AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! AC રિપેરિંગના નામે મોટો સ્કેમ, વાલ્વ બંધ કરી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે હજારો રૂપિયા, જુઓ-Video

વીડિયોમાં એક ટેક્નિશિયને 1 ટનના ડાઇકિન ACનું ઉદાહરણ આપ્યું છે. ACમાં પાણી ટપકવાની સમસ્યા હોવાથી ગ્રાહકે સ્થાનિક મિકેનિકને બોલાવ્યો હતો. મિકેનિકે પાણી લીકેજની સમસ્યા ઠીક કરી, પરંતુ ત્યારબાદ ACની ગેસ લીક થઈ હોવાનું કહીને ગેસ ટોપ-અપ કરાવવાનું કહ્યું.

સાવધાન! AC રિપેરિંગના નામે મોટો સ્કેમ, વાલ્વ બંધ કરી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે હજારો રૂપિયા, જુઓ-Video
ac fraud
| Updated on: Sep 07, 2026 | 1:45 PM
Share

ઉનાળામાં AC ખરાબ થાય ત્યારે લોકો તરત મિકેનિકને બોલાવે છે. પરંતુ તમારી આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક ફર્જી મિકેનિક ACમાં ગેસ લીક હોવાનું કહીને ગ્રાહકો પાસેથી હજારો રૂપિયા વસૂલતા હોવાનો દાવો એક વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

શું છે આખો મામલો?

વીડિયોમાં એક ટેક્નિશિયને 1 ટનના ડાઇકિન ACનું ઉદાહરણ આપ્યું છે. ACમાં પાણી ટપકવાની સમસ્યા હોવાથી ગ્રાહકે સ્થાનિક મિકેનિકને બોલાવ્યો હતો. મિકેનિકે પાણી લીકેજની સમસ્યા ઠીક કરી, પરંતુ ત્યારબાદ ACની ગેસ લીક થઈ હોવાનું કહીને ગેસ ટોપ-અપ કરાવવાનું કહ્યું.

કેવી રીતે થાય છે ગેસ લીકનો ખેલ?

વીડિયોમાં જણાવ્યા પ્રમાણે, મિકેનિક ACની આઉટડોર યુનિટમાં આવેલા 1/4 સાઇઝના લિક્વિડ પાઇપનો વાલ્વ બંધ કરી દે છે. વાલ્વ બંધ થતાં પાઇપ પર બરફ જામવા લાગે છે અને ACનું રનિંગ પ્રેશર પણ ખૂબ ઓછું દેખાય છે. આ કેસમાં AC બંધ હોય ત્યારે પ્રેશર 230 PSI હતું, પરંતુ AC ચાલુ કર્યા બાદ તે ઘટીને માત્ર 30 PSI થઈ ગયું હતું. આ જોઈને ગ્રાહકને ACમાં ગેસની અછત હોવાનું કહેવામાં આવ્યું.

વાલ્વ ખોલતાં સામે આવ્યું સત્ય

જ્યારે ટેક્નિશિયને શંકાના આધારે એલન કીની મદદથી બંધ વાલ્વ ખોલ્યો, ત્યારે રનિંગ પ્રેશર વધીને લગભગ 125 PSI થઈ ગયું. સાથે જ પાઇપ પર જામેલો બરફ પણ ગાયબ થઈ ગયો અને AC સામાન્ય રીતે કામ કરવા લાગ્યું. આ વીડિયોના દાવા મુજબ, ACમાં ગેસની કોઈ કમી નહોતી, પરંતુ વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આવા કિસ્સામાં ગ્રાહકો પાસેથી ગેસ ભરવાના નામે ₹2,000થી ₹4,000 સુધી વસૂલવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગ્રાહકો કેવી રીતે સાવધાન રહેવું?

ACમાં ગેસની કમી હોવાનું કહેવામાં આવે તો તરત જ ગેસ ભરાવવાની ઉતાવળ ન કરવી. મિકેનિક આઉટડોર યુનિટ પર કામ કરે ત્યારે તેની કામગીરી પર નજર રાખવી અને જરૂર પડે તો અધિકૃત સર્વિસ સેન્ટર અથવા વિશ્વસનીય ટેક્નિશિયન પાસેથી બીજી વખત તપાસ કરાવવી. સાથે જ મિકેનિક પાસેથી પ્રેશરની રીડિંગ પણ સમજવી. જાગૃતિ અને સાવચેતી રાખવાથી આવા સંભવિત ફ્રોડથી બચી શકાય છે.

ટ્રેનમાં સૌથી નીચેની સીટ કોને મળે છે? જાણો રેલવેનો નવો નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">