Tech News: Russia Ukraine War વચ્ચે Apple નો મોટો નિર્ણય, રશિયામાં નહીં વેચાય એપલની એક પણ પ્રોડક્ટ
રશિયામાં તેની પ્રોડક્ટનું વેચાણ બંધ કરવા ઉપરાંત એપલે તેના એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિકની એપને પણ હટાવી દીધી છે. તાજેતરમાં, એપલે (Apple)રશિયામાં Apple Payની સેવા પર રોક લગાવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War)નો આજે આઠમો દિવસ છે ત્યારે સાત દિવસથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એપલે કહ્યું છે કે તેણે રશિયામાં તેના તમામ ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. રશિયામાં તેની પ્રોડક્ટનું વેચાણ બંધ કરવા ઉપરાંત એપલે તેના એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિકની એપને પણ હટાવી દીધી છે. તાજેતરમાં, એપલે (Apple)રશિયામાં Apple Payની સેવા પર રોક લગાવી હતી. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ પણ રશિયા પર ડિજીટલ સ્ટ્રાઈક કરી છે અને તેમની ઘણી સેવાઓ પર રોક લગાવી છે.
નાયબ વડાપ્રધાને એપલને મોકલ્યો હતો પત્ર મોકલ્યો
ગત અઠવાડિયે, યુક્રેનના નાયબ વડા પ્રધાન મિખાઈલો ફેડોરોવે એપલને એક પત્ર લખ્યો હતો, જે તેમણે ટ્વિટર પર પણ શેર કર્યો હતો. ફેડોરોવે Apple CEO ટિમ કૂકને એક પત્ર લખીને રશિયામાં તેના Apple સ્ટોરને તેના ઉત્પાદનોનો પુરવઠો ઘટાડવા માટે કહ્યું.
એપલે શું કહ્યું?
નાયબ વડા પ્રધાનના પત્રના જવાબમાં એપલે કહ્યું કે તે યુક્રેન પર રશિયાના હુમલાથી ખૂબ જ દુઃખી અને ચિંતિત છે. આ હિંસાનો ભોગ બનેલા તમામ લોકો સાથે કંપની ઉભી છે. ગત અઠવાડિયે Apple Pay પર પ્રતિબંધ મૂક્યા પછી, અમે રશિયા માટે અમારી અન્ય સેવાઓ પણ બંધ કરી દીધી છે. Appleએ કહ્યું છે કે તેણે રશિયામાં iPhone અને અન્ય ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે.
અમેરિકાએ રશિયાના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો
યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ તેના ઉત્પાદનોની રશિયામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ ઉત્પાદન અમેરિકામાં થાય છે. આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે.
અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ સાધનો વેચવા માટે લાઇસન્સ મેળવવું આવશ્યક છે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.