Laptop Tips: ચાર્જ નથી થઈ રહ્યું તમારૂ લેપટોપ તો હોઈ શકે છે આ કારણ, અપનાવો આ ટિપ્સ
લેપટોપ ચાર્જીંગ ન થવા પાછળ કેટલાક કારણો હોઈ શકે છે અને યોગ્ય કારણ શોધવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને સમસ્યાનું નિવારણ કરવામાં અને તમારા લેપટોપને સર્વિસ કેન્દ્રમાં લઈ જવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.
લેપટોપ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે સ્ટુડન્ટ હોવ કે ક્યાંક જોબ કરતા હોય, તમારે તેની જરૂર પડે છે. જો તમારું લેપટોપ જૂનું છે તો ચાર્જીંગની એક કોમન સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે સામાન્ય રીતે બે સમસ્યા જોવા મળી શકે છે જેમાં કા તો લેપટોપ યોગ્ય રીતે ચાર્જ થતુ નથી અથવા બિલકુલ ચાર્જ જ નથી થતુ.
આ પણ વાંચો: Tech News: WhatsAppએ જાહેર કર્યુ નવુ અપડેટ, સ્ટેટ્સ માટે ઉમેર્યુ આ ફીચર
તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે અને યોગ્ય કારણ શોધવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને સમસ્યાનું નિવારણ કરવામાં અને તમારા લેપટોપને સર્વિસ કેન્દ્રમાં લઈ જવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.
સમસ્યા સામાન્ય હોઈ શકે છે
ચાર્જિંગ ન થવા પાછળ ક્યારેક સૌથી સામાન્ય ભૂલ હોઈ શકે છે. જેમાં પાવર એડેપ્ટરમાં પ્લગ કર્યું હોય છે અને સ્વીચ ચાલુ કરી છે કે કેમ તે તપાસો. તમે લેપટોપના ચાર્જિંગ પોર્ટમાં ચાર્જિંગ પિન પ્લગ કરી છે કે નહીં તે પણ તપાસો.
ચાર્જર તપાસો
એવું બની શકે છે કે તમારું ચાર્જર કામ કરી રહ્યુ નથી. તેથી ખાતરી કરો કે ચાર્જર લેપટોપ અને પાવર આઉટલેટમાં યોગ્ય રીતે પ્લગ થયેલ છે. કોઈપણ નુકસાન માટે કેબલ તપાસો. જો કેબલ ક્ષતિગ્રસ્ત છે, તો તેને બદલો.
ચાર્જિંગ પોર્ટ તપાસો
લેપટોપ બિલકુલ અથવા યોગ્ય રીતે ચાર્જ ન થવાનું કારણ ચાર્જિંગ પોર્ટ પણ હોઈ શકે છે. તેથી તપાસો કે તમારા ચાર્જિંગ પોર્ટમાં કોઈ ગંદકી નથી. જો એમ હોય તો, તેને સોફ્ટ-બ્રિસ્ટલ્ડ બ્રશથી યોગ્ય રીતે સાફ કરો. આ સિવાય એ પણ ચેક કરો કે તમારું પોર્ટ ખરાબ તો નથી ને.
બેટરીને નુકસાન થઈ શકે છે
જેમ આપણે જાણીએ છીએ કે બેટરી સમય જતાં બગડે છે અને જો તમારું લેપટોપ થોડા વર્ષ જૂનું હોય, તો શક્યતા છે કે બેટરી એટલી હદે બગડી ગઈ છે કે તે ચાર્જ થઈ શકતી નથી. આ કિસ્સામાં, અધિકૃત સર્વિસ સેન્ટર પર બેટરી બદલો.
માલવેર પણ સમસ્યાઓનું કારણ બને છે
તે પણ શક્ય છે કે માલવેર બેટરીની સમસ્યાનું કારણ બની રહ્યું છે. તેથી માલવેરની તપાસ કરવા અને કોઈપણ malicious ફાઇલોને દૂર કરવા માટે એન્ટીવાયરસ સ્કેન શરૂ કરો.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…