Tech News: સરકારે 5Gને લઈ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચિંગ અને પહેલા ક્યાં થશે શરૂ
આ નિવેદન એટલે મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે અગાઉના કેટલાક અહેવાલોએ ભારતમાં 5G નેટવર્ક (5G Network in India)ને રોલઆઉટ કરવાની પ્રક્રિયામાં વિલંબની આગાહી કરી હતી.

તમે ઘણા સમયથી વાંચ્યુ અથવા સાંભળ્યુ હશે કે 5Gનું ટ્રાયલ થયું અને ટૂંક સમયમાં શરુ થશે વગેરે વગેરે, ત્યારે હવે કેન્દ્રીય સંચાર મંત્રી (Union Communications Minister) અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) 5Gને લઈને મોટી જાહેરાત કરી છે. આ નિવેદન એટલે મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે અગાઉના કેટલાક અહેવાલોએ ભારતમાં 5G નેટવર્ક (5G Network in India)ને રોલઆઉટ કરવાની પ્રક્રિયામાં વિલંબની આગાહી કરી હતી. પરંતુ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કરેલા નિવેદન બાદ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. જે મુજબ 5G સ્પેક્ટ્રમ (5G Spectrum)ની હરાજી નિર્ધારિત સમયમર્યાદામાં સમયપત્રક મુજબ કરવામાં આવશે.
5G મોબાઈલ સેવા વર્ષ 2022-23માં કાર્યરત થશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વાત એવા સમયે કરી છે, જ્યારે TRAIએ 5G સ્પેક્ટ્રમ પ્રાઈસિંગ અને અન્ય મુદ્દાઓ પર આપવામાં આવતી તેની ભલામણો થોડા દિવસો માટે મુલતવી રાખી છે. સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન અને ડિજિટલ ફોરેન્સિક્સ પરની બીજી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સ્પેક્ટ્રમની હરાજી શેડ્યૂલ મુજબ યોજવામાં આવશે તો તેમણે કહ્યું, બિલકુલ. તેમણે કહ્યું કે ખાનગી ટેલિકોમ કંપનીઓ 2022-23માં જ 5G મોબાઈલ સેવાઓ શરૂ કરવા માંગે છે અને તેના સ્પેક્ટ્રમની હરાજી ચાલુ વર્ષમાં જ હાથ ધરવામાં આવશે.
આ શહેરોમાં સૌથી પહેલા રોલઆઉટ થશે 5G નેટવર્ક
ટેલિકોમ કંપનીઓ દિલ્હી, મુંબઈ, જામનગર, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, ગુરુગ્રામ, ગાંધીનગર, ચંદીગઢ, પૂણે અને વારાણસી સહિતના શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5G ટ્રાયલ કરી રહી છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે 5G રોલ આઉટ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
ટેલિકોમ કંપનીઓ દાવો કરે છે કે તેઓ 5G નેટવર્ક રોલ આઉટ કરવા માટે તૈયાર છે. પરંતુ કંપનીઓ 5જી સ્પેક્ટ્રમના ઊંચા ભાવને લઈને ચિંતિત છે. નોંધનીય છે કે 5G સ્પેક્ટ્રમની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ માગ કરી રહી છે કે સરકાર દ્વારા ઓછી કિંમતે 5G સ્પેક્ટ્રમ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
આ પણ વાંચો: Tech News: WhatsApp નો આ નિર્ણય તમને પરેશાન કરી શકે છે, સ્પામના કારણે આ ફીચર કરવા જઈ રહ્યું છે બંધ
આ પણ વાંચો: Viral Video: સ્કૂલ બંક કરી પુત્ર કરતો હતો ગાંજાનું સેવન, ગુસ્સામાં માતાએ આપી ચોંકાવનારી સજા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-