહોંચાડશે. આ ઉપરાંત વિક્રમ તેની તરફથી પણ માહિતી એકત્ર કરવાનું કામ ચાલુ રાખશે. તેમાં ચાર પેલોડ છે. તેનું પ્રથમ કાર્ય ચંદ્રની સપાટીના પ્લાઝ્મા અને ઘનતા શોધવાનું હશે. આ સિવાય તે ચંદ્રના થર્મલ ગુણધર્મોને માપશે.
રોવર શું કામ કરશે ?
રોવર એક દિવસ ચંદ્ર પર કામ કરશે. તે પૃથ્વીના 14 દિવસ બરાબર હશે. તેમાં બે પેલોડ છે. પ્રથમ પેલોડ્સ LIBS છે જે ચંદ્રની સપાટી પરથી માહિતી એકત્રિત કરશે. તેનાથી ચંદ્રની જમીનની રચના કેવી છે તે જાણવા મળશે. સપાટી પર કેટલા રાસાયણિક તત્વો છે? બીજો પેલોડ આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર છે, જે ચંદ્રની સપાટી પરના ખનિજો, જેમ કે કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયર્નને ઓળખશે અને તેના જથ્થા વિશે માહિતી આપશે.
રોવર વિક્રમને માહિતી મોકલશે
ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરની હિલચાલની જાણકારી લેન્ડર વિક્રમને આપવામાં આવશે. રોવર માત્ર વિક્રમ સાથે જ કનેક્ટ થશે અને વિક્રમ લેન્ડર સીધું ISRO સાથે જોડાશે. જે રોવરથી પ્રાપ્ત માહિતી ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા ઈસરોને મોકલશે. ચંદ્ર પરથી જે પણ સિગ્નલ મોકલવામાં આવશે તે ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા સીધા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક સુધી પહોંચશે. આ નેટવર્ક કર્ણાટકના રામનગર જિલ્લામાં છે. ત્યાંથી ચંદ્ર પરથી મળેલા સિગ્નલોને ડીકોડ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને ISTRAC એટલે કે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક કહેવામાં આવે છે.
ચંદ્રયાન 3 મિશનનો ઉદ્દેશ શું ?
- ચંદ્રના વાતાવરણમાં થતા તાપમાનના ફેરફાર નોંધવા.
- ચંદ્રની સપાટી ઉપર સોલાર પવનોની અસર નોંધવી.
- ચંદ્રની સપાટી પર પાણીની શક્યતા, ખનીજોની ઉપલબ્ધતાની તપાસ કરશે.
- ચંદ્ર પર બરફનું પ્રમાણ અને ભૂકંપની શક્યતાઓ અને ભવિષ્યના મિશન માટેની યોજનાઓ સાકાર કરવાની શક્યતા તપાસશે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવની પહેલી ઝલક
Chandrayaan-3 Mission: Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
— ISRO (@isro) August 23, 2023
Chandrayaan-3 Mission: The image captured by the Landing Imager Camera after the landing.
It shows a portion of Chandrayaan-3’s landing site. Seen also is a leg and its accompanying shadow.
Chandrayaan-3 chose a relatively flat region on the lunar surface … pic.twitter.com/xi7RVz5UvW
— ISRO (@isro) August 23, 2023
ચંદ્ર પરથી ભારત માટે ચંદ્રયાન 3નો પહેલો મેસેજ
Chandrayaan-3 Mission: ‘India, I reached my destination and you too!’ : Chandrayaan-3
Chandrayaan-3 has successfully soft-landed on the moon !.
Congratulations, India!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023
Chandrayaan-3 Mission:
India is on the moon.
Appreciations and thanks for all the contributions from India and abroad to this ISRO-turned-National endeavour called Chandrayaan-3.https://t.co/MieflRY20B Thank You!@PMOIndia@DrJitendraSingh@HALHQBLR@BHEL_India…
— ISRO (@isro) August 23, 2023
ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર પર ઉતરતાની સાથે જ સંદેશ મોકલ્યો છે. તેણે કહ્યું કે હું ભારતમાં મારા મુકામ પર પહોંચી ગયો છું અને તમે પણ. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. બુધવારે અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચતા, ISROએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સજ્જ LMનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી.