આવી ગઇ કોરોનાની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેસ્ટ કીટ, ઘરે બેઠા મોબઇલ પર મેળવી શકાશે રિપોર્ટ

TV9 GUJARATI

|

Updated on: Jul 17, 2021 | 4:04 PM

આઈઆઈટી હૈદરાબાદના સંશોધનકારોએ દેશની પ્રથમ ઝડપી ઇલેક્ટ્રોનિક કોવિડ -19 ટેસ્ટ કીટ વિક્સાવી છે. આ કીટ આરોગ્ય સિસ્ટમ પરનો વધારાનો ભાર ઘટાડવામાં મદદ કરશે.

આવી ગઇ કોરોનાની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેસ્ટ કીટ, ઘરે બેઠા મોબઇલ પર મેળવી શકાશે રિપોર્ટ
Corona's first electronic test kit has arrived

Follow us on

કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં દેશને વધુ એક સફળતા મળી છે. હવે કોવિડ પરીક્ષણ (Covid-19 Testing) માટે લેબ અથવા હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નથી. જો કોઈ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ અથવા કોરોનાનાં અન્ય લક્ષણો છે, તો પછી તે ઘરે બેઠા બેઠા તેનું પરીક્ષણ કરી શકશે. આઈઆઈટી (IIT), હૈદરાબાદના સંશોધનકારોની પહેલ પર આ શક્ય બનશે.

આ દિશામાં એક મોટું પગલું ભરીને, આઈઆઈટી હૈદરાબાદના સંશોધનકારોએ દેશની પ્રથમ ઝડપી ઇલેક્ટ્રોનિક કોવિડ -19 ટેસ્ટ કીટ (Testing Kit) વિક્સાવી છે. આ કીટ આરોગ્ય સિસ્ટમ પરનો વધારાનો ભાર ઘટાડવામાં મદદ કરશે. લોકોને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નહીં.

300 રૂપિયામાં થશે કોરોનાનો ટેસ્ટ

સંશોધકોએ દેશની પ્રથમ ઝડપી ઇલેક્ટ્રોનિક કોવિડ -19 ટેસ્ટ કીટ વિકસાવી છે, જે એઆઈ (AI) ટેક્નોલજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. તેનું નામ કોવિહોમ છે. આ ટેસ્ટ કીટ દ્વારા, ખૂબ ઓછી કિંમતમાં, કોવિડ -19 માટે ઘરે બેઠા બેઠા 300 રૂપિયામાં જ પરીક્ષણ કરી શકાય છે. આ પરીક્ષણ કીટ દ્વારા, આરટીપીસીઆરનું (RTPCR) પરીક્ષણ પરિણામ ફક્ત 30 મિનિટની અંદર પ્રાપ્ત કરવું શક્ય છે.

પરીક્ષણનો અહેવાલ તમારા સ્માર્ટ ફોન પર પ્રાપ્ત થશે. પરીક્ષણનું પરિણામ, Android આધારિત સ્માર્ટફોન પર કોવિહોમ પરીક્ષણ કીટ દ્વારા મળી આવે છે. એટલું જ નહીં, સંશોધનકારોએ આ માટે આઈ-કોવિડ નામની મોબાઇલ એપ્લિકેશન પણ વિકસિત કરી છે. કોવિહોમ ટેસ્ટ કીટની વિશેષતા એ છે કે તેમાં આરટી-પીઆર મશીન, લેબ અથવા નિષ્ણાંત માનવ સંસાધનની જરૂર હોતી નથી, પરંતુ આ દ્વારા આરટીપીસીઆર સ્તરનું પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થાય છે.

હૈદરાબાદ સ્થિત સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટરે આ પરીક્ષણ કીટને 94.2 ટકા સુધી અસરકારક ગણાવી છે. સ્માર્ટફોન આધારિત કોવિહોમ ટેસ્ટ કીટના ઉપયોગથી કોઇ પણ વિશેષજ્ઞની મદદ વગર જ ઘરે બેઠા કોવિડ-19 નું નિદાન કરી શકાશે. આ ટેસ્ટ કીટનાં મોટાપાયે ઉત્પાદન પછી, કોવિડ ટેસ્ટ ફક્ત 300 રૂપિયામાં કરાવી શકાય છે.

આરટી-પીસીઆર પરીક્ષણ જેટલું વિશ્વસનીય છે?

આરટી-પીસીઆર પરીક્ષણ એટલે કે રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન ટેસ્ટ. આ પરીક્ષણ દ્વારા, વ્યક્તિના શરીરમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. તેના માટે પરીક્ષણ માટેના નમૂનાઓ નાક અને ગળામાંથી મ્યુકોસાની આંતરિક અસ્તરમાંથી સ્વેબ્સ દ્વારા લેવામાં આવે છે. તે અત્યાર સુધીની પરીક્ષણ તકનીકમાં સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. આરટી-પીસીઆર પરીક્ષણનો અહેવાલ મેળવવા માટે સામાન્ય રીતે 6 થી 8 કલાક અથવા તેથી વધુ સમય લાગે છે. પરંતુ કોવિહોમના ઉપયોગથી વધુ ઝડપી રિપોર્ટ મેળવી શકાશે અને કોવિહોમની ચોકસાઈ પણ આરટી-પીસીઆર પરીક્ષણની જેમ સચોટ છે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati