AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating App Fraud: જો તમે ડેટિંગ એપ્સ પર પાર્ટનર શોધી રહ્યા છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી

હવે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આમ જનતાથી લઈને નેતાઓ અને અભિનેતાઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. સાયબર ગુનેગારો છેતરપિંડીની નવી નવી રીતો દ્વારા લોકોને છેતરી રહ્યા છે. બેંગલુરુથી ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને ડેટિંગ એપ દ્વારા ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યો છે. એક યુવકે જીવનસાથીની શોધ માટે ડેટિંગ એપનો ઉપયોગ કર્યો, જે બાદ તેને નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

Dating App Fraud: જો તમે ડેટિંગ એપ્સ પર પાર્ટનર શોધી રહ્યા છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી
Dating App Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 1:43 PM
Share

હવે દુનિયા ડીજીટલ થઈ રહી છે અને લોકોના બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. તેથી જ હવે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આમ જનતાથી લઈને નેતાઓ અને અભિનેતાઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. સાયબર (Cyber Crime) ગુનેગારો છેતરપિંડીની નવી નવી રીતો દ્વારા લોકોને છેતરી રહ્યા છે. આ ક્રમમાં હવે બેંગલુરુથી ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને ડેટિંગ એપ દ્વારા ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યો છે.

ડેટિંગ એપ પર જીવનસાથી મળશે

મીડિયા રીપોર્ટસ અનુસાર એક યુવકે જીવનસાથીની શોધ માટે ડેટિંગ એપનો ઉપયોગ કર્યો, જે બાદ તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુનો એક યુવક એ વિચારીને ડેટિંગ એપ પર ગયો હતો કે તેને ત્યાં જીવનસાથી અને સારા મિત્રો મળશે, પરંતુ તેને પાર્ટનર ન મળ્યો પરંતુ ઉલટું તે ફ્રોડનો શિકાર બની ગયો હતો.

યુવકની મુલાકાત નિકિતા નામની યુવતી સાથે થઈ

રિપોર્ટ અનુસાર, ડેટિંગ એપ પર સર્ચ કરતી વખતે યુવકની મુલાકાત નિકિતા નામની એક 25 વર્ષની યુવતી અને અન્ય એક વ્યક્તિ અરવિંદ શુક્લા સાથે થઈ હતી. નિકિતાએ યુવક સાથે વાત શરૂ કરી હતી. ત્યારબાદ તેણે તેનો ફોન નંબર અને સોશિયલ મીડિયાની વિગતો મેળવી લીધી. આ પછી યુવક અને નિકિતાએ એક મેસેજિંગ એપ પર વીડિયો કોલિંગ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું.

યુવકને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું

થોડા સમય બાદ યુવક નિકિતા પર વિશ્વાસ કરવા લાગ્યો હતો. બાદમાં નિકિતાએ યુવકના કેટલાક વીડિયો રેકોર્ડ કર્યા અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ પછી, પોતાની ઈજ્જત બચાવવા માટે યુવકે યુવતીના અલગ-અલગ ખાતામાં 2.6 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો : PF Fraud: સરકારી અધિકારીને પીએફની લાલચ આપીને કરી છેતરપિંડી, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ગુમાવ્યા હજારો રૂપિયા

યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી

યુવક આ બાબતથી પરેશાન થયો અને તેણે બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં પોલીસને ફરિયાદ કરી હતી. અહેવાલો અનુસાર, તેણે કહ્યું કે ઇન્ટરનેટ પર ખોટા લોકો પર વિશ્વાસ કરવાને કારણે તેણે 2.6 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ફરિયાદ બાદ પોલીસ આ મામલની તપાસ શરૂ કરી હતી. સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">