Chat GPT: ક્યારેય વિચાર્યું કે, ‘ChatGPT’નું પૂરું નામ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
કલ્પના કરો કે, જો તમારે 5 મિનિટમાં ઈમેલ લખવાનો હોય, ઇન્ટરવ્યૂની તૈયારી કરવી હોય, પ્રેઝન્ટેશન બનાવવું હોય અથવા તમારી રોજિંદી ટુ-ડુ લિસ્ટ સેટ કરવી હોય તો તમે શું કરશો? હા, આ બધા સવાલનો જવાબ ChatGPT છે.

ChatGPT હાલમાં દરેક માટે એક આસિસ્ટન્ટ બની ગયું છે. કોઈ પણ કામ કરવું હોય કે કોઈ રિસર્ચ કરવું હોય તો આપણે ‘ChatGPT’ પાસે જઈએ છીએ. હવે ખાસ વાત એ છે કે, ‘ChatGPT’નું ફુલ ફોર્મ શું છે તે અંગે મોટાભાગના લોકોને આઈડિયા જ નથી. તો ચાલો જાણીએ કે, ChatGPTનું પૂરું નામ શું છે.
‘ChatGPT’નું પૂરું નામ શું છે?
‘ChatGPT’નું પૂરું નામ ‘Chat Generative Pre-trained Transformer’ છે. હવે સરળ ભાષામાં કહીએ તો, ‘Chat’નો અર્થ વાતચીત કરવી અને ‘Generative’નો અર્થ છે કે, તે નવા જવાબો અથવા નવા કોન્ટેન્ટ બનાવી શકે. ‘Pre-trained’નો અર્થ છે કે, તેને પહેલાથી ડેટા શીખવવામાં આવ્યો છે. ‘Transformer’ એક એવી ટેકનોલોજી છે કે જે મશીનોને માણસ જેવી ભાષા સમજવામાં મદદ કરે છે.
ChatGPT શું કરે છે?
ChatGPT એ OpenAI નામની કંપની દ્વારા બનાવવામાં આવેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ છે. આ ચેટબોટને ઇન્ટરનેટ પર હાજર લાખો લેખો, પુસ્તકો, વેબસાઇટ્સ અને વાતચીતોમાંથી શીખીને બનાવવામાં આવેલું છે.
શું ChatGPT થી કોઈ જોખમ છે?
આ ટૂલના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા છે. કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી શકે છે અને આનાથી કેટલીક નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ટૂલમાં જવાબ હંમેશા 100 ટકા સાચો હોતો નથી, તેથી દરેક જવાબને ચકાસવો જરૂરી બને છે. નોંધનીય છે કે, ‘ChatGPT’માં જો તમે કોઈ જૂની વસ્તુઓ વિશે માહિતી મેળવવા માંગતા હોવ, તો ‘ChatGPT’ તમને વધુ માહિતી આપી શકશે નહી.