પ્રોજેક્ટ કુશથી ભારત લેશે દુશ્મનોને અંકુશમા, ભારતનું બખ્તર કુશ ઈઝરાયલ, અમેરિકા, રશિયાને છોડી દેશે પાછળ !
ભારત પ્રોજેક્ટ કુશ પર હાલમાં કામ કરી રહ્યું છે કે જે દુશ્મનોની હુમલાના કોઈ પણ કારીને ફાવવા નહી દે અને તેના હુમલાને નિષ્ફળ બનાવી દેશે. ચીન કે પછી પાકિસ્તાન કોઈની પણ મિસાઈલ તેને ઘેરાની બહાર નિકળવા નહી દે. આ એવી સિસ્ટમ છે કે જે ઈઝરાયલના આયર્ન ડોમ કરતા ઘણી સારી તો હશે જ પણ અમેરિકાની પેટ્રિઓટ અને રશિયાની એસ-400 સાથે પણ સ્પર્ધા કરતી જોવા મળશે.

મેકઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ વચ્ચે ભારત દરેક ક્ષેત્રમાં પોતાની તાકાતને વધારતું જોવા મળી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનો વચ્ચે ભારત જેના માટે વિદેશના દેશો પર નિર્ભર રહેતું હતું તે ડિફેન્સમાં પણ કાઠુ કાઢી રહ્યું છે. ભારત એક એવી એર ડિફેન્સ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે કે જે દુશ્મનોના તમામ હુમલાનો જડબાતોડ જવાબ આપશે.
જી હાં અમે જે જણાવી રહ્યા છે તે બિલકુલ સાચુ છે. ભારત પ્રોજેક્ટ કુશ પર હાલમાં કામ કરી રહ્યું છે કે જે દુશ્મનોની હુમલાના કોઈ પણ કારીને ફાવવા નહી દે અને તેના હુમલાને નિષ્ફળ બનાવી દેશે. ચીન કે પછી પાકિસ્તાન કોઈની પણ મિસાઈલ તેને ઘેરાની બહાર નિકળવા નહી દે. આ એવી સિસ્ટમ છે કે જે ઈઝરાયલના આયર્ન ડોમ કરતા ઘણી સારી તો હશે જ પણ અમેરિકાની પેટ્રિઓટ અને રશિયાની એસ-400 સાથે પણ સ્પર્ધા કરતી જોવા મળશે.
જણાવવુું રહ્યું કે ભારત હજુ પણ રશિયાની ડિફેન્સ સિસ્ટમ એસ-400 પર જ નિર્ભર છે. જો કે હવે તેણે પોતાની મેક ઈન ઈન્ડિયા વાળી સિસ્ટમ ડેવલપ કરવાની શરૂ કરી છે કે જેની દવાબદારી ડીઆરડીઓને સોંપવામાં આવી છે. આ સિસ્ટમ એટલે કે પ્રોજેક્ટને કુશ નામ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ ભારત તરફ આવતા ખતરાને દુરથી જ ટ્રેક કરીને તેનો ખાતમો બોલાવી દેશે.
ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા સારો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ કુશ ઈઝરાયલ, રશિયા કે પછી અમેરિકા કરતા પણ સારો છે કેમકે તે દુશ્મનો પર 350 કિમિ દુરથી જ નજર રાખશે સાથે કેમકે અમેરિકન સિસ્ટમ 110 કિમિની રેન્જ ધરાવે છે જ્યારે કે ઈઝરાયલની 70 કિમિ છે પણ ભારત જે LR SAM બનાવશે તે રશિયાના S-400 સાથે સ્પર્ધા કરશે, જે 380 કિમીના અંતર સુધી દુશ્મનની હિલચાલને ટ્રેક કરે છે.
કુશ લેશે દુશ્મનોને અંકુશમાં
આ એર ડિફેન્સ સિસ્ટમ વર્ષ 2028-29 સુધીમાં બોર્ડર પર લાગી જવાની સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે. ડીડી ન્યૂઝના અહેવાલનો હવાલો આપવામાં આવે તો દુશ્મનના ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો સહિત દુશ્મનના તમામ હુમલાઓને ટ્રેક કરીને તેનો નાશ કરવામાં સક્ષમ હશે. કુશ ભારતની સિસ્ટમમાં એન્ટર થયા બાદ તેની તાકાતમાં ઘણો વધારો થઈ જશે તે નક્કી છે.