AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના ‘મોઢા’ પર હશે એક જ નામ ‘વંદે ભારત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ બાદ પોતાના મતવિસ્તાર વારાણસીને મોટી ભેટ આપે તેવી શક્યતા છે. આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશમાં જ બનેલી ટ્રેન-18ને દિલ્હીથી વારાણસી જવા રવાના કરી શકે છે. તાજેતરમાં ભારતીય રેલવેના અધિકારીઓએ વડાપ્રધાન કાર્ચાલયનો સંપર્ક કરીને તેમનો સમય માગ્યો હતો જેથી તે ટ્રેન-18ની સેવા વડાપ્રધાનના હસ્તે શરુ કરાવી શકે. બધા સુરક્ષાના પરિણામો […]

દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના 'મોઢા' પર હશે એક જ નામ 'વંદે ભારત'
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 28, 2019 | 5:59 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ બાદ પોતાના મતવિસ્તાર વારાણસીને મોટી ભેટ આપે તેવી શક્યતા છે. આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશમાં જ બનેલી ટ્રેન-18ને દિલ્હીથી વારાણસી જવા રવાના કરી શકે છે.

તાજેતરમાં ભારતીય રેલવેના અધિકારીઓએ વડાપ્રધાન કાર્ચાલયનો સંપર્ક કરીને તેમનો સમય માગ્યો હતો જેથી તે ટ્રેન-18ની સેવા વડાપ્રધાનના હસ્તે શરુ કરાવી શકે. બધા સુરક્ષાના પરિણામો અને તપાસ બાદ હવે રેલવેએ આગામી સમયમાં તેને ચલાવવાનો નિર્ણય લીધો હતો. રેલવેએ પોતાની ટ્રેનના પરિક્ષણો કર્યા બાદ તેના ઉદઘાટન માટે વડાપ્રધાન કાર્યાલય પાસે સમયની માંગણી કરી છે.

ટ્રેન-18ની વિશેષતાઓમાં જોવા જઈએ તો તેનું ભાડુ શતાબ્દી એક્સપ્રેસ કરતાં પણ વધારે આંકવામાં આવી રહ્યું છે. એક્ઝ્યુકેટીવ કલાસનું ભાડુ 2800થી 2900ની વચ્ચે રહેવાની સંભાવના છે જ્યારે ચેર કલાસ માટે આ રકમ 1600થી 1700 રુપિયા માનવામાં આવી રહી છે. જોકે ટ્રેનમાં જે સુવિધાઓ આપવામાં આવશે તેની સાપેક્ષમાં આ ભાડુ મુસાફરોને વધારે નહીં લાગે તેવો અંદાજ છે.

રેલવેના અધિકારીઓના કહેવા મુજબ વડાપ્રધાન બજેટ જાહેર કર્યા પછી આ ટ્રેનના ઉદઘાટન માટે આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી વડાપ્રધાનના ચુંટણીક્ષેત્ર વારાણસી વચ્ચે ચાલશે. અધિકારીઓએ જણાવ્યું કે સરકારના ઈલેક્ટ્રીકલ અધિકારીઓ દ્વારા જે છેલ્લી પરિક્ષણની રાહ જોવામાં આવતી હતી તેની પણ મંજુરી મળી ગઈ છે જેના લીધે હવે આ ટ્રેનને દોડાવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અમે વડાપ્રધાન પાસે નવી-દિલ્હીથી વારાણસી ટ્રેનને ચલાવવા માટેના ઉદઘાટન કાર્યક્રમને લઈને સમય માગ્યો છે.

આ ટ્રેનની ખાસિયતોમાં જોવા જઈએ તો નવી દિલ્હીથી વારાણસી વચ્ચેનું 755 કિલોમીટરના અંતરને આ ટ્રેન આઠ કલાકમાં કાપી નાંખશે. વર્તમાન સમયમાં ચાલનારી ટ્રેનો આ અંતરને 11 કલાકની મુસાફરી બાદ કાપે છે.

ટ્રેનનું નિર્માતા કોણ છે?

આ સેમી બુલેટ્ર ટ્રેનનું નિર્માણ ચેન્નઈ ખાતે આવેલી ઈંટિગ્રલ કોંચ ફેક્ટરી(ICF) ચેન્નઈ દ્વારા કરવામાં આવ્યું છે. પરીક્ષણમાં આ ટ્રેનને મહત્તમ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટ્રેન ઈલેક્ટ્રીક ટ્રેક્શન દ્વારા ચાલે છે અને આગળના વર્ષેથી આ ટ્રેન-18 શતાબ્દી ટ્રેનની જગ્યા લઈ લેશે. આ ટ્રેનને હાલ ટ્રેન-18માંથી નવું નામ આપવામાં આવ્યું છે ‘વંદે ભારત એક્સપ્રેસ’.

[yop_poll id=856]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
g clip-path="url(#clip0_868_265)">