દેશની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જન્મજયંતિ પર ગૂગલે તૈયાર કર્યું ડૂડલ

દેશની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જન્મજયંતિ પર ગૂગલે તૈયાર કર્યું ડૂડલ
Fatima Sheikh was born on 9 January 1831 in Pune. (Photo: Google)

આજે એટલે કે 9મી જાન્યુઆરીએ, ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની 191મી જન્મજયંતિ પર ગૂગલ ડૂડલ તૈયાર કરીને તેમનો આદર વ્યક્ત કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 09, 2022 | 2:43 PM

આજે એટલે કે 9 જાન્યુઆરીએ ગૂગલે એક ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. ગૂગલ(Google)ના ડૂડલ (Doodle)માં જે મહિલા જોવા મળી રહ્યા છે તે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક (India’s First Muslim Teacher) છે અને તેમની 191મી જન્મજયંતિ પર ગૂગલે તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે આ શ્રેષ્ઠ Google ડૂડલ તૈયાર કર્યું છે.

ફાતિમા શેખે સમાજ સુધારકો જ્યોતિ બા ફુલે અને સાવિત્રી બાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલય શરૂ કર્યું. તેમને દેશની પ્રથમ કન્યા શાળા પણ માનવામાં આવે છે. ફાતિમા શેખ(Fatima Sheikh)નો જન્મ આ દિવસે એટલે કે 9 જાન્યુઆરી 1831 દરમિયાન પુણેમાં થયો હતો.

તેઓ તેમના ભાઈ ઉસ્માન સાથે રહેતા હતા. જ્યારે ફૂલે દંપતીને તેમના પિતાએ દલિત અને ગરીબોના શિક્ષણના વિરોધમાં ઘરની બહાર કાઢી મૂક્યા હતા, ત્યારે ઉસ્માન અને ફાતિમાએ તેમને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.

ફાતિમા શેખે કરી હતી મહત્વની શરૂઆત

આ પછી તેમના ઘરેથી સ્વદેશી પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. આ પછી ફાતિમા શેખ અને ફૂલે દંપતીએ સમાજના ગરીબ લોકો અને મુસ્લિમ મહિલાઓને શિક્ષિત કરવાનું જોરશોરથી કામ શરૂ કર્યું.

ફાતિમા શેખ બાળકોને ઘરેથી બોલાવતા

ફાતિમા શેખ બાળકોના ઘરે-ઘરે જઈ ભણવા માટે લાવતા. આમ કરીને ફાતિમા શેખ અને ફૂલે દંપતી ભારતીય ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયા. આપને જણાવી દઈએ કે ગૂગલ અવારનવાર આવા લોકો માટે ડૂડલ તૈયાર કરે છે અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતું રહે છે.

સ્ટીફન હોકિંગનું ડૂડલ 8 જાન્યુઆરીએ બનાવવામાં આવ્યું હતું

8 જાન્યુઆરીના રોજ, ગૂગલે વિજ્ઞાનિક સ્ટીફન હોકિંગ (Scientist Stephen Hawking)ની 80મી જન્મજયંતિ પર એનિમેટેડ વીડિયો દ્વારા ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. હોકિંગ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા જેમણે ભૌતિકશાસ્ત્ર અને તેનાથી આગળના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

એનિમેટેડ વીડિયો બનાવીને ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના નોંધપાત્ર યોગદાનમાં કોસ્મોલોજી, ગુરુત્વાકર્ષણ, બ્લેક હોલ પર આધારિત ક્વોન્ટમ થિયરી, થર્મોડાયનેમિક્સ અને માહિતી સિદ્ધાંતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Viral: વાંદરાને પાણી પીવડાવતા આ શખ્સે જીત્યા લોકોના દીલ, લોકો બોલ્યા જળ એજ જીવન

આ પણ વાંચો: Lollo Rosso Farming: ભારતમાં આ ખાસ પાંદડાવાળા સલાડની ઝડપથી વધી રહી છે માગ, ખેડૂતો ખેતી કરી વધારી રહ્યા છે આવક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati