હવે Googleનું આ નવું ફિચર બતાવશે કોણ કરી રહ્યું છે કોલ

સર્ચ એન્જિન ગૂગલ તરફથી તાજેત્તરમાં જ Verified Calls ફીચર એનાઉન્સ કરવામાં આવ્યું છે અને તેને ગૂગલ ફોન એપનો ભાગ બનાવવામાં આવ્યું છે. ગૂગલનું આ ફિચર યૂઝર્સને બતાવશે કે કોણ કોલ કરી રહ્યું છે, કોલ કરવાનું કારણ શું છે અને કોલરનો લોગો પણ દેખાડશે. નવું ફીચર લાવવા પાછળ મોટું કારણ ફોન કોલ ફ્રોડ્સ પર લગામ લગાવવાનું […]

હવે Googleનું આ નવું ફિચર બતાવશે કોણ કરી રહ્યું છે કોલ
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 7:48 PM

સર્ચ એન્જિન ગૂગલ તરફથી તાજેત્તરમાં જ Verified Calls ફીચર એનાઉન્સ કરવામાં આવ્યું છે અને તેને ગૂગલ ફોન એપનો ભાગ બનાવવામાં આવ્યું છે. ગૂગલનું આ ફિચર યૂઝર્સને બતાવશે કે કોણ કોલ કરી રહ્યું છે, કોલ કરવાનું કારણ શું છે અને કોલરનો લોગો પણ દેખાડશે. નવું ફીચર લાવવા પાછળ મોટું કારણ ફોન કોલ ફ્રોડ્સ પર લગામ લગાવવાનું પણ છે. આ ફિચર TrueCaller એપને સીધી ટક્કર આપી શકે છે.

 google-announces-truecaller-app-like-verified-calls-feature-which-will-show-callers-name-logo-reason-for-calling

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત સહિત દુનિયાભરમાં ફ્રોડ કોલનો મોટો પ્રોબ્લેમ છે અને Verified Calls ફીચર રોલઆઉટ કરવાની સાથે જ યૂઝર્સને તેનાથી બચાવી શકાશે. કોઈ પ્રકારના બિઝનેસ કોલની સ્થિતીમાં યૂઝર્સને દેખાઈ જશે કે કોણ અને કેમ કોલ કરી રહ્યું છે. તે સિવાય બિઝનેસની વેરિફાઈડ બેચ પણ ગૂગલ તરફથી વેરિફાઈડ કરેલા નંબર પર દેખાશે. આ ફિચર ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યુએસ સહિત દુનિયાભરમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૂગલની પિક્સલ સીરીઝના ડિવાઈસ સિવાય એન્ડ્રોઈડ ફોન્સમાં બાય ડિફોલ્ટ ગૂગલ ફોન એપ જ ડાયલરનું કામ કરે છે. આ તમામ ફોન્સમાં નવું ફીચર આગામી અપડેટની સાથે મળી જશે. જો તમારા ફોનમાં ગૂગલ ફોન એપ ઈન્સ્ટોલ નથી તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેને ઈન્સ્ટોલ કરી શકાય છે. ગૂગલનું નવું ફિચર યૂઝર્સને એ પણ બતાવશે કે તેમને બિઝનેસ કોલ કરવાનું કારણ શું છે, જે ફિચર અત્યાર સુધી TrueCaller એપમાં નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">