Fastag Fraud Video: FASTag માંથી પૈસા ઉડાવનાર વીડિયો પર જાણો સરકારે શું કહ્યું, દાવામાં કેટલું સત્ય?

એવો દાવો કરવામાં આવે છે કે બાળક તેની સ્માર્ટવોચ (Smartwatch)વડે FASTag સ્કેન કરી રહ્યું છે. શું કોઈ FASTag માં જમા થયેલી રકમ કોઈપણ ઉપકરણથી સ્કેન કરીને ઉપાડી શકાય છે? ચાલો આ વીડિયોનું સત્ય જાણીએ.

Fastag Fraud Video: FASTag માંથી પૈસા ઉડાવનાર વીડિયો પર જાણો સરકારે શું કહ્યું, દાવામાં કેટલું સત્ય?
FASTagImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 12:19 PM

છેલ્લા કેટલાક દિવસોથી તમામ સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કારની વિન્ડસ્ક્રીન સાફ કરી રહેલ એક બાળક સ્માર્ટવોચમાંથી ફાસ્ટેગ (FASTag)માં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે બાળક તેની સ્માર્ટવોચ (Smartwatch)વડે FASTag સ્કેન કરી રહ્યું છે. શું કોઈ FASTag માં જમા થયેલી રકમ કોઈપણ ઉપકરણથી સ્કેન કરીને ઉપાડી શકાય છે? ચાલો આ વીડિયોનું સત્ય જાણવાનો પ્રયાસ કરીએ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં શું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળક કપડાથી કારની વિન્ડસ્ક્રીન સાફ કરી રહ્યો છે અને આ દરમિયાન તે ફાસ્ટેગ પર તેની સ્માર્ટવોચ ફેરવે છે. જે બાદ કાર ચાલક બાળકને બોલાવીને પૂછે છે કે સફાઈ કરી તો પૈસા કેમ નથી માંગ્યા. તે પછી બાળક કહે છે કે હા, પૈસા જોઈએ છે અને પછી ત્યાંથી ભાગવા લાગે છે. આ પછી કાર ચાલક કહે છે કે આ એક સ્કેમ છે અને આ બાળકો તેમની સ્માર્ટવોચથી સ્કેન કરે છે અને ફાસ્ટેગમાં પડેલા પૈસા ટ્રાન્સફર કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

FASTag કેવી રીતે કામ કરે છે અને શું આ પદ્ધતિ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે?

આપની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે તમારી કાર અથવા અન્ય કોઈપણ વાહનમાં લાગેલું FASTag સ્ટીકર RFID (Radio Frequency Identification) પર કામ કરે છે. RFID એક પ્રકારનું નાનું રેડિયો રીસીવર છે. RFID રીડરની મદદથી, ટોલ પ્લાઝા પર FASTag સ્ટીકરમાંથી ટોલ મની કાપવામાં આવે છે. માત્ર NPCI (National Payments Corporation of India)પાસે FASTagમાં જમા કરાયેલા નાણાંના ખાતા અને કપાત પછી જે ખાતામાં નાણાં જમા થયા છે તેની માહિતી છે.

Paytm, PIB અને FASTagએ વીડિયોને ફેક ગણાવ્યો

ફાસ્ટેગે પણ ટ્વિટ કરીને આ વીડિયોને ફેક ગણાવ્યો છે. આ સિવાય PIB ફેક્ટ ચેકની ટીમે પણ તેને નકલી ગણાવ્યું છે. FASTag એ જણાવ્યું છે કે NETC (National Electronic Toll Collection) FASTag વ્યવહારો ફક્ત નોંધાયેલા વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ કરી શકાય છે જેમને NPCI દ્વારા તેમના ભૌગોલિક સ્થાન (Geo Location)દ્વારા FASTag સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યા છે. કોઈપણ અનધિકૃત ડિવાઈસ NETC FASTag પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. આ મામલામાં Paytmનું નામ પણ સામે આવ્યું છે, ત્યારબાદ Paytmએ આ વીડિયોને ફેક ગણાવ્યો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">