Chandrayaan 3: ટાટા, ગોદરેજ અને ઈસરોની જુગલબંધીએ આ રીતે રચ્યો ઈતિહાસ, જાણો ચંદ્રયાન 3ની સફળતા પાછળ દિગ્ગજોની ભૂમિકા
Chandrayaan 3: ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચાયો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર વડાપ્રધાન મોદી સહિત સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. જ્યારે ISRO ખરેખર અભિનંદનને પાત્ર છે, ત્યારે ભારતની સૌથી જૂની કંપનીઓ ટાટા અને ગોદરેજે પણ આ મિશનને સફળ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ISRO : આજે 23 ઓગસ્ટના દિવસે ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરી ગયું છે. લેન્ડર વિક્રમ પર સફળ ચંદ્ર ઉતરાણ સાથે, ભારતે અવકાશમાં ઇતિહાસ રચ્યો છે. આખા દેશની નજર આ ચંદ્રયાન 3 ઐતિહાસિક મિશન પર ટકેલી હતી. સ્પેસએક્સના વડા એલોન મસ્કે પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. આ મિશનને સફળ બનાવવામાં ISROના મહત્વપૂર્ણ યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં.
ઈસરોએ આ ઈતિહાસ રચવામાં દિવસ-રાત એક કર્યા હતા. ભારતની એવી ઘણી કંપનીઓ પણ આ મિશનમાં સામેલ હતી, જેણે આ મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ. આ ક્ષેત્રની ઘણી કંપનીઓએ ભારતના આ મિશનને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે. ખાસ કરીને રતન ટાટાની ટાટા સ્ટીલ અને ભારતના સૌથી જૂના બિઝનેસ હાઉસ ગોદરેજ ગ્રુપે મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો જાણીએ કે ટાટા અને ગોદરેજ જૂથે આ મિશનને સફળ બનાવવામાં કેવી રીતે યોગદાન આપ્યુ.
#WATCH | Indian Space Research Organisation’s (ISRO) third lunar mission Chandrayaan-3 makes soft-landing on the moon pic.twitter.com/vf4CUPYrsE
— ANI (@ANI) August 23, 2023
ટાટા સ્ટીલનું મહત્વનું યોગદાન
ચંદ્રયાન-3ને સફળ બનાવવામાં રતન ટાટાની કંપની ટાટા સ્ટીલે મહત્વની ભૂમિકા ભજવી છે. તે રોકેટમાં ટાટા સ્ટીલની ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેણે ચંદ્ર પર ઉડાન ભરી હતી. લોન્ચ કરતા પહેલા કંપનીએ એક નિવેદન બહાર પાડ્યુ હતુ. તેને કહેવામાં આવ્યું કે તેને ગર્વ છે કે તે દેશના આ મિશનમાં ઉપયોગી થઈ શકે છે. ટાટા સ્ટીલ દ્વારા બનાવેલ લોન્ચ વ્હીકલ LVMthree ફેટ બોયને એસેમ્બલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા સ્ટીલે તેને જમદેશપુરની ફેક્ટરીમાં બનાવ્યુ હતુ.
ગોદરેજ એરોસ્પેસે મહત્વની ભૂમિકા ભજવી
ટાટા સ્ટીલ ઉપરાંત, ભારતના અન્ય જૂના બિઝનેસ હાઉસ, ગોદરેજ એરોસ્પેસે પણ ચંદ્રયાન 3 ની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે. ગોદરેજ ગ્રુપના સ્પેસ સેક્ટરમાં કામ કરતી કંપની ગોદરેજ એરોસ્પેસે ચંદ્રયાન 3 માટે વ્હીકલ ડેવલપમેન્ટ એન્જિન, સેટેલાઇટ થ્રસ્ટર્સ તૈયાર કર્યા છે. કંપનીએ મુંબઈ નજીકના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કર્યું હતું. એન્જિન અને થ્રસ્ટર્સ ઉપરાંત, ગોદરેજ એરોસ્પેસે આ મિશન માટે L110 એન્જિન પણ વિકસાવ્યુ છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવ ઈતિહાસ માટે સ્વર્ણીમ સૂર્યોદય બનશે.