Bytedanceનાં ભારતમાંથી સંકેલશે વાવટા, TikTok પરથી બેન નહી હટતા કર્મચારીઓની છટણીના સંકેત આપ્યા

ભારતમાં TikTok ઉપર પ્રતિબંધ બાદ પરત ફરવાના સંકેત નજરે ન પડતા ચાઇનીસ કંપની ByteDance એ ભારતમાં સ્ટાફની છટણી કરવાના સંકેત આપ્યા છે.

Bytedanceનાં ભારતમાંથી સંકેલશે વાવટા, TikTok પરથી બેન નહી હટતા કર્મચારીઓની છટણીના સંકેત આપ્યા
TikTok
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 3:52 PM

ભારતમાં TikTok ઉપર પ્રતિબંધ બાદ પરત ફરવાના સંકેત નજરે ન પડતા ચાઇનીસ કંપની ByteDance એ ભારતમાં સ્ટાફની છટણી કરવાના સંકેત આપ્યા છે. કંપની અનુસાર કોઈ અણસાર નથી કે ચાઇનીસ એપ ભારતમાં ક્યારે એક્ટિવ થશે?

કંપનીએ તેની લોકપ્રિય TikTok video app પર પ્રતિબંધના કારણે બુધવારે આંતરિક મેમોમાં કર્મચારીઓને સંકેત આપ્યા હતા.નિયમ પાલન અને ગોપનીયતા જેવા મુદ્દાઓ પર TikTok અને 58 અન્ય ચીની એપ્લિકેશનો પરનો પ્રતિબંધ જાળવી રાખવાના ભારતના નિર્ણય લેવામાં આવ્યા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે.

ભારતીય સૈનિકો ઉપર ચાલાક ચીનના હુમલાની ઘટના બાદ ગયા વર્ષથી પ્રતિબંધ યથાવત છે. ByteDance એ ભારતના કર્મચારીઓને મેમોમાં લખ્યું હતું કે “અમને શરૂઆતમાં આશા હતી કે આ સ્થિતિ ટૂંકા સમયગાળા માટે રહેશે … અમને લાગે છે કે એવું બન્યું નથી.” વધુમાં ઉમેર્યું હતું કે “જ્યારે આપણી એપ્લિકેશનો કાર્યરત નહિ રહે ત્યારે અમે જવાબદારીપૂર્વક સંપૂર્ણ રીતે કર્મચારી રાખી શકતા નથી … આપણે જાણતા નથી કે આપણે ભારતમાં કમબેક ક્યારે કરીશું.” એક નિવેદનમાં ટિકટોકે કહ્યું કે તે નિરાશાજનક છે કે તેના પ્રયત્નો છતાં પણ તેની એપ્લિકેશન્સને કેવી રીતે અને ક્યારે ઇન્સ્ટોલ કરી શકાય તે અંગે સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યા નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

“તે ખૂબ જ દુ:ખની વાત છે કે ભારતમાં અડધા વર્ષથી વધુ સમય માટે અમારા 2000 કરતા વધારે કર્મચારીઓને ટેકો આપ્યા પછી, અમારી પાસે અમારા પીછેહઠ સિવાય કોઈ વિકલ્પ નથી,” પરંતુ તેમાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.ભારત સરકારે એપ્લિકેશન્સના પ્રતિબંધને “prejudicial to sovereignty and integrity of India”તરીકે વર્ણવ્યું હતું. આ પગલું વિવાદિત હિમાલયની સરહદ સ્થળે ચીની સૈનિકો સાથેની ઘર્ષણ પછી બન્યું હતું જેમાં 20 ભારતીય સૈનિકો શાહિદ થયા હતા.

TikTok એ આ ક્ષેત્રમાં 1 બિલિયન ખર્ચ કરવાની ખાતરી આપી હતી. પ્રતિબંધ પહેલાં તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ્લિકેશનોમાંની એક બની ગઈ હતી, જે એક વખત વપરાશકર્તાઓની દ્રષ્ટિએ તેનું સૌથી મોટું બજાર હતું.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">