Cyber Security : સાઇબર ફ્રોડના શિકાર થયા છો તો આ હેલ્પ લાઇન નંબર પર કોલ કરો, ચોરી થયેલા પૈસા પરત મળી જશે

|

Sep 21, 2021 | 9:56 AM

SBI થી ICICI બેંક સુધીની તમામ ખાનગી બેન્કો આ હેલ્પલાઈન નંબર સાથે જોડાયેલી છે. આ સિવાય, આ નંબરને મોબીક્વિક, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઈ-વોલેટ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યો છે.

Cyber Security : સાઇબર ફ્રોડના શિકાર થયા છો તો આ હેલ્પ લાઇન નંબર પર કોલ કરો, ચોરી થયેલા પૈસા પરત મળી જશે
Helpline number for Cyber Fraud

Follow us on

Cyber Security: ડિજિટલાઈઝેશન (Digitalization)ના યુગમાં, જ્યાં એક તરફ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transaction)નો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, ત્યાં બીજી બાજુ બેંકિંગ ફ્રોડ (banking Fraud)ના કેસોમાં પણ વધારો થયો છે. છેતરપિંડી કરનારાઓ નવી પદ્ધતિઓની મદદથી લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઓનલાઈન છેતરપિંડી (Cyber Cheating)નો શિકાર બન્યા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને અહીં એક હેલ્પલાઇન નંબર આપીશું, જેના પર તમે ફોન કરીને છેતરપિંડીની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકો છો.

દેશભરમાં બેન્કિંગ છેતરપિંડીના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે હેલ્પલાઇન નંબર 155260 બહાર પાડ્યો છે. લોકો આ નંબર પર ફોન કરીને ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હેલ્પલાઇન નંબર દ્વારા બેંકિંગ ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિને સંપૂર્ણ મદદ આપવામાં આવશે. તમે આ નંબર પર ફોન કરીને પણ પૈસા મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે SBI થી ICICI બેંક સુધીની તમામ ખાનગી બેન્કો આ હેલ્પલાઈન નંબર સાથે જોડાયેલી છે. આ સિવાય, આ નંબરને મોબીક્વિક, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઈ-વોલેટ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કયા કયા રાજ્યો માટે છે સુવિધા ?

દિલ્લી, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ

જો તમે આ સિવાયના રાજ્યાના રહેવાસી છો અને તમારી સાથે સાયબર ફ્રોડ થયો છે તો તમે 100 અથવા તો 112 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

આટલી બાબતોનું હંમેશા રાખો ધ્યાન

ઓનલાઈન શોપિંગ કર્યા પછી પ્લેટફોર્મ પર તમારી કાર્ડની માહિતી ક્યારેય સાચવશો નહીં. આ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. આવી સ્થિતિમાં, હંમેશા ધ્યાનમાં રાખો કે ચુકવણી કર્યા પછી, તમારા કાર્ડની માહિતી કાઢી નાખો.

ઓનલાઈન પેમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શન કરવા માટે પબ્લિક વાઈ-ફાઈ અને સાઈબર કાફેનો ઉપયોગ કરશો નહીં. આમ કરવાથી તમે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બની શકો છો. જ્યારે પણ તમે ઓનલાઈન ચૂકવણી કરો ત્યારે ખાનગી વાઈ-ફાઈ અથવા તમારા મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરો. આ સાથે, બેંકમાં જમા તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો –

IPL 2021 Orange Cap: ધવન રન ‘શિખર’ પર યથાવત, RCB vs KKR ની મેચ બાદ પણ ઓરેન્જ કેપની રેસમાં છે સૌથી આગળ, જુઓ લીસ્ટ

આ પણ વાંચો –

IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

આ પણ વાંચો –

Viral Video : કારમાંથી રિંછને બહાર આવતા જોઇ ડરી ગઇ મહિલા ! પછી થયુ કઇંક એવું કે 38 લાખથી વધુ વાર જોવાયો વીડિયો

Published On - 9:49 am, Tue, 21 September 21

Next Article