AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ

સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા લોકોને રૂપિયાની ચુકવણી કરતી વખતે QR કોડને સ્કેન કરતી વખતે સાવચેત રહો. તમારો UPI વોલેટ પિન, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો જેવી કે PIN, વન ટાઈમ પાસવર્ડ (OTP), CVV, એક્સપાયરી ડેટ કે કાર્ડનો પ્રકાર કોઈની સાથે શેર કરશો નહીં.

UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ
UPI Payment Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 1:30 PM
Share

દેશમાં દરરોજ નવા સાયબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ફ્રોડનો શિકાર બની રહ્યા છે. હાલમાં મોટાભાગના ટ્ર્રાન્સેક્શન UPI દ્વારા કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ UPI નો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. NPCIએ ચેતવણી જાહેર કરી છે કે, લોકોએ પોતાના ખાતામાં રૂપિયા મેળવવા માટે ક્યારેય પણ UPI પિન દાખલ કરવાની જરૂર નથી.

આવી રીતે કરે છે છેતરપિંડી

ઘણી વખત છેતરપિંડી કરનારાઓ QR કોડ ધરાવતા ફિશિંગ ઈમેઇલ્સ મોકલે છે, જે જાણીતી ઈ-કોમર્સ સાઇટ અથવા બેંક સાથે મળતા આવતા હોય છે. આ ઈમેલમાં સામાન્ય રીતે તમારી છેલ્લી ચૂકવણી ફેઈલ થઈ છે તેથી ફરી ચુકવણી કરો’ અથવા ‘આ QR કોડ સ્કેન કરીને તમારું એકાઉન્ટ સક્રિય કરો’ જેવા મેસેજ હોય છે. લોકો વાત સાચી માની લે છે અને સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે. તેથી UPI QR કોડ દ્વારા ચુકવણી કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે.

QR કોડ દ્વારા થઈ શકે છેતરપિંડી

સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા લોકોને રૂપિયાની ચુકવણી કરતી વખતે QR કોડને સ્કેન કરતી વખતે સાવચેત રહો. તમારો UPI વોલેટ પિન, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો જેવી કે PIN, વન ટાઈમ પાસવર્ડ (OTP), CVV, એક્સપાયરી ડેટ કે કાર્ડનો પ્રકાર કોઈની સાથે શેર કરશો નહીં.

આ પણ વાંચો : Honey Trap Fraud: યુવતિઓ પહેલા કરે છે મીઠી વાતો અને પછી કરે છે ન્યૂડ વીડિયો કોલ, હની ટ્રેપની જાળમાં ફસાવી લોકો સાથે કરે છે ફ્રોડ

ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

  1. હંમેશા QR કોડ સ્કેન કર્યા બાદ દુકાનદારને તેની બેંક વિશે પૂછો અને માહિતીની ચકાસણી બાદ પેમેન્ટ કરો.
  2. અજાણ્યા ફોન નંબર અથવા અન્ય કોઈ સોર્સમાંથી મળેલા UPI સંબંધિત કોઈપણ મેસેજ પર વિશ્વાસ ન કરો.
  3. જો ભૂલથી ખોટા UPIમાં નાણા ટ્રાન્સફર થઈ જાય, તો તરત જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને ફરિયાદ કરો.
  4. તમારી સાથે છેતરપિંડી થાય તો તમે ટોલ ફ્રી નંબર 1930 પર કોલ કરી શકો છો અથવા cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ
ઉનાળાના આરંભ પૂર્વે ગુજરાતમાં માત્ર 74 ટકા જળસંગ્રહ
ઉનાળાના આરંભ પૂર્વે ગુજરાતમાં માત્ર 74 ટકા જળસંગ્રહ
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
g clip-path="url(#clip0_868_265)">