લખ્યુ ચંદ્ર પર આપણે જય હિન્દુસ્તાન, અમિતાભ બચ્ચને Chandrayaan 3ની સફળતા પર વાંચી સ્પેશિયલ કવિતા
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પર ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી હતી. તેમણે વિજ્ઞાનીઓની મહેનતની પ્રશંસા કરી અને આ ગૌરવને કવિતામાં મૂક્યું. બિગ બીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.
Mumbai : વર્તમાન સમય તમામ ભારતીયો માટે ગૌરવનો સમય છે. ભારતે ચંદ્ર પર પગ જમાવી દીધો છે. ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે, જેના પછી આખી દુનિયાએ ભારતની તાકાત સ્વીકારી લીધી છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ અવસર પર ખૂબ જ ખુશ છે અને પોતપોતાની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરી રહ્યા છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ કેબીસીના (KBC) સેટ પર દેશના વૈજ્ઞાનિકો અને તેમના સંઘર્ષની પ્રશંસા કરી હતી અને એક કવિતા પણ વાંચી હતી.
અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેઓ કવિતા સંભળાવી રહ્યા છે અને દેશના વૈજ્ઞાનિકોની ગાથા ગાઈ રહ્યા છે. બિગ બી દ્વારા વાંચવામાં આવેલી કવિતા કંઈક આ પ્રમાણે છે – યે સજતા સંવર્ત નિખરતા યે દેશ. ચાંદ પે હમને લિખા જય હિન્દુસ્તાન.
આ પણ વાંચો : 69th National Film Awardsની આજે જાહેરાત, કોણ કોણ છે રેસમાં, ક્યાં LIVE જોવાનું છે, તમામ વિગતો જાણો
View this post on Instagram
આ પણ વાંચો : બ્લેક સાડીમાં જોવા મળ્યો Samantha ruthનો આકર્ષક અંદાજ, જુઓ Photos
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સિવાય અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી, શાહરૂખ ખાન, રિતિક રોશન અને એસએસ રાજામૌલીએ પણ ઈસરો સહિત દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. હવે અમિતાભ બચ્ચન તેમના આગામી શોમાં આ કવિતા સંભળાવીને ચંદ્રયાન 3 ની સફળતાની ઉજવણી કરશે. ચંદ્રયાન 3 ની સફળતાથી દેશભરમાં ખુશીનો માહોલ છે. જે ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશો નથી કરી શક્યા તે ચંદ્રયાન 3 એ ઓછા બજેટમાં કરી બતાવ્યું.
ઈસરો હજુ રોકાયું નથી, ચંદ્રયાન-3 પછી એવા ઘણા મિશન છે, જે ઈતિહાસ રચી શકે છે. ઈસરોએ ચંદ્ર પછી મંગળ, શુક્ર અને સૂર્યને પણ કબજે કરવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચંદ્રયાન-3ની સફળતા બાદ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતનું ISRO આવનારા સમયમાં આ મિશન હાથ ધરશે અને આ દિશામાં પગલાં લઈ ચૂક્યા છે. ચંદ્ર પછી, ISROના મુખ્ય મિશન કયા છે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.