AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: સૌથી મોટા સવાલનો મળી ગયો જવાબ, આ કારણે 23 ઓગસ્ટે જ ચંદ્ર પર લેન્ડિંગ કરશે ચંદ્રયાન-3, જુઓ Video

ઈસરોએ શુક્રવારે કહ્યું કે, ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ (LM)ને ચંદ્રની નજીક લઈ જવા માટેની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ 20 ઓગસ્ટના રોજ બીજા ડિબૂસ્ટિંગમાંથી પસાર થશે.

Chandrayaan 3: સૌથી મોટા સવાલનો મળી ગયો જવાબ, આ કારણે 23 ઓગસ્ટે જ ચંદ્ર પર લેન્ડિંગ કરશે ચંદ્રયાન-3, જુઓ Video
Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 12:38 PM

ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચવાની નજીક પહોંચી ગયું છે. એક પછી એક આપણું ચંદ્રયાન તમામ તબક્કાઓ પાર કરી રહ્યું છે. શુક્રવારે ઈસરોએ બે સારા સમાચાર આપ્યા હતા. પ્રથમ સારા સમાચાર એ હતા કે ચંદ્રની નજીકની તસવીર બહાર આવી હતી, જે વિક્રમ લેન્ડરના કેમેરા દ્વારા મોકલવામાં આવી હતી અને બીજુ હતુ લેન્ડરનું ડિબૂસ્ટિંગ. જો ચંદ્રયાન-3 આમ જ આગળ વધતું રહેશે તો તે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

આ પણ વાંચો: Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો અમદાવાદમાં કેટલો થયો ભાવ

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

સવાલ એ થાય છે કે ઈસરોએ 23 ઓગસ્ટે જ સોફ્ટ લેન્ડિંગ શા માટે નક્કી કર્યું છે. તો જવાબ એ છે કે આ દિવસે લેન્ડર અને રોવર બંને પાવર જનરેટ કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરશે. અત્યારે ચંદ્ર પર રાત છે અને 23મીએ સૂર્યોદય થશે. જણાવી દઈએ કે ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થયા બાદ 5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી તે 6, 9 અને 14 ઓગસ્ટે ચંદ્રની આગામી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. અવકાશયાન 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડ થવાની ધારણા છે.

ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળ થયું

ઈસરોએ શુક્રવારે કહ્યું કે, ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ (LM)ને ચંદ્રની નજીક લઈ જવા માટેની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ 20 ઓગસ્ટના રોજ બીજા ડિબૂસ્ટિંગમાંથી પસાર થશે. ઈસરોએ ટ્વિટર પર લખ્યું કે, લેન્ડર મોડ્યુલની સ્થિતિ સામાન્ય છે. LM એ ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેણે હવે તેની ભ્રમણકક્ષા ઘટાડીને 113 km x 157 km કરી દીધી છે. બીજી ડિબૂસ્ટિંગ પ્રક્રિયા 20 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે થવાની છે.

અગાઉ ગુરુવારે (17 ઓગસ્ટ), લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા હતા. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે તાજેતરમાં જણાવ્યું હતું કે, લેન્ડિંગનો સૌથી મહત્વનો ભાગ લેન્ડરના વેગને 30 કિમીની ઉંચાઈથી અંતિમ ઉતરાણ સુધી લાવવાની પ્રક્રિયા છે અને વાહનને આડીથી ઊભી દિશામાં લઈ જવાની ક્ષમતા એ પ્રક્રિયા છે જ્યાં આપણે ક્ષમતા બતાવવાની છે.

લેન્ડરે ચંદ્રનો વીડિયો મોકલ્યો

ચંદ્રની લેટેસ્ટ તસવીર પણ સામે આવી છે. ઈસરોએ શુક્રવારે એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો લેન્ડરના કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયો 15 ઓગસ્ટે કેપ્ચર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ચંદ્ર પરના ખાડાઓ દેખાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">