Fake Cyber Police Fraud: સાયબર ક્રાઈમ ઓફિસરના નામે કરે છે ફોન કોલ, ડરાવીને લોકો સાથે કરે છે છેતરપિંડી, જુઓ Video
જો તમને ફેક સાયબર પોલીસ ઓફિસરનો ફોન આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. જો ઈન્સ્ટાગ્રામ પર કોઈ વીડિયોને લાઈક કે શેર કરવાના નામે તમને રૂપિયા કમાવવાની વાત કરે છે, તો તેની જાળમાં ફસાવું નહી. કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તમે હેલ્પલાઈન નંબર 1930 અથવા વેબસાઇટ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

દેશમાં દિવસેને દિવસે સાયબર (Cyber Crime) ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ગુનેગારો હવે સાયબર ક્રાઈમ પોલીસ (Fake Cyber Police Fraud) ઓફિસર હોવાનું કહીને ફ્રોડ કોલ કરી રહ્યા છે. આવા અનેક કિસ્સા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે. નોઈડા સાયબર ક્રાઈમ સ્ટેશન ઈન્ચાર્જ રીટા યાદવે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં સાઈબર ક્રાઈમના 34 કેસ નોંધાયા છે. જેમાં સામાન્ય જનતા સાથે 4 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે.
વીડિયો શેર કરવાના નામે ફ્રોડ
ફ્રોડ કેસ ફેસબુક અને યુટ્યુબ પર લાઈક કરવા અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરવાના નામે થયા છે. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવાની નવી રીતો શોધી રહ્યા છે. સાયબર ક્રાઈમ સ્ટેશન ઈન્ચાર્જ રીટા યાદવનું કહેવું છે કે, સાઈબર ફ્રોડ ગુનેગારો હવે પોલીસ અધિકારીઓ અને નાર્કોટિક્સ ઓફિસરોના નામે ફેક કોલ કરીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે.
સાયબર અધિકારીનો ઢોંગ કરીને છેતરપિંડી
સ્કેમર્સ લોકોને ફોન કરીને કહે છે કે, તેની પાસે કેટલાક વાંધાજનક વીડિયો છે જેને તે વાયરલ થતા અટકાવી શકે છે. વીડિયો વાયરલ ન થાય, તેના માટે રૂપિયા ચૂકવવા પડશે. બદનામીના ડરથી લોકો છેતરપિંડી કરનારાઓને રૂપિયા મોકલે છે. થોડા દિવસો બાદ સ્કેમર્સે ફરીથી ફોન કરીને કહ્યું કે, તે દિલ્હી સાયબર ક્રાઈમ ઓફિસર વાત કરી રહ્યા છે. વાંધાજનક વીડિયોમાં એક છોકરી છે, તેણે આત્મહત્યા કરી લીધી છે, હવે તે તેની સામે કાર્યવાહી કરશે. જો તેઓ કાર્યવાહીથી બચવા માંગતા હોય તો નાણા ચૂકવવા પડશે.
આ પણ વાંચો : UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ
સાયબર ફ્રોડ થાય તો શું કરવું
જો તમને ફેક સાયબર પોલીસ ઓફિસરનો ફોન આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. જો કોઈ ઈન્સ્ટાગ્રામ પર કોઈ વીડિયોને લાઈક કે શેર કરવાના નામે તમને રૂપિયા કમાવવાની વાત કરે છે, તો તેની જાળમાં ફસાવું નહી. કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તમે હેલ્પલાઈન નંબર 1930 અથવા વેબસાઇટ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો