AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન સામે ટક્કર લેવા, ભારતીય સેના 18 હજાર ફૂટની ઉંચાઈએ 5G નેટવર્ક સ્થાપશે

ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) ની નજીક ઘણી જગ્યાએ 5G નેટવર્ક ઇન્સ્ટોલ કરી દીધા છે. ચીને (China) આ કામ વર્ષ 2020માં લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચેના સંઘર્ષ બાદ કર્યું હતું. ચીને વધુ સારા સંચાર માટે 5G નેટવર્ક (5G Network) નાખ્યું છે.

ચીન સામે ટક્કર લેવા, ભારતીય સેના 18 હજાર ફૂટની ઉંચાઈએ 5G નેટવર્ક સ્થાપશે
Symbolic ImageImage Credit source: ગેટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 11:09 AM
Share

સરહદ પાર ચીન સતત પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવી રહ્યું છે. તેનો જવાબ આપવા માટે, હવે ભારતીય સેના (Indian Army) પણ 18 હજાર ફૂટ પર 4G અને 5G નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે. જેથી કરીને દૂરના પર્વતીય વિસ્તારોમાંથી સંદેશાઓ પ્રાપ્ત કરવા અને પહોંચાડવામાં સરળતા રહે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક ઘણી જગ્યાએ 5G નેટવર્ક ઇન્સ્ટોલ કરી દીધા છે. ચીને (China)આ કામ વર્ષ 2020માં લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચેના સંઘર્ષ બાદ કર્યું હતું. ચીને વધુ સારા સંચાર માટે 5G નેટવર્ક (5G Network)નાખ્યું છે. ભારતીય સેનાએ માહિતી માટે વિનંતી (RFI) જાહેર કરી છે. જેથી મોબાઈલ કોમ્યુનિકેશન કંપનીઓ ત્યાં હાઈ સ્પીડ નેટવર્ક સાથે મોબાઈલ સિસ્ટમ ગોઠવી શકે.

RFI અનુસાર, ઉલ્લેખિત નેટવર્કનો ઉપયોગ ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવશે જેઓ પહાડી, અર્ધ-પહાડી અથવા 18 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત છે. આ નેટવર્ક એવું હોવું જોઈએ કે તે અત્યંત વિશ્વસનીય અને સુરક્ષિત હોય. જેથી સુરક્ષિત વોઈસ મેસેજ અને ડેટા સર્વિસ મળી શકે. ઉપરાંત, તે ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર સંદેશાઓની આપ-લે કરવામાં મદદ કરી શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમ્યુનિકેશન કંપનીએ કોન્ટ્રાક્ટ મળ્યાના 12 મહિનાની અંદર નેટવર્ક સ્થાપિત કરી દે. આ નેટવર્કને ઉચ્ચ પ્રાથમિકતા સાથે સ્થાપિત કરવું પડશે. જેથી કરીને ભારતીય સેના સરહદની આ બાજુ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની કોમ્યુનિકેશન સિસ્ટમને સખત ટક્કર આપી શકે. જો ભારતીય સિસ્ટમ નબળી હશે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

4G અને 5G નેટવર્કનો ઉપયોગ લદ્દાખથી LACની આસપાસના ઘણા સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. રસ્તાઓ અને પુલ સતત બનાવવામાં આવી રહ્યા છે. જો આવું હાઈ-સ્પીડ નેટવર્ક બનાવવામાં આવશે તો ભારતીય સેનાની કોમ્યુનિકેશન સિસ્ટમમાં વધારો થશે. તે તાત્કાલિક બેકઅપ કૉલ કરવા, સંદેશા પહોંચાડવા અને રાહત કામગીરીમાં મદદ કરશે. જણાવી દઈએ કે, 5G સ્પેક્ટ્રમની હરાજીનો ચોથો રાઉન્ડ મંગળવારે પૂર્ણ થયો હતો. હવે આગામી રાઉન્ડ બુધવારે એટલે કે આજે શરૂ થશે. 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે 10 વાગ્યાથી બિડિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી અને લગભગ 6 વાગ્યા સુધી ચાલી હતી. હવે બુધવારથી 5મો રાઉન્ડ શરૂ થશે.

સ્પેક્ટ્રમ હરાજીના આ રાઉન્ડમાં હાલની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ પણ 5જી માટે બિડ કરવા જઈ રહી છે. ટેલિકોમ વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીમાંથી રૂ. 70,000 કરોડથી રૂ. 1,00,000 કરોડની કમાણી થવાની ધારણા છે. દેશમાં 5G સેવા શરૂ થવાથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપવાનો રસ્તો સાફ થઈ જશે. 5G સેવા હાલની 4G સેવા કરતા લગભગ 10 ગણી ઝડપી હશે. એવો સરકારનો દાવો છે.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">