AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: DRDOએ 45 દિવસમાં બનાવી 7 માળની બિલ્ડિંગ, જેમાં બનશે ભારતના સૌથી એડવાન્સ ફાઈટર જેટ

આ બિલ્ડિંગમાં ભારતનું સૌથી એડવાન્સ જેટ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બહુમાળી ઈમારત હાઈબ્રિડ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં કુલ 45 દિવસનો સમય લાગ્યો હતો.

Tech News: DRDOએ 45 દિવસમાં બનાવી 7 માળની બિલ્ડિંગ, જેમાં બનશે ભારતના સૌથી એડવાન્સ ફાઈટર જેટ
DRDOImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 11:34 AM
Share

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (DRDO)એ વધુ એક આશ્ચર્યજનક કામ કર્યું છે. કુલ 45 દિવસમાં DRDOએ બેંગ્લોરમાં 7 માળની ઈમારત તૈયાર કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આપને જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં ભારતનું સૌથી એડવાન્સ જેટ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બહુમાળી ઈમારત હાઈબ્રિડ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં કુલ 45 દિવસનો સમય લાગ્યો હતો.

કુલ 45 દિવસમાં 7 માળની ઈમારત બનાવી

ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આ 7 માળની ઈમારતનો ઉપયોગ 5th જનરેશન મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તરીકે કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આ એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ માટે એવિઓનિક્સ વિકસાવશે.

દેશમાં સૌપ્રથમવાર આવો રેકોર્ડ બન્યો

એડવાન્સ ફાઈટર જેટ્સ અને એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ્સ (FCS) માટે એવિઓનિક્સ ડેવલપમેન્ટની સુવિધાઓ પણ પૂરી પાડશે. નોંધનીય છે કે તેનું નિર્માણ કાર્ય 1 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 22 નવેમ્બર, 2021ના ​​રોજ કરવામાં આવ્યો હતો.

આટલા ઓછા સમયમાં પ્રથમ વખત આવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. નોંધપાત્ર રીતે ભારત તેની સંરક્ષણ પ્રણાલી પર ઘણો ખર્ચ કરે છે. તેને વધુ મજબૂત બનાવવા માટે હવે આપણે 5th પેઢીના ફાઈટર જેટ વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ. આ માટે AMCA પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો: કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની પહેલ, ધોનીનું ફાર્મ હોળીના અવસર પર ત્રણ દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું

આ પણ વાંચો: Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">