AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા ફોનમાં કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે જાસૂસ ! Malware શોધીને દૂર કરવાની આ છે એક સરળ રીત

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને માલવેર (Malware)થી બચાવવો ખૂબ મહત્વપૂર્ણ છે. આજે, અમે તમને જણાવીશું કે માલવેર શું છે, તે તમારા ફોનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, તમે કેવી રીતે નક્કી કરી શકો છો કે તમારા ફોનમાં માલવેર છે કે નહીં, અને માલવેરને કેવી રીતે દૂર કરવો.

તમારા ફોનમાં કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે જાસૂસ ! Malware શોધીને દૂર કરવાની આ છે એક સરળ રીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2026 | 1:47 PM
Share

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારા ફોનમાં કોઈ માલવેર છે કે નહીં. જો તમારા ફોનમાં માલવેર હોય, તો તમે તેને કેવી રીતે ઓળખી કે શોધી શકો ? એકવાર તમને માલવેર મળી જાય પછી તમે તેને તમારા ફોનમાંથી કેવી રીતે દૂર કરવો ? આ અંગે અમે આજે, તમને માહિતી આપીશું.

માલવેર (Malware) શું છે ? તે એન્ડ્રોઇડ ફોનને શા માટે નિશાન બનાવે છે?

માલવેર એ એક પ્રકારનું સોફ્ટવેર છે, જે ડેટા ચોરી કરવા, તમારી જાસૂસી કરવા અને તમારા ઉપકરણને નુકસાન પહોંચાડવા માટે રચાયેલ છે. એન્ડ્રોઇડ ફોનને માલેવર ઘણીવાર નિશાન બનાવે છે, કારણ કે લોકો ફક્ત સત્તાવાર એપ સ્ટોરમાંથી જ નહીં, પરંતુ થર્ડ પાર્ટી સાઇટ્સ પરથી APK દ્વારા પણ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે.

માલવેર હોવાના ચિહ્નો: તમારો ફોન આવા સંકેતો આપે

જો તમારા સ્માર્ટ મોબાઈલ ફોનમાં માલવેર હોય તો તે કેટલાક સંકેતો આપે છે. ખાસ કરીને જ્યારે તમારો ફોન અચાનક ધીમો પડી જાય છે, વારંવાર મોબાઈલ ફોન ક્રેશ થાય છે અથવા કોઈ દેખીતા કારણ વગર જ વધુ પડતો ગરમ થાય છે, તો આવા સંકેતોને અવગણશો નહીં. આ ઉપરાત તમે તમારા મોબાઈલનો બહુ ઉપયોગ ના કરતા હોવ છતા તેની બેટરી સામાન્ય કરતાં વધુ ઝડપથી ઉતરી જતી હોય તો તે એક વધારાનો સંકેત છે કે તમારા મોબાઈલમાં માલવેર છે. તેથી સાવચેત થઈ જવું જરૂરી છે. આ સંકેતો દ્વારા મળેલ ચેતવણી છે જેને તમારે અવગણવી ના જોઈએ.

તમારે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનોએકવાર ચેક કરવી જોઈએ. સેટિંગ્સમાં જાઓ, એપ્લિકેશન્સ ખોલો અને લિસ્ટમાંથી સ્ક્રોલ કરો. જો તમને એવી કોઈ એપ્લિકેશન દેખાય કે જેને તમે ઇન્સ્ટોલ કરી નથી અથવા કોઈ અજાણ્યા કે વિચિત્ર નામવાળી એપ્લિકેશન દેખાય, તો તરત જ સાવચેત થાવ અને તે એપ્લીકેશનને તમારા ફોનમાંથી દૂર કરો.

  • તમારા Android મોબાઈલમાં સારી સુરક્ષા આપતી એપ્લિકેશન હોવી જરૂરી છે.
  • મોબાઈલની સુરક્ષા માટે સારી એપ્લિકેશનથી તમારા ફોનને સ્કેન કરવાનું ભૂલશો નહીં.
  • Google Play Storeમાંથી વિશ્વસનીય એન્ટિવાયરસ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને Google Play Protect ચાલુ કરો.
  • રેન્ડમ વેબસાઇટ્સ પરથી ક્યારેય એપ્લિકેશન્સ ડાઉનલોડ કરશો નહીં; આમ કરવું ખતરનાક બની શકે છે.

માલવેર દૂર કરો: તેને રોકવા માટે શું કરવું ?

જો તમને કોઈ એપ્લિકેશન પર શંકા હોય, તો તેને તાત્કાલિક કાઢી નાખો, તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ રાખો અને તરત જ તમારા મોબાઈલ સહીત અન્ય એપ્લીકેશનના પાસવર્ડ બદલી નાખો. જો આ બધુ કરવામાં નિષ્ફળ જાવ છો તો, તમારા ડેટાનો બેકઅપ લો અને ફેક્ટરી રીસેટ કરો. કેટલીકવાર, આ બધુ ઠીકઠાક કરવા માટે આ જ એકમાત્ર રસ્તો હોય છે.

WhatsApp Breaking News : એપ ડાઉનલોડ કર્યા વગર કરી શકાશે કોલિંગ ! WhatsApp વેબમાં ઉમેરાશે અદ્ભુત સુવિધા

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">