જો તમે ચૂંટણી પરિણામો વિશે જાણવા કે જોવા માટે ગૂગલ પર સર્ચ કરો તો ધ્યાન રાખજો, નહીં તો તમારી સાથે થઈ શકે છે ફ્રોડ
ડિવાઈસનો કંટ્રોલ મેળવ્યા બાદ અથવા તો લિંક પર ક્લિક કર્યા બાદ તમારા ઉપકરણમાં ખતરનાક વાયરસ પણ ઇન્સ્ટોલ થઈ શકે છે જે તમારી બેંકિંગ વિગતો ચોરી શકે છે અને તેને સ્કેમર્સને આપી શકે છે. સ્કેમર્સ માત્ર ફેક વેબસાઇટ્સ દ્વારા જ નહીં પરંતુ ફેક મેસેજ સાથેની લિંક્સ મોકલીને પણ લોકોને છેતરી રહ્યા છે.

આવતીકાલે ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જો તમે પણ આ વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ સંબંધિત અપડેટ્સ માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે તેનો લાભ લઈ શકે છે.
તમારા ડિવાઈસનો કંટ્રોલ સ્કેમર્સ સુધી પહોંચી જાય છે
ઠગ ચૂંટણી પરિણામો સંબંધિત ફેક વેબસાઇટ્સ બનાવે છે અને ત્યારબાદ લોકો આ પ્રકારની વેબસાઇટ્સની મુલાકાત લે છે. તેમાં આપવામાં આવેલી કોઈ લિંક પર ક્લિક કરવામાં આવે તો તરત જ તમારા ડિવાઈસનો કંટ્રોલ સ્કેમર્સ સુધી પહોંચી જાય છે. તમારા ડિવાઈસ પર કંટ્રોલ લીધા બાદ તમારા બેંકની વિગતો દ્વારા એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
ફેક મેસેજ લિંક્સ દ્વારા છેતરપિંડી
ડિવાઈસનો કંટ્રોલ મેળવ્યા બાદ અથવા તો લિંક પર ક્લિક કર્યા બાદ તમારા ઉપકરણમાં ખતરનાક વાયરસ પણ ઇન્સ્ટોલ થઈ શકે છે જે તમારી બેંકિંગ વિગતો ચોરી શકે છે અને તેને સ્કેમર્સને આપી શકે છે. સ્કેમર્સ માત્ર ફેક વેબસાઇટ્સ દ્વારા જ નહીં પરંતુ ફેક મેસેજ સાથેની લિંક્સ મોકલીને પણ લોકોને છેતરી રહ્યા છે.
આ રીતે ફેક વેબસાઇટ્સને ઓળખી શકાય
જો તમને આ પ્રકારની કોઈ વેબસાઈટ અંગે શંકા હોય તો સૌથી પહેલા તમારે સાઈટના ડોમેનને વેરીફાઈ કરવું જોઈએ. સ્કેમર્સ એવી રીતે વેબસાઈટ તૈયાર કરે છે જે તમને લાગશે કે તમે કોઈ ઓફિશિયલ સાઈટ પર છો, આ ફેક સાઈટ ઓફિશિયલ સાઈટ જેવી દેખાતી હોય છે તે લોકો માટે નુકસાનકારક સાબિત થાય છે.
ડોમેનનું નામ વાંચ્યા બાદ ખબર પડશે કે સાઈટ અસલી છે કે નકલી
આ ઉપરાંત ફેક વેબસાઈટની ડિઝાઈન ઓરિજનલ વેબસાઈટ જેવી જ હો છે. પરંતુ યુઆરએલ એટલે કે ડોમેનમાં થોડો ફેરફાર કરવામાં આવે છે. ડોમેનનું નામ વાંચ્યા બાદ તમને ખબર પડશે કે સાઈટ અસલી છે કે નકલી છે. results.eci.gov.in એ એક ઓફિશિયલ વેબસાઈટ છે પરંતુ જો સ્કેમર્સ આવી કોઈ સાઈટનો ઉપયોગ કરે છે તો તમને સ્પષ્ટપણે નામમાં તફાવત જોવા મળશે.
આ પણ વાંચો : ના OTP ના કોઈ પીન નંબર! એક મહિલાના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી, જાણો કેવી રીતે થયું ફ્રોડ
આ રીતે રાખો સાવચેતી
તમે ચૂંટણી પરિણામો સંબંધિત પરિણામો જોઈ શકો છો, પરંતુ ફક્ત ઓફિશિયલ વેબસાઈટ્સ પર જ જુઓ. કોઈપણ અજાણી વેબસાઇટની મુલાકાત લેવાની ભૂલ કરશો નહીં. જો તમને એવો કોઈ મેસેજ મળે કે જેમાં લખેલું હોય કે ચૂંટણી પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો, તો આવી કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
