ઉડતી કારના સપના જોવો છો ? તો બંધ કરી દો, કારણ કે ટૂંક સમયમાં આવી રહ્યું છે ઉડતું બાઈક

ફ્લાઈંગ બાઈકના પ્રથમ યુનિટની ડિલિવરી આગામી વર્ષના પ્રથમ છ મહિનાના સમયગાળામાં શરૂ થશે. તેની સ્પીડ લગભગ 100 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

ઉડતી કારના સપના જોવો છો ? તો બંધ કરી દો, કારણ કે ટૂંક સમયમાં આવી રહ્યું છે ઉડતું બાઈક
વિશ્વનું પ્રથમ ઉડતું બાઇક XTURISMO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:42 AM

તમે વાસ્તવિક જીવનમાં અથવા વિડિયોમાં ઉડતી કાર જોઈ હશે, પરંતુ આ અઠવાડિયે એક પ્રદર્શન દરમિયાન, જાપાને એક ઉડતું બાઇક જોયું, જે તેમની પાછળથી પસાર થયું હતું અથવા હવામાં ફરતું હતું. ALI Technologies, એક જાપાની કંપની કે જે છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈંગ બાઈક વિકસાવી રહી છે, તેણે વિશ્વની પ્રથમ પ્રેક્ટિકલ હોવર બાઇક XTURISMO લિમિટેડ એડિશનનો એક ડેમોસ્ટ્રેશન ફ્લાઈંગ વિડિયો રિલીઝ કર્યો છે. ફુજીમાં રેસિંગ ટ્રેક પર પ્રદર્શન દરમિયાન હોવર બાઇકનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ALI Technologies એ XTURISMO લિમિટેડ એડિશન માટે 26મી ઓક્ટોબરથી બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. કંપની આ ઉડતા બાઇકના માત્ર 200 યુનિટ જ વિકસાવશે. XTURISMO લિમિટેડ એડિશનની કિંમત 77.7 મિલિયન યેન (અંદાજે  5.10 કરોડ રૂપિયા) છે. જેમાં કર અને વીમા પ્રિમિયમનો પણ સમાવેશ થાય છે.

ડેમોસ્ટ્રેશન દરમિયાન, ફુજી રેસિંગ ટ્રેક પર ગ્રાન્ડસ્ટેન્ડની સામે XTURISMO લિમિટેડ એડિશન ફ્લાઇંગ બાઇક ગળગળાહટની અવાજ સાથે હવામાં ઉડતું જોવા મળ્યું હતું. તેને આઠનો આકાર બનાવતા હવામાં ધીરે ધીરે ફરતું પણ જોવામાં આવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફ્લાઈંગ બાઇકમાં શું છે ખાસ

XTURISMO ફલાઈંગ બાઇક અથવા હોવર બાઇક ઈન્ટરનલ કમ્બશન એન્જિન (જે પેટ્રોલ પર ચાલે છે)ની સાથે ઇલેક્ટ્રિકલી ઓપરેટ થાય છે. કંપનીનો ટાર્ગેટ 2025 સુધીમાં આ ઉડતી બાઇકનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાનું છે.

XTURISMO ઉડતા બાઇકનું વજન લગભગ 300 કિલો છે. ઉડતા બાઇકની લંબાઈ 3.7 મીટર, પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. હાલમાં તેમાં માત્ર એક જ પાયલોટ બેસી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ઉડતા બાઇકનો ક્રૂઝિંગ સમય 30 થી 40 મિનિટનો છે. જો કે હોવર બાઇકની મહત્તમ સ્પીડ કંપની દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ડેમોસ્ટ્રેશન દરમિયાન તે લગભગ 100 kmphની ઝડપે ઉડતું જોવા મળ્યું હતું.

ALI Technologies ના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેસુકે કાતાનોએ જણાવ્યું હતું કે, અમે 2017માં હોવર બાઇક વિકસાવવાનું શરૂ કર્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં એર મોબીલીટીને વેગ મળશે, પરંતુ સૌથી પહેલા આપત્તિના સમયમાં  સમુદ્ર અને પર્વતીય વિસ્તારોમાં તેનો ઉપયોગ થવાની અપેક્ષા છે. XTURISMO ના પ્રથમ તબક્કા તરીકે આને રજૂ કરતા મને આનંદ થાય છે.

કંપનીએ કહ્યું કે આ લિમિટેડ એડિશન ફ્લાઈંગ બાઈકના પ્રથમ યુનિટની ડિલિવરી આગામી વર્ષના પ્રથમ છ મહિનાના સમયગાળામાં શરૂ થશે.

આ પણ વાંચો :  Sameer Wankhede Case: 25 કરોડની ડીલ કેસમાં સમીર વાનખેડેની પૂછપરછ, NCBએ હવે પ્રભાકર સાઈલ અને કિરણ ગોસાવીને બોલાવ્યા

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">