Free Offer : ₹4,788 ની બચત ! ‘ChatGPT Go’ સબ્સ્ક્રિપ્શન આવતીકાલથી ‘ફ્રી’માં ઉપલબ્ધ, એડવાન્સ AI ફીચર ઉપયોગ કરવાની શાનદાર તક
OpenAI એ જાહેરાત કરી છે કે, તેનો 'ChatGPT Go' પ્લાન હવે ભારતના બધા યુઝર્સને આખા વર્ષ માટે ફ્રીમાં ઓફર કરવામાં આવશે. 4 નવેમ્બરથી શરૂ થતી આ ઓફર ભારતીય યુઝર્સને એક પૈસો પણ ખર્ચ્યા વિના એડવાન્સ AI સુવિધાનો ઉપયોગ કરવાની તક આપશે.

ભારતીય ટેક જગતમાં મોટા સમાચાર બહાર આવ્યા છે. OpenAI એ જાહેરાત કરી છે કે, તેનો નવો ‘ChatGPT Go’ પ્લાન હવે ભારતના બધા યુઝર્સને આખા વર્ષ માટે ફ્રીમાં ઓફર કરવામાં આવશે. 4 નવેમ્બરથી શરૂ થતી આ ઓફર ભારતીય યુઝર્સને એક રૂપિયો પણ ખર્ચ્યા વિના એડવાન્સ AI ફીચરનો ઉપયોગ કરવાની તક આપશે.
₹399 નો પ્લાન હવે એક વર્ષ માટે ‘મફત’
OpenAI એ ઓગસ્ટ 2025 માં ‘ChatGPT Go’ પ્લાન લોન્ચ કર્યો. શરૂઆતમાં આની કિંમત ₹399 પ્રતિ મહિને હતી. આ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, જેઓ ફ્રી ChatGPT પ્લાન કરતાં વધુ ફીચર ઇચ્છતા હતા પરંતુ મોંઘા પ્લસ પ્લાન માટે પેમેન્ટ કરવા માંગતા ન હતા. જો કે, હવે આનો ઉપયોગ આખા વર્ષ માટે ફ્રીમાં કરી શકાશે. આનાથી ભારતમાં વધુ લોકો AIનો ઉપયોગ કરશે.
‘ChatGPT Go’ માં શું છે?
આ પ્લાનમાં ફ્રી પ્લાનની સુવિધા, તેમજ બીજા ઘણા દમદાર ફીચરનો સમાવેશ થાય છે.
- GPT-5 ની ઍક્સેસ: તમે હવે OpenAI ના નવા અને સ્માર્ટ મોડેલ ‘GPT-5’ નો ઉપયોગ કરી શકો છો.
- ઇમેજ વધુ સારી બનશે: તમે હવે કોઈપણ લિમિટ વિના હાઈ-ક્વોલિટી ઈમેજ બનાવી શકો છો.
- ફાઇલ અપલોડ અને એનાલિસિસ: તમે દસ્તાવેજ, સ્પ્રેડશીટ્સ અથવા અન્ય ફાઇલ અપલોડ કરી શકો છો અને તેનું એનાલિસિસ કરાવી શકો છો.
- ડેટા એનાલિસિસ ટૂલ્સ: ChatGPT હવે જટિલ ડેટાને સમજવા અને ઉકેલવામાં મદદ કરવા માટે Python જેવી તકનીકોનો ઉપયોગ કરશે.
- લોન્ગ મેમરી: ChatGPT હવે તમારા ઇનપુટને લાંબા સમય સુધી યાદ રાખશે, જેનાથી રિસ્પોન્સ વધુ વ્યક્તિગત બનશે.
- કસ્ટમ GPT અને પ્રોજેક્ટ્સ: તમે તમારી જરૂરિયાતો અનુસાર AI આસિસ્ટન્ટ બનાવી શકો છો અને તેનો ઉપયોગ અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં કરી શકો છો.
‘ફ્રી’ સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું?
4 નવેમ્બરથી ફક્ત તમારા ChatGPT એકાઉન્ટમાં લોગ ઇન કરો, પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો, અપગ્રેડ પ્લાન પસંદ કરો અને પછી Try Go પર જાઓ. આ ઓફર માટે કોઈ પેમેન્ટ અથવા કાર્ડની જરૂર નથી.
Google સાથે ટક્કર
OpenAI નું આ પગલું Google માટે એક પડકાર છે. તાજેતરમાં ગૂગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે AI Pro Membership મફતમાં આપેલ છે. જો કે, હવે OpenAI એ બધા ભારતીય યુઝર્સને આ ઓફર કરીને AI અપનાવવાની દોડને વધુ વેગ આપ્યો છે.
Go અને Plus વચ્ચે શું તફાવત છે?
‘ChatGPT Go’ માં GPT-5, ફાઇલ અપલોડ અને ઇમેજ બનાવવા જેવી સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ Deep Research, Agent Mode અને Sora વીડિયો બનાવવા જેવી કેટલીક એડવાન્સ સુવિધાઓ હજુ પણ પ્લસ પ્લાનમાં જ ઉપલબ્ધ છે.
