Tech Tips: રોડ એક્સિડેન્ટ અને ચલણથી બચાવશે Google Maps, ડ્રાઈવિંગ દરમિયાન કરશે એલર્ટ

એક એવું ફીચર છે જે તમારા માટે ખુબ ઉપયોગી છે. આ ફીચર તમારા ડ્રાઈવિંગને માત્ર સુરક્ષિત જ નહીં બનાવે પણ તમને તમારું ચલણ કાપવાથી પણ બચાવે છે. પરંતુ માહિતીના અભાવે બહુ ઓછા લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે.

Tech Tips: રોડ એક્સિડેન્ટ અને ચલણથી બચાવશે Google Maps, ડ્રાઈવિંગ દરમિયાન કરશે એલર્ટ
Google Map (Symbolic Image)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 2:57 PM

ગૂગલ મેપ (Google Maps)એ આપણી મુસાફરીને ખૂબ જ સરળ બનાવી છે. હવે જ્યારે પણ ફરવાનો મૂડ હોય નીકળી જવાનું, ત્યારે રસ્તો બતાવશે તમારો પોકેટનો સાથી ગૂગલ મેપ, ગૂગલ મેપ્સની મદદથી તમે જ્યાં જવા માગો છો ત્યાં ભટક્યા વિના પહોંચવું સરળ બની જાય છે. ગૂગલ મેપ તમને માત્ર રસ્તો જ નથી જણાવતું પણ બીજી ઘણી બાબતોમાં પણ મદદ કરે છે. ત્યારે એક એવું ફીચર છે જે તમારા માટે ખુબ ઉપયોગી છે. આ ફીચર તમારા ડ્રાઈવિંગને માત્ર સુરક્ષિત જ નહીં બનાવે પણ તમને તમારું ચલણ કાપવાથી પણ બચાવે છે. પરંતુ માહિતીના અભાવે બહુ ઓછા લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે.

Google Maps સ્પીડ લિમિટ વોર્નિંગ

ગૂગલ મેપ્સમાં છુપાયેલ એક ફીચર છે, ગૂગલ મેપ્સ સ્પીડ લિમિટ વોર્નિંગ. જ્યારે તમે ખૂબ ઝડપથી ડ્રાઈવિંગ કરતી વખતે સ્પીડ લિમિટ ઓળંગો છો, ત્યારે આ ફીચર તમને એલર્ટ કરશે કે તમારા વાહનની સ્પીડ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. આ માટે સ્ક્રીન પર નોટિફિકેશન દેખાવા લાગે છે. તમને એલર્ટ મળતાની સાથે જ તમે વાહનની સ્પીડને કંટ્રોલ કરી શકો છો. આજકાલ, મહાનગરમાં દરેક જગ્યાએ સ્પીડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ઓવર સ્પીડ વાહનોના ફોટા ક્લિક કરે છે અને ઓટોમેટિક ચલણ કાપીને ઘરે મોકલી આપે છે.

અકસ્માત નિવારણ

માર્ગ અકસ્માતના મોટાભાગના કિસ્સાઓ વધુ પડતી ઝડપના કારણે બને છે. Google Mapsની મદદથી સ્પીડ લિમિટની ચેતવણીથી તમારી સ્પીડ કંટ્રોલમાં રહેશે અને અકસ્માતની શક્યતા ઘણી હદ સુધી ઘટી જશે. જ્યારે તમે આ સુવિધા સાથે નેવિગેશનનો ઉપયોગ કરીને ડ્રાઈવિંગ કરો છો, ત્યારે તે તમને તમારી સ્પીડ જણાવવા સાથે ઓવર સ્પીડનો સંકેત પણ આપે છે. આ ક્રમમાં ગૂગલ મેપનું સ્પીડોમીટર રંગ બદલે છે અને તમારા માટે જોખમ સૂચવે છે. તમે સ્ક્રીન પર મુસાફરી સમયની અવધિના ઉપરના ડાબા ખૂણામાં સ્પીડ લિમિટ વિભાગમાં આ રંગ બદલવાનું સિગ્નલ જોશો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેવી રીતે કરવો ઉપયોગ

ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પહેલા તમારી ગૂગલ મેપ એપ્લિકેશન ખોલો. અહીં જમણી અને ઉપરની બાજુએ બનાવેલ પ્રોફાઈલ ફોટોના વિભાગ પર જાઓ. અહીં તમે સેટિંગનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો. આ પછી નેવિગેશન સેટિંગ્સ (Navigation Settings) પર જાઓ અને સ્પીડ લિમિટ બટનને ચાલુ કરો. તમે તેને ઓન કરતાની સાથે જ સ્પીડોમીટર ફીચર કામ કરવાનું શરૂ કરી દેશે અને તમને નોટિફિકેશન મળવા લાગશે.

આ પણ વાંચો: Technology: Instagram એ અપડેટ કર્યા સિક્યોરિટી ફિચર્સ, યુઝર્સને મળશે હવે વધુ સુરક્ષા

આ પણ વાંચો: છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સિન ‘કોવિફેંઝ’, તમામ વેરિઅન્ટ્સ પર 71 ટકા અસરકાર, જાણો કેવી રીતે કરે છે કામ

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">