જૂની નોટો અને સિક્કા વેચીને બનો લખપતિ, જો આવી લાલચમાં આવશો તો ગુમાવશો રૂપિયા, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
ઓનલાઈન જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી જાહેરાત આપવામાં આવે છે કે જૂની નોટો અને સિક્કાઓની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ રીતે લોકોને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે. ઘણી વેબસાઈટ જાહેરાતમાં આરબીઆઈના નામનો ઉપયોગ પણ કરી રહી છે.
છેતરપિંડી કરનારા સામાન્ય લોકોને છેતરવા માટે નવી નવી પદ્ધતોએ અપનાવી રહ્યા છે. ઠગ્સ આમ જનતાની બેદરકારી, શોખ કે લાલચનો ફાયદો ઉઠાવીને રૂપિયાની ચોરી કરી રહ્યા છે. આ ક્રમમાં હવે સ્કેમર્સ લોકોને જૂની નોટો અને સિક્કાની હરાજી કરીને લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી રહ્યા છે. ઓનલાઈન એવી ઘણી વેબસાઇટ્સ છે જેઓ જૂની નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણ કરી રહ્યા છે.
આરબીઆઈએ લોકોને આપી સલાહ
તેમાની ઘણી વેબસાઈટ્સ ફેક હોય છે જે પોતાની સાઈટ પર RBIના નામ કે લોગોનો ઉપયોગ કરીને લોકોને લાલચ આપી રહ્યા છે. ત્યારબાદ આરબીઆઈએ પણ લોકોને સલાહ આપી છે કે તેઓ આવી લાલચમાં આવે નહીં અને સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ નહીં.
આ બાબતે ફરિયાદ કરવી જોઈએ
ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા મૂજબ, જૂની નોટ કે સિક્કાઓની હરાજી સાથે તેનો કોઈ લેવાદેવા નથી. આરબીઆઈ આ કાર્યો સાથે સંકળાયેલ નથી. જો કોઈ વ્યક્તિ કે વેબસાઈટ આરબીઆઈના નામે આ પ્રકારે કામ કરે છે તો આ બાબતે ફરિયાદ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિને પોતાની પાસે રહેલી જૂની નોટો કે સિક્કા વેચવા હોય તો તેઓએ RBIની ગાઈડલાઈન વાંચવી જોઈએ.
લોકોને લાખો રૂપિયા કમાવવાની આપે છે લાલચ
ઓનલાઈન જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી જાહેરાત આપવામાં આવે છે કે જૂની નોટો અને સિક્કાઓની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ રીતે લોકોને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે. ઘણી વેબસાઈટ જાહેરાતમાં આરબીઆઈના નામનો ઉપયોગ પણ કરી રહી છે. તેઓ એવી રીતે રજૂઆત કરે છે કે તેઓ આરબીઆઈ દ્વારા અધિકૃત હોય અને તેમને મંજૂરી મળી હોય.
કમિશન અથવા ટેક્સના રૂપમાં રૂપિયાની માંગણી
લોકો જ્યારે પોતાની જૂની નોટો અથવા સિક્કાઓની હરાજી કરવા માટે આ સાઈટ પર આપેલા નંબર પર સંપર્ક કરે છે, ત્યારે સ્કેમર્સ તેમની પાસેથી રજીસ્ટ્રેશન ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારબાદ કમિશન અથવા ટેક્સના રૂપમાં રૂપિયાની માંગણી કરવામાં આવે છે. લોકો લાલચમાં આવીને આવી જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવે છે.
આ પણ વાંચો : સાયબર ફ્રોડની એક નવી રીતે સામે આવી, 3400 રૂપિયાનું પેમેન્ટ કર્યું અને બેંક ખાતામાંથી ડેબિટ થઈ ગયા 54000 રૂપિયા
આ પ્રકારના કેસ સામે આવ્યા બાદ RBI દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓએ રિઝર્વ બેંકના નામે ફ્રોડ કરતા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવો નહી. આર.બી.આઈ.એ સ્પષ્ટપણે કહ્યુ કે, કોઈ પણ કંપની અથવા વ્યક્તિને કરન્સી નોટો કે જુના સિક્કાનું ઓક્શન પર ફી લેવાનો અધિકાર આપ્યો નથી. જો કોઈની સાથે આ રીતે ફ્રોડ થાય છે તો સાયબર સેલમાં તેની ફરિયાદ કરો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો