AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Alert: આધાર કાર્ડમાં વારંવાર સુધારા કરવા પડી શકે છે ભારે, જાણો અહીં

સૌથી જરૂરી છે કે આપણે આપણા આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અને અન્ય માહિતી હંમેશા અપડેટ રાખીએ. પરંતુ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે આધારમાં કઈ વસ્તુઓ વારંવાર બદલી શકાતી નથી.

Aadhaar Card Alert: આધાર કાર્ડમાં વારંવાર સુધારા કરવા પડી શકે છે ભારે, જાણો અહીં
Aadhaar card (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 1:16 PM
Share

આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card)સામાન્ય માણસનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આપણે જ્યાં પણ કોઈ કામ માટે જઈએ છીએ, ત્યાં આધારકાર્ડ આવશ્યકપણે માંગવામાં આવે છે. હવે આના વિના કોઈ સરકારી અને બિનસરકારી કામ થઈ શકશે નહીં. એટલા માટે સૌથી જરૂરી છે કે આપણે આપણા આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અને અન્ય માહિતી હંમેશા અપડેટ રાખીએ.

ઘણી વખત આધાર કાર્ડ બનાવતી વખતે સંપૂર્ણ માહિતી (Name change in Aadhaar card)ન હોવાને કારણે ઘણા લોકો કાર્ડ બનાવતી વખતે ભૂલ કરે છે. આ પછી, જ્યારે સમસ્યા થાય છે ત્યારે તેઓ તેને સુધારવા માટે હેરાન થઈ જાય છે, આપણે આ ભૂલોને ટાળવી જોઈએ. આધાર બનાવતી સંસ્થા UIDAI એ પણ કહ્યું છે કે આધાર કાર્ડમાં બે વસ્તુઓ એવી છે કે તમે તેને વારંવાર બદલી શકતા નથી.

આ ફેરફારો કરાવતી વખતે, સાવચેત રહો નહીંતર તમારે તેમને ફરીથી બદલવા(Name update in Aadhaar card)માં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ તમારા આધાર કાર્ડમાં (Date of birth Update in Aadhaar card)કોઈ સુધારો કરવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે આધારમાં કઈ વસ્તુઓ વારંવાર બદલી શકાતી નથી.

આધાર કાર્ડમાં નામ અપડેટ

UIDAI અનુસાર, નામ માત્ર બે વાર બદલી શકાય છે. ઘણી વખત લોકોના નામના ખોટા અક્ષરો બદલાઈ જાય છે. કેટલીકવાર અટકમાં ભૂલને કારણે બદલાવ કરવો પડે છે. લોકો તેમના નામ ટુંકમાં લખાવે છે જેના કારણે તેમને પછીથી પૂરુ નામ લખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. UIDAI અનુસાર, નામમાં એકવાર ભૂલ થઈ શકે છે, વારંવાર નામ બદલવું યોગ્ય નથી. નામ લખતી વખતે સાવચેત રહો અને અક્ષરોની જોડણી યોગ્ય રીતે જણાવો.

આધાર કાર્ડમાં જન્મ તારીખ

આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર તેમની જન્મતારીખ ખોટી લખે છે. કેટલાક લોકો સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખોટું લખાણ આપે છે. જો કોઈ કારણસર તમારી જન્મતારીખ ખોટી હોય તો તે વારંવાર બદલી શકાતી નથી. વ્યક્તિની જન્મતારીખ માત્ર બે વાર બદલી શકાય છે. આધાર કાર્ડ મેળવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો મુશ્કેલીઓ વધી જાય છે.

આ પણ વાંચો: એમેઝોન વેબ સર્વિસ ઠપ્પ, Netflix, Disney Plus સહિત અનેક એપ્સના યુઝર્સ પરેશાન

આ પણ વાંચો: PM Kisan Mitra Yojana: માત્ર ખેતી પર નિર્ભર નહીં રહેવું પડે ખેડૂતોએ, આ યોજનાથી મળશે અનેક લાભ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">