AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આખી રાત ફોન ચાર્જ કરવાથી ખરાબ થાય છે Battery? જાણો સાચો જવાબ અને ચાર્જિંગની સાચી રીત

આખી રાત ફોન ચાર્જિંગમાં રાખવાથી શું થાય? આ અંગે લોકોમાં અનેક સવાલો છે, જેમાં ઓવરચાર્જિંગ અને બેટરી ખરાબ થવાની ચિંતા સૌથી મોટી હોય છે. એવામાં બેટરીની હેલ્થ લાંબા સમય સુધી સારી રાખવા માટે કઈ આદતો ફાયદાકારક છે અને કઈ ટાળવી જોઈએ?

શું આખી રાત ફોન ચાર્જ કરવાથી ખરાબ થાય છે Battery? જાણો સાચો જવાબ અને ચાર્જિંગની સાચી રીત
| Updated on: Nov 28, 2026 | 5:04 PM
Share

રાત્રે સૂતા પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકવો અને સવારે ઊઠીને 100% બેટરી સાથે તેનો ઉપયોગ કરવો… મોટાભાગના લોકોની રોજિંદી આદત છે. હવે સવાલ એ છે કે, શું આખી રાત ચાર્જરમાં રહેલો ફોન ખરેખર બગડી જાય છે? શું 100% ચાર્જ થયા પછી પણ ફોન વીજળી ખેંચતો રહે છે અને તેનાથી બેટરી ફાટવા કે ખરાબ થવાનો ખતરો રહે છે?

જો તમે પણ આખી રાત ફોન ચાર્જિંગમાં છોડી દો છો, તો ગભરાવાની જરૂર નથી. આજના સ્માર્ટફોનમાં એવી સિસ્ટમ હોય છે, જે બેટરીને જરૂર કરતાં વધુ ચાર્જ થવાથી બચાવે છે. હવે આનો અર્થ એ નથી કે, ચાર્જિંગની દરેક આદત બેટરી માટે સારી હોય છે.

શું આખી રાત ચાર્જ કરવાથી ફોન ઓવરચાર્જ થાય છે?

આજકાલ સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. તેમાં ચાર્જિંગને નિયંત્રિત કરવા માટે બિલ્ટ-ઇન સિસ્ટમ હોય છે. ફોનની બેટરી જેવી 100% સુધી પહોંચે છે, ફોન ચાર્જિંગને નિયંત્રિત કરે છે અથવા બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ફોનને આખી રાત ચાર્જરમાં લગાવી રાખવાથી સામાન્ય રીતે ઓવરચાર્જિંગ થતું નથી.

જો કે, બેટરીનું 100% ચાર્જ પર લાંબા સમય સુધી રહેવું તેની ઉમર પર ધીમે-ધીમે અસર કરી શકે છે. ફોન સમયાંતરે બેટરી લેવલ જાળવી રાખવા માટે ફરીથી ચાર્જિંગ શરૂ પણ કરી શકે છે.

બેટરી ખરાબ થવાનું અસલી કારણ શું છે?

ફોનની બેટરી એક દિવસ આખી રાત ચાર્જ કરવાથી બગડતી નથી પરંતુ કેટલીક આદતો સમય જતાં બેટરી હેલ્થ ઘટાડી શકે છે.

  1. ગરમી: ચાર્જિંગ દરમિયાન ફોન વધુ ગરમ થવો બેટરીની આવરદા ઘટાડી શકે છે. ફોનને ઓશિકા, ધાબળા કે એવી જગ્યાએ મૂકીને ચાર્જ ન કરો, જ્યાં ગરમી બહાર ન નીકળી શકે.
  2. હંમેશા 100% ચાર્જ રાખવું: બેટરીને લાંબા સમય સુધી ફુલ ચાર્જ પર રાખવાથી તેના પર વધારાનો કેમિકલ સ્ટ્રેસ પડી શકે છે.
  3. વારંવાર 0% સુધી પહોંચાડવું: ફોનની બેટરીને વારંવાર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવી પણ તેની આવરદા પર અસર કરી શકે છે.

ફોન ચાર્જ કરવાની સાચી રીત કઈ છે?

  1. જો તમે ફોનની બેટરી લાંબા સમય સુધી સારી રાખવા માંગો છો, તો કેટલીક સરળ આદતો અપનાવી શકો છો.
  2. ફોનમાં Battery Protection, Optimized Charging અથવા Adaptive Charging ફીચર ON રાખો.
  3. ફોનને ગરમ જગ્યાએ અથવા ધાબળા નીચે મૂકીને ચાર્જ ન કરો.
  4. પ્રયાસ કરો કે, બેટરી વારંવાર 0% સુધી ન પહોંચે.
  5. જો તમારી જરૂરિયાત પૂરી થઈ જતી હોય, તો બેટરીને લગભગ 80% સુધી ચાર્જ કરવી પણ એક સારો વિકલ્પ છે. જો કે, રોજ 100% ચાર્જ કરવી પણ કોઈ ભૂલ નથી.

શું આખી રાત ફોન ચાર્જ કરવાનું બંધ કરી દેવું જોઈએ?

ના, આધુનિક સ્માર્ટફોનમાં આખી રાત ચાર્જિંગ કરવું સામાન્ય રીતે સુરક્ષિત છે. તમારે ફોન 100% થતાં જ તરત ચાર્જરમાંથી કાઢવાની ચિંતા કરવાની જરૂર નથી.

જો તમે ફોનની બેટરી હેલ્થ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો, તો ચાર્જિંગ દરમિયાન ગરમીથી બચવું અને ફોનના સ્માર્ટ ચાર્જિંગ ફીચરનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહેશે.

ચાર્જર અને ઈયરફોનના બોક્સને ભૂલથી પણ ના ફેંકતા! જાણો કેમ જરુરી છે તે ખાલી ખોખું

Follow Us
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
g clip-path="url(#clip0_868_265)">