AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: iPhone પર કરવો છે કોલ રેકોર્ડ તો આ સરળ રીત આવશે કામ

iPhoneમાં કોલ રેકોર્ડ કરવા માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડશે. જો કે iPhone પર કોલ રેકોર્ડ કરવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમે તમને Google Voice વિશે જણાવી રહ્યા છીએ.

Tech Tips: iPhone પર કરવો છે કોલ રેકોર્ડ તો આ સરળ રીત આવશે કામ
Apple iPhone 13 (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 2:21 PM
Share

આપણને દરરોજ ઘણા ફોન આવે છે. ઘણા લોકો તેને પુરાવા તરીકે રેકોર્ડ પણ કરે છે. પરંતુ એ જરૂરી નથી કે ફોનમાં કોલ રેકોર્ડ કરવો સરળ હોય. જો આઈફોન (iPhone) યૂઝર્સ એવું વિચારે છે કે માત્ર એક બટન દબાવવાથી તમે કોઈપણ કોલ રેકોર્ડ કરી શકો છો તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે iPhoneમાં કોલ રેકોર્ડ (Record Calls) કરવા માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડશે. જો કે iPhone પર કોલ રેકોર્ડ કરવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમે તમને ગૂગલ વોઈસ (Google Voice) વિશે જણાવી રહ્યા છીએ.

Google Voice વડે કૉલ કેવી રીતે રેકોર્ડ કરવો તે જાણો?

Google Voice વડે માત્ર ઈનકમિંગ કૉલ જ રેકોર્ડ કરી શકાય છે. આ માટે તમારે એક એકાઉન્ટ સેટઅપ કરવું પડશે. આ માટે તમારે voice.google.com પર જવું પડશે. આ ઈન્સ્ટ્રક્શનને ફોલો કરો. એકવાર તમે તમારું એકાઉન્ટ સેટ કરી લો તે પછી તમારે કૉલ રેકોર્ડિંગને સક્ષમ કરવાની જરૂર પડશે. આ રેકોર્ડેડ કોલને MP3 ફોર્મેટમાં સેવ કરશે.

  1. સૌથી પહેલા Google Voiceના હોમપેજ પર જાઓ.
  2. અહીં તમને ડાબી બાજુએ ત્રણ ડોટ આઇકોન દેખાશે. આના પર ટેપ કરો. તે પછી સેટિંગ્સ પર ક્લિક કરો.
  3. કૉલ્સ વિભાગમાં નીચે સ્ક્રોલ કર્યા પછી, તમારે ઈનકમિંગ કૉલ વિકલ્પ ચાલુ કરવો પડશે.
  4. આ કર્યા પછી તમે કીપેડ પર 4 નંબર દબાવીને ઈનકમિંગ કૉલ્સ રેકોર્ડ કરી શકશો.
  5. ધ્યાનમાં રાખો કે આમ કરવાથી જેનો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે, તેને પણ એક સૂચના મળશે કે તેનો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
  6. જો તમે રેકોર્ડિંગ બંધ કરવા માંગતા હોવ તો તમારે ફરીથી 4 દબાવવું પડશે અથવા કૉલ ડિસ્કનેક્ટ કરવો પડશે. તમે રેકોર્ડિંગ બંધ કરી દો તે પછી, Google તમારી વાતચીતને તમારા ઈનબોક્સમાં આપમેળે સાચવશે. અહીંથી તમે રેકોર્ડિંગ્સ સાંભળી અને ડાઉનલોડ કરી શકો છો.

જાણો કે તમે કેવી રીતે રેકોર્ડિંગ્સ સાંભળી શકશો

આ રેકોર્ડિંગ્સ સાંભળવા માટે તમારે Google Voice એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે. અહીં મેનુ આઇકોન ઉપર ડાબી બાજુએ હાજર હશે. આના પર ક્લિક કરો. હવે Recorded પર ક્લિક કરો. અહીંથી તમે રેકોર્ડેડ કોલ સાંભળી શકશો.

આ પણ વાંચો: Tech News: સરકારે 5Gને લઈ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચિંગ અને પહેલા ક્યાં થશે શરૂ

આ પણ વાંચો: Tech News: 7 એપ્રિલે લોન્ચ થશે Tata Neu સુપર એપ, આ પ્લેટફોર્મને આપશે ટક્કર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">