AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્કે બહાર પાડ્યુ વધુ એક ફરમાન, ટ્વિટરના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલીસી બંધ કરી

એલોન મસ્કે આ ઈમેલ બુધવારે સાંજે મોકલ્યો હતો. હાલમાં જ ટ્વિટરની ડિલ પૂરી થતા જ એલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી હતી. આવતાની સાથે જ તેમણે મોટા મોટા નિર્ણયો લેવાના શરુ કર્યા છે.

એલોન મસ્કે બહાર પાડ્યુ વધુ એક ફરમાન, ટ્વિટરના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલીસી બંધ કરી
Twitter ends Work From HomeImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:52 PM
Share

ટ્વિટરમાં નવા બોસ એલન મસ્કના આવતા જ ટ્વિટરમાં ધમાલ મચી છે. એક પછી એક એલોન મસ્કના નિર્ણયનો કારણે આખી દુનિયા દંગ રહી ગઈ છે. ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે એક નવો ઈમેલ પોતાના કર્મચારીઓને મોકલ્યો છે. એલોન મસ્કે પોતાના પહેલા ઈમેલથી જ પોતાના કર્મચારીઓને રિમોટ વર્ક ખતમ કરવાની માહિતી શેયર કરી છે. સાથે જ તેમણે કહ્યુ કે, આગળનો સમય ખુબ મુશ્કેલ રહેશે. એલોન મસ્કે આ ઈમેલ બુધવારે સાંજે મોકલ્યો હતો. હાલમાં જ ટ્વિટરની ડિલ પૂરી થતા જ એલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી હતી. આવતાની સાથે જ તેમણે મોટા મોટા નિર્ણયો લેવાના શરુ કર્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એલન મસ્કે રિમોટ વર્કિગ એટલે કે વર્ક ફ્રોમ હોમ ખતમ કર્યુ છે. એટલે કે ટ્વિટરના કર્મચારીઓને હવે વર્ક ફ્રોમ હોમ કરવાની પરવાનગી નહીં મળે. સાથે જ કર્મચારીઓ પાસે એલન મસ્ક આશા રાખી રહ્યા છે કે, એક અઠવાડિયામાં તેઓ 40 કલાક કામ કરશે અને પોતાને સાબિત કરશે. કોરોના મહામારીને કારણે દુનિયાભરની અનેક કર્મચારીઓની જેમ ટ્વિટરે પણ વર્ક ફ્રોમ હોમ ચાલુ કર્યુ હતુ. ત્યારબાદ ગૂગલ જેવી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમને પરમનેન્ટ કર્યુ હતુ. જેની ભારે ચર્ચા થઈ હતી. પણ ત્યારબાદ ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પોલીસી બંધ કરી હતી.

ટ્વિટરને સંભાળતા જ કર્યા મોટા નિર્ણયો

એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટરમાં મોટા મોટા બદલાવ આવ્યા છે. આ પહેલા સીઈઓ જેવા મોટા પદ પરના અધિકારીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટીમને પણ ભંગ કરી. ત્યારબાદ ટ્વિટરમાંથી 50 ટકા કર્મચારીઓને બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો, ગયા શુક્રવારે ઘણા કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

બ્લૂ ટિક માટે યુઝર્સે ચૂકવવી પડશે કિંમત

ટ્વિટર વેરિફાઈડ યુઝર્સને બ્લૂ ટિકનું નિશાન આપે છે. તેના માટે ટ્વિટર એક પ્રોસેસ ફોલો કરતુ હતુ, પણ એલન મસ્કે બ્લૂ ટિક માટે પૈસા લેવાનો નિર્ણય કર્યો હતો. તેના માટે કંપની યુઝર્સ પાસે 8 ડોલર લેશે. ભારતમાં ટેક્સ બાદ બ્લૂ ટિક માટેનો રેટ કેટલો હશે તેની જાણકારી આવનારા સમયમાં આપવામાં આવશે. આવનારા સમયમાં એલન મસ્ક દુનિયાને દંગ કરી દેતા નિર્ણય લે, તેમાં કોઈ નવાઈ નથી.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">