Tech Tips : Facebook યુઝર્સ આ રીતે ડિલીટ કરી શકે છે પોતાની સર્ચ હિસ્ટ્રી, ખુબ જ સરળ છે રીત

ફેસબુક પર આપણે જે પણ સર્ચ કરીએ છીએ, તેનો સમગ્ર ડેટા આ પ્લેટફોર્મ પર સંગ્રહિત થાય છે. આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે Facebook પર તમારી સર્ચ હિસ્ટ્રી (Facebook Search History) ડિલીટ કરી શકો છો.

Tech Tips : Facebook યુઝર્સ આ રીતે ડિલીટ કરી શકે છે પોતાની સર્ચ હિસ્ટ્રી, ખુબ જ સરળ છે રીત
Facebook Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 9:55 AM

ફેસબુકના આવ્યા બાદ દુનિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આ પ્લેટફોર્મે સમાજને વર્ચ્યુઅલ રંગમાં રંગવાનું કામ કર્યું છે. આજે વિશ્વભરમાં લાખો લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ફેસબુક (Facebook) આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. પ્લેટફોર્મને યુઝર-ફ્રેન્ડલી બનાવવા અને યુઝર્સને સારો અનુભવ આપવા માટે, ફેસબુક સમયાંતરે ઘણી વિશેષ સુવિધાઓ લાવતું રહે છે. આ પ્લેટફોર્મ પર તમે તમારા મિત્રો અને પરિચિતો સાથે જોડાઈ શકો છો.

ફેસબુક પર આપણે જે પણ સર્ચ કરીએ છીએ, તેનો સમગ્ર ડેટા આ પ્લેટફોર્મ પર સંગ્રહિત થાય છે. આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે Facebook પર તમારી સર્ચ હિસ્ટ્રી (Facebook Search History) ડિલીટ કરી શકો છો. આ પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ચાલો તેના વિશે જાણીએ

સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે પહેલા તમારી ફેસબુક એપ ઓપન કરવી પડશે. તે પછી તમારે સર્ચ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. આ કર્યા પછી, તમારે એડિટનો વિકલ્પ પસંદ કરવો પડશે. એડિટનું બટન રિસેંટ સર્ચની બાજુમાં મળશે. આ પ્રક્રિયા કર્યા પછી, તમારી એક્ટિવિટી લોગ ખુલશે. તે ખુલ્યા પછી, તમારે ક્લિયર સર્ચનો વિકલ્પ પસંદ કરવો પડશે. તમે ક્લિયર સર્ચનો વિકલ્પ પસંદ કરતાની સાથે જ તમારો સર્ચ હિસ્ટ્રી ફેસબુક પરથી સંપૂર્ણપણે ડિલીટ થઈ જશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જ્યારે તમે Facebook.com પર તમારો સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગતા હોવ તો. આ માટે તમારે બ્રાઉઝર પર તમારા ફેસબુક એકાઉન્ટમાં લોગીન કરવું પડશે. લોગિન કર્યા પછી, તમારે ઉપરના જમણા ખૂણામાં ડ્રોપ ડાઉન એરોનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ કર્યા પછી, તમારે સેટિંગ્સ અને પ્રાઇવસીનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે એક્ટિવિટી લોગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

અહીં તમારે Logged Actions And Other Activity નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કર્યા પછી તમને સર્ચ હિસ્ટ્રીનો વિકલ્પ મળશે. નેક્સટ સ્ટેપ પર, તમે ક્લિયર સર્ચ કરીને તમારી સર્ચ હિસ્ટ્રીને સંપૂર્ણપણે ડિલીટ કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">