AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update Free : આજે ફ્રીમાં આધારમાં નામ, સરનામું અને અન્ય વિગતો અપડેટ કરી શકાશે, જાણો કઈ રીતે

Aadhaar Update Free : આજે 14 જૂન સુધી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઈટ પરથી વસ્તી વિષયક વિગતોને ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા નિઃશુલ્ક આપી છે. આ ફ્રી સેવા માત્ર ડેમોગ્રાફિક ડેટા એટલે કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલના અપડેટ માટે ઉપલબ્ધ છે.

Aadhaar Update Free : આજે ફ્રીમાં આધારમાં નામ, સરનામું અને અન્ય વિગતો અપડેટ કરી શકાશે, જાણો કઈ રીતે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 8:22 AM
Share

Aadhaar Update Free: જો તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, નંબર વગેરેને ઓનલાઈન અપડેટ કરવા માંગો છો અને તે પણ Free માં!!! તો આજે તમારી પાસે છેલ્લી તક છે.  આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે પરંતુ આજે 14 જૂન સુધી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઈટ પરથી વસ્તી વિષયક વિગતોને ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા નિઃશુલ્ક આપી છે. આ ફ્રી સેવા માત્ર ડેમોગ્રાફિક ડેટા એટલે કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલના અપડેટ માટે ઉપલબ્ધ છે.જો કોઈ વ્યક્તિ તેના ફોટોગ્રાફ, આઈરિસ અથવા અન્ય બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માંગે છે તો તેણે હજી પણ આધાર નોંધણી કેન્દ્ર(Aadhar Enrollment Center)ની મુલાકાત લેવી પડશે અને અપડેટ માટે જરૂરી ફી પણ ચૂકવવી પડશે.

આધાર વિગતો અપડેટ કરવી જરૂરી

UIDAI એ નાગરિકો માટે દર 10 વર્ષે તેમની આધાર વિગતો અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. વધુમાં સરકારે હવે બાળકોની આધાર વિગતો અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા લાગુ કરી છે. આદેશ મુજબ જ્યારે બાળક 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તમામ બાયોમેટ્રિક્સ અપડેટ માટે સબમિટ કરવા જોઈએ. વિગતો અપડેટ રાખવાથી એ સુનિશ્ચિત થશે કે સરકાર આધાર સંબંધિત સેવાઓમાં સુધારો કરશે અને આધાર પ્રમાણીકરણ સફળતા દરમાં વધારો કરશે. બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે.

આ સ્ટેપ્સને અનુસરો

  • સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in વેબસાઈટ પર જાઓ.
  • હવે રજિસ્ટર્ડ નંબર પર આવતા આધાર નંબર અને OTPની મદદથી લૉગિન કરો અને ‘Name/Gender/Date of Birth & Address Update’નો વિકલ્પ પસંદ કરો.
  • આગળની સ્ક્રીન પર ‘Update Aadhaar Online’  પર ક્લિક કરો.
  • વસ્તી વિષયક વિકલ્પોની સૂચિમાંથી ‘Address’ પસંદ કર્યા પછી ‘Proceed to Update Aadhaar’  પર ક્લિક કરો.
  • આધારભૂત દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરતી વખતે તમારે નવું સરનામું દાખલ કરવું પડશે.
  • તમારી વિનંતી કોઈપણ ચુકવણી કર્યા વિના સબમિટ કરવામાં આવશે અને સેવા વિનંતી નંબર (SRN) જનરેટ કરવામાં આવશે જેની મદદથી તમે વિનંતીની સ્થિતિ તપાસી શકશો.

આ પણ વાચો: US Debt Ceiling: અમેરિકામાં હાલ પૂરતો મંદીનો ખતરો ટળ્યો, સંકટમાં ભારતના પણ 224 અબજ ડોલર અટવાયા છે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">