AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર, હવે મોબાઈલમાં બેટરી બેકપની ઝંઝટ ખતમ.. લોન્ચ થયો 10,000mAh બેટરીવાળો સ્માર્ટફોન, જુઓ

Honor Win અને Honor Win RT સ્માર્ટફોન 10,000mAh બેટરી, શક્તિશાળી Snapdragon પ્રોસેસર, અને 16GB RAM સાથે લોન્ચ થયા છે. આ પ્રીમિયમ ફોનમાં 6.83 ઇંચ OLED ડિસ્પ્લે, 50MP કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

ખુશખબર, હવે મોબાઈલમાં બેટરી બેકપની ઝંઝટ ખતમ.. લોન્ચ થયો 10,000mAh બેટરીવાળો સ્માર્ટફોન, જુઓ
| Updated on: Dec 26, 2025 | 8:55 PM
Share

Honor એ પોતાની નવી Win સિરીઝ હેઠળ Honor Win અને Honor Win RT સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમની 10,000mAh ક્ષમતા ધરાવતી મોટી બેટરી છે. સાથે જ, ફોનમાં શક્તિશાળી Qualcomm Snapdragon પ્રોસેસર, 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે. પ્રીમિયમ ડિસ્પ્લે, શક્તિશાળી કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ સ્માર્ટફોન યુઝર્સને આકર્ષે છે. ચાલો Honor Win અને Honor Win RT ના ફીચર્સ અને કિંમતો વિશે વિગતે જાણીએ.

Honor Win ના ફીચર્સ

Honor Win સ્માર્ટફોનમાં 6.83 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 185Hz રિફ્રેશ રેટ અને 6000 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે હાઇ-પરફોર્મન્સ અને સ્મૂથ ગેમિંગ અનુભવ આપે છે.

કેમેરામાં Honor Win ખૂબ જ પ્રભાવશાળી છે. તેમાં પાછળની બાજુએ 50MP પ્રાઇમરી કેમેરા, 50MP ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

બેટરીની વાત કરીએ તો, Honor Win માં 10,000mAh બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ, 80W વાયરલેસ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Honor Win RT ના ફીચર્સ

Honor Win RT સ્માર્ટફોનમાં પણ Honor Win જેવો જ OLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ ફોનમાં Snapdragon 8 Elite ચિપસેટ અને Adreno 830 GPU આપવામાં આવ્યો છે, જે ગ્રાફિક્સ અને મલ્ટીટાસ્કિંગને વધુ શક્તિશાળી બનાવે છે.

કેમેરા સેટઅપમાં Honor Win RT માં 50MP પ્રાઇમરી રિયર કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. બેટરી માટે, આ સ્માર્ટફોનમાં 10,000mAh બેટરી છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Honor Win ની કિંમત

Honor Win ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 3,999 (આશરે ₹51,000) રાખવામાં આવી છે. તે ઉપરાંત,

  • 12GB + 512GB વેરિઅન્ટ: CNY 4,499 (આશરે ₹57,000)
  • 16GB + 512GB વેરિઅન્ટ: CNY 4,799 (આશરે ₹61,000)
  • 16GB + 1TB વેરિઅન્ટ: CNY 5,299 (આશરે ₹60,000)

Honor Win RT ની કિંમત

Honor Win RT ના વિવિધ સ્ટોરેજ વિકલ્પોની કિંમત આ પ્રમાણે છે:

  • 12GB + 256GB: 2,699 ચાઈનીઝ યુઆન (આશરે ₹34,500)
  • 12GB + 512GB: 3,099 યુઆન (આશરે ₹39,600)
  • 16GB + 256GB: 2,999 યુઆન (આશરે ₹36,000)
  • 16GB + 512GB: 3,399 યુઆન (આશરે ₹43,000)
  • 16GB + 1TB: 3,999 યુઆન (આશરે ₹51,000)

હાલમાં Honor Win અને Honor Win RT સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

પાકિસ્તાનીઓ કરે છે આ નેટવર્કનો ઉપયોગ… જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">