રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત, ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે આ ત્રીજી આંખ

CCTV Camera Policy : રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે CCTV કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે.

રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત, ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે આ ત્રીજી આંખ
CCTV cameras made mandatory in residential societies in Gujarat under CCTV Camera Policy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:01 AM

GANDHINAGAR : રાજ્યમાં એક બાજુ હત્યા સહીતના ગુનાઓ વધી રહ્યાં છે, તો બીજી બાજુ આવા ગુનાઓ આચરનારાઓને ઝડપથી પકડી સજા આપી શકાય તેમજ આવા ગુનાઓ બનતા અટકી શકે તે માટે સરકારે હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાજ્યના મહાનગરોમાં પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ બાદ હવે આ દિશામાં સરકારે વધુ એક પગલું લીધું છે. રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્ય સમક્ષ CCTV કેમેરા પોલીસી રજૂ કરી હતી, જેને સરકારે મંજુરી આપી છે.

રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનશે રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે CCTV કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરવામાં આવશે. રહેણાંક સોસાયટીને અલગ-અલગ 4 ઝોનમાં વહેંચવમ આવશે. સોસાયટીમાં CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવાશે.

CCTV કેમેરાનો ખર્ચ કોણ ભોગવશે? રાજ્યમાં હાલ મહાનગરો સહીત નાના શહેરોમાં પણ વિવિધ કો-ઓપરેટીવ સોસાયટી અને ફ્લેટમાં પહેલેથી જ સુરક્ષાને ધ્યાને રાખીને સ્વ-ખર્ચે CCTV કેમેરા લગાવાયા છે. ત્યારે હવે રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનતા આ CCTV લગાવવાનો ખર્ચ કોના માથે આવશે એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સોસાયટીઓના સભ્યોએ જ ભાગીદારી દ્વારા આ ખર્ચ વહન કરવો પડશે. જો એ સરકારે આ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. બની શકે કે સરકાર આમાં કોઈ રાહત આપી શકે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગુનાખોરી ડામવા, ગુનાઓ ઉકેલવા મદદરૂપ થશે CCTV રાજ્યમાં હવે CCTV ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાના વિસ્તારોમાં ચોરી, લૂંટ, ઘરફોડ ઉપરાંત હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે

અને ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો કે બંગલાઓમાં કે રસ્તાઓ ઉપર મૂકાયેલા CCTV કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજોગોમાં રાજ્ય સરકારે હવે રહેણાક વિસ્તારમાં CCTV ફરજ્યિાત બનાવવા નવી CCTV પોલિસી અમલી બનાવી છે.

આ પણ વાંચો : ખેડૂતોની લાભ પાંચમ : રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

g clip-path="url(#clip0_868_265)">