Social Media: સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનને લઈને બબાલ, ટ્રેન્ડ થવા લાગ્યુ #WhytalktoTaliban

TV9 GUJARATI

|

Updated on: Aug 19, 2021 | 11:30 PM

ભારતના લોકો આ મામલામાં પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo પર આપી રહ્યા છે. જેને લઇને કુ પર #WhytalktoTaliban હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

Social Media: સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનને લઈને બબાલ, ટ્રેન્ડ થવા લાગ્યુ #WhytalktoTaliban

Follow us on

અમેરીકા (America)એ પોતાના સૈન્યને પાછુ બોલાવી લેતા અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના સૈન્યએ પહેલા જ તાલિબાનીઓ સામે પોતાના હથિયાર મુકી દીધા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અધિકારીઓ દેશ છોડીને પહેલા જ ભાગી ગયા હતા અને હવે ફસાયેલા છે ફક્ત અફઘાન નાગરીકો. તાલિબાનીઓનું રાજ કેવુ હશે? સ્થિતી ક્યારે સુધરશે અને શાંતિની સ્થાપના ક્યારે થશે તેને લઈને હાલમાં કઈ કહી શકાય તેમ નથી. પરંતુ તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો એ દુનિયા માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

ભારતના લોકો આ મામલામાં પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo પર આપી રહ્યા છે. જેને લઇને કુ પર #WhytalktoTaliban હૈશટેગ ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ મામલો ગંભીર હોવાથી સોશિયલ મીડિયા પર ચારોતરફ બંને તરફની વાતો સાંભળવા મળી રહી છે. લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે આ બાબતે એક વાર તાલિબાનીઓ સાથે વાત કરવી જોઇએ.

તો બીજી તરફ લોકો પોતાનો વિરોધ પણ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો એવા પણ છે જે સમગ્ર મામલામાં અફઘાનના નાગરીકો વિશે વિચારી રહ્યા છે. એવા લોકો વિશે વિચારી રહ્યા છે જેમણે પોતાના લોકોને ગુમાવી દીધા અને જેઓ ત્યાં ફસાઇને રહી ગયા છે. કેટલાક લોકો દરેક દેશની સરકારને અપીલ કરી રહ્યા છે કે આ લોકોને ત્યાંથી બચાવીને બહાર કાઢો.

ઉત્તર પ્રદેશમાં ATS તૈનાત કરાઇ

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે સહારનપુરના દેવબંદમાં ATS કમાન્ડો સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારે પ્રાથમિકતાના આધારે ATS ને 2000 વર્ગમીટરની જમીન ઉપલબ્ધ કરાવી છે. અફઘાનિસ્તાનના હાલ જોઇને યોગી આદિત્યનાથનો આ નિર્ણય બિરદાવામાં આવી રહ્યો છે. દેવબંદમાં ATS સેન્ટર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

યોગીના મીડિયા સલાહકાર શલભમણી ત્રિપાઠીએ જણાવ્યુ કે, તાલિબાનની બર્બરતા વચ્ચે ઉત્તર પ્રદેશના સમાચારો પણ સાંભળો. યોગીજીએ તાત્કાલિક ધોરણે ATS કમાન્ડો સેન્ટર ખોલવાનો નિર્ણય લીધો છે. યુદ્ધ સ્તર પર કામ પણ શરૂ થઇ ચૂકયુ છે, પ્રદેશભરમાંથી પસંદ કરેલા ATS ઓફિસરોને અહીં તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો – Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

આ પણ વાંચો – Bomb blast: પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત અનેક લોકો ઘાયલ

આ પણ વાંચો – Crime: JIO કે Aitel ના મોબાઈલ ટાવર લગાવવાના કોલ આવે તો થઈ જાવ સાવધાન ! નકલી કોલ સેન્ટર કૌભાંડમાં 12ની ધરપકડ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati