શિયાળામાં ઈલેક્ટ્રિક ગીઝર લેવું કે ગેસ ગીઝર? જાણો તમારે માટે કયું રહેશે બેસ્ટ
જો તમે તમારા ઘર માટે ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે, કયું ગીઝર ખરીદવું. આજે આપણે જાણીશું કે, ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝરમાં કયું ગીઝર બેસ્ટ રહેશે. બંને ગીઝરના ફાયદા અને ગેરફાયદાઓ વિશે વિગતવાર જાણીશું.

હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ઘરમાં ગરમ પાણીની જરૂરિયાત રહે છે અને તેનો ઉપયોગ પણ વધી જાય છે. નહાવાની સાથે ઘણા લોકો કપડાં ધોવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરે છે. તેથી જો તમે તમારા ઘર માટે ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે, કયું ગીઝર ખરીદવું. આજ આપણે જાણીશું કે, ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝરમાં કયું ગીઝર બેસ્ટ રહેશે. બંને ગીઝરના ફાયદા અને ગેરફાયદાઓ વિશે જાણીશું.
ઈલેક્ટ્રિક ગીઝરના ફાયદા
- ઈલેક્ટ્રિક ગીઝરના ભાવ ઓછા હોય છે.
- આ ગીઝરનું મેઈન્ટનેન્સ સરળ છે.
- તેમાં કોઈ જ્વલનશીલ પદાર્થ નથી, તેથી આગનું જોખમ ઓછું રહે છે.
- વીજળી હોય તો તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
ઈલેક્ટ્રિક ગીઝરના ગેરફાયદા
- ઈલેક્ટ્રિક ગીઝરમાં પાણી ગરમ થવામાં સમય લાગે છે.
- તેમાં એકસાથે કેપેસિટી મૂજબ જ પાણી ગરમ કરી શકાય છે.
- તેનો ઉપયોગ કરવાથી લાઈટ બિલ વધારે આવી શકે છે.
ગેસ ગીઝરના ફાયદા
- ગેસ ગીઝરમાં ઝડપથી પાણી ગરમ થઈ જાય છે.
- તેમાં એકસાથે વધારે પાણી ગરમ કરી શકાય છે.
- ગેસ ગીઝરનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ઓછું આવે છે.
ગેસ ગીઝરના ગેરફાયદા
- ગેસ ગીઝરની કિંમત ઈલેક્ટ્રિક ગીઝર કરતાં વધારે હોય છે.
- તેનું મેઈન્ટનેન્સ કરવામાં ખર્ચ વધારે થાય છે.
- તેમાં જ્વલનશીલ પદાર્થો હોવાથી આગનું જોખમ વધારે રહે છે.
- લાઈટ ન હોય ત્યારે પણ ઉપયોગ કરી શકાય છે તેમાં વીજળીની જરૂરિયાત રહેતી નથી.
આ પણ વાંચો : Aadhaar Update Free : આજે ફ્રીમાં આધારમાં નામ, સરનામું અને અન્ય વિગતો અપડેટ કરી શકાશે, જાણો કઈ રીતે
તમારી જરૂરિયાત અનુસાર ગીઝરની પસંદગી કરો
જો તમારું બજેટ ઓછું છે અને તમે ઇચ્છો છો કે ગીઝરને જાળવવામાં સરળતા રહે અને તેમાં આગ લાગવાનું જોખમ ઓછું હોય, તો ઈલેક્ટ્રિક ગીઝર તમારા માટે સારો ઓપ્શન છે. જો તમે વિચારો કે પાણી ઝડપથી તરત જ ગરમ થાય અને પાણીની ક્ષમતા વધુ હોય, તો ગેસ ગીઝર વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તે મોટાભાગે મોટા પરિવારો માટે યોગ્ય છે.
જો તમારા ઘરમાં હંમેશા વીજળી રહે છે, તો ઇલેક્ટ્રિક ગીઝર પણ સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમારા ઘરમાં વીજળી આવતી-જતી રહે છે, તો ગેસ ગીઝર વધુ સારો વિકલ્પ છે.
