સાયબર ફ્રોડની એક નવી રીતે સામે આવી, 3400 રૂપિયાનું પેમેન્ટ કર્યું અને બેંક ખાતામાંથી ડેબિટ થઈ ગયા 54000 રૂપિયા
મહિલાએ કહ્યું કે, તે ચેક કરવા માટે પેમેન્ટનો સ્ક્રીન શોટ શેર કરશે અને એમ પણ કહ્યું કે ભૂલથી મોકલાવેલા રૂપિયા તેના માટે ઘણા મહત્વના છે. કારણ કે તેનું બાળક બીમાર છે અને તેની દવા લેવાની છે. આ સાંભળીને સતીશે વિચાર્યું કે, ભલે કદાચ તે ખોટું બોલી રહી હોય પણ મારે રૂપિયા આપવા જોઈએ.
ગૂગલ ઈન્ડિયા દ્વારા એક એડ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યુ છે, જેમાં કહેવામાં આવે છે કે, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં અને તમારી બેંક ખાતાની વિગતો કોઈને આપશો નહીં. આના દ્વારા સમજી શકાય છે કે, સાયબર ફ્રોડના કેસ કેટલા વધી રહ્યા છે. ગાઝિયાબાદનો રહેવાસી સતીશ એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે છે. તેને એક મહિલાનો કોલ આવ્યો અને કહ્યુ કે, ભૂલથી તમારા વોલેટમાં રૂપિયા મોકલ્યા છે તો તે પરત કરવા વિનંતી.
બાળક બીમાર હોવાથી દવા લેવાની છે
સતીશે કહ્યું કે તે હાલ રસ્તામાં છે એટલે થોડી વાર બાદ ચેક કરી રૂપિયા ટ્રાન્સફર કરશે. મહિલાએ કહ્યું કે, તે ચેક કરવા માટે પેમેન્ટનો સ્ક્રીન શોટ શેર કરશે અને એમ પણ કહ્યું કે ભૂલથી મોકલાવેલા રૂપિયા તેના માટે ઘણા મહત્વના છે. કારણ કે તેનું બાળક બીમાર છે અને તેની દવા લેવાની છે. આ સાંભળીને સતીશે વિચાર્યું કે, ભલે કદાચ તે ખોટું બોલી રહી હોય પણ મારે રૂપિયા આપવા જોઈએ.
બિલની રકમ 3400 રૂપિયા
એક કલાક બાદ તે મહિલાએ ફોન કરી અને કહ્યું કે, હું તમને મેડિકલ સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે એક લિંક મોકલી રહી છું. બિલની રકમ 3400 રૂપિયા છે, તો તમે ડાયરેક્ટ દુકાનદારને જ પેમેન્ટ કરી દેજો. લિંક દ્વારા સતીશે 3400 રૂપિયાનું પેમેન્ટ કર્યું. થોડા સમય બાદ તેને મોબાઈલ પર આવેલો એક મેસેજ જોયો તો ખબર પડી કે તેના બેંક ખાતામાંથી 54,000 રૂપિયા ડેબિટ થયા હતા. પરંતુ તેન લાગ્યું કે કદાચ તેમણે બે ચેક આપ્યા હતા તેથી રૂપિયા ડેબિટ થયા હશે.
આ પણ વાંચો : વીડિયોને લાઈક કરો અને રૂપિયા કમાઓ, લોકોને લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
પેમેન્ટ થયા બાદ તેનો ફોન હેક થયો
સતીષને સમગ્ર ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે તેને બેંકમાંથી ફોન આવ્યો કે તેના બે ચેક બાઉન્સ થયા છે. ખરેખર એવું બન્યું હતું કે, ફોન સાયલન્ટ મોડમાં હતો તે દરમિયાન તેમણે લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કર્યું હતું અને પેમેન્ટ થયા બાદ તેનો ફોન હેક થયો હતો. સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે, તેથી દરેક લોકોએ સાવધાન અને સાવચેત રહેવું જોઈએ. અજાણ્યા લોકો સાથે બેંકની માહિતી શેર કરવી નહીં અને કોઈ પણ લિંક પર ક્લિક કરવું નહીં.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો