ઈ-ચલણના નામે છેતરપિંડી ! વોટ્સએપ મેસેજ દ્વારા થઈ રહ્યો મોટો ખેલ, ભૂલથી પણ ના કરતા લિન્ક પર ક્લિક
આજકાલ ઘણા લોકોના મોબાઈલમાં RTO E Challan અંગેની ફેક એપ્લિકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલાણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઈલો ફ્રોડ હોય છે, જે તમારું પર્સનલ ડેટા ચોરી કરે છે

જો તમે કાર કે બાઇક ચલાવો છો, તો તમારે ઈ-ચલણ વિશે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. આજકાલ ઈ-ચલણના નામે મોટી છેતરપિંડી થઈ રહી છે. આમાં, સાયબર ગુનેગારો વોટ્સએપ પર યુઝર્સને ઈ-ચલણના નકલી મેસેજ મોકલે છે.
ઈ-ચલણના નામે થઈ રહી છેતરપિંડી
આ નકલી મેસેજ ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવો દેખાય છે. હેકર્સ આ મેસેજમાં એક લિંક પણ આપે છે, જેના પર ક્લિક કરીને યુઝરને મલીશિયસ APK (એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ) ડાઉનલોડ કરવા માટે પ્રોમ્પ્ટ મળે છે.
ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી, તે યુઝરના કોન્ટેક્ટ્સ, ફોન કોલ્સ અને SMSની એક્સેસ માંગે છે. ચિંતાજનક વાત એ છે કે આ APK ફોનની ડિફોલ્ટ મેસેજિંગ એપ પણ બની શકે છે. ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી, આ માલવેર યુઝરના ફોન પર આવતા બધા મેસેજ, OTP અને અન્ય સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાનું શરૂ કરે છે. આ કારણે, યુઝરને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ કૌભાંડ કરનારા હેકર્સ પોતાને સુરક્ષિત રાખવા માટે પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરે છે.

આજકાલ ઘણા લોકોના મોબાઈલમાં RTO E Challan અંગેની ફેક એપ્લિકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલાણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઈલો ફ્રોડ હોય છે, જે તમારું પર્સનલ ડેટા ચોરી કરે છે અને તે અંગેના કિસ્સાઓ હાલ માં વધવા પામેલ છે અને NCCRP પોર્ટલ ઉપર ખુબજ વધુ પ્રમાણમાં નોંધાઈ રહેલ છે.
જો તમે આવા ફ્રોડથી બચવા માંગો છો તો આટલું કરી લો
- જો આ ફ્રોડ થી બચવા માંગો છો તો તમને SMS/WhatsApp / Email દ્વારા મોકલાયેલી લિંક જેવી કે RTO Challan.apk કે RTO Challan250.apk આવી લિંક પર ક્લિક કરવું નહિ.
- આ બાદ પ્લે સ્ટોરમાં જઈને ગુગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું.
- તમારા મોબાઈલ માં કવચ 2.O અપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી, જે આવી malicious file ને સ્કેન કરીને ઇન્સ્ટોલ થવા દેશે નહિ.
- આ અંગે આપના શહેર/જીલ્લા યુનિટ માં તે અંગે તમામ જાહેર જનતાને જણાવવાનું રેહશે.
